SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] સેલંકી કાલ ૧૫૮ રાણેજ (૨) ૧૨૯૦ પહેલાં ' ૧૫૯ ભાણજી (૪) ૧૨૯૦ વંશાવળીમાં ૧૫૮ રાણેજી (૨) પછી ૧૫૯ ના આંક ઉપર નાગજી વિ. સં. ૧૩૫૮(ઈ.સ. ૧૩૦૨) કહેલ છે, અને પછી તરત જ ૧૬૦ મા આંક ઉપર ભાણજી-વિ. સં. ૧૩૬૩(ઈ. સ. ૧૩૦૭) બતાવેલ છે. આ ઉપરના બે અભિલેખથી મોડું થાય છે, એટલે વચ્ચે નાગજીને ઉડાવી નાખવો પડે છે. ગુજરાતમાં અલપખાને અણહિલપુર પાટણમાં કર્ણ વાઘેલાને નસાડી મુસ્લિમ શાસન સ્થાપ્યું ત્યારે ઘૂમલીમાં ભાણજી જેઠવાનું શાસન જામેલું જોવા મળે છે. ૭. દણ સૌરક્ષિાષ્ટ્રમાં વાજા વંશ એવી એક અનુશ્રુતિ છે કે દ્વારકામાં કેઈ અનંતદેવ ચાવડાને પુત્ર ભીખનસિંહ. સત્તા ઉપર હતો ત્યારે મારવાડના અજ નામના એક રાઠોડ સરદારે હેરેલ અને ચાવડાઓના ઝઘડામાં હેરોલ રાજપૂતોની મદદે આવતાં ભીખનસિંહને મારી પારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાને અંત આણ્યો અને પછી હેરોલને પણ દબાવી દઈ એ પ્રદેશનું આધિપત્ય હાથ કર્યું. એ અજના બે પુત્રોમાંને વેરાવળજી દ્વારકામાં સ્થિર થયો અને એના વંશજો “વાઢેલ' કહેવાયા, જ્યારે બીજો પુત્ર વીંછ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ઊતરી આવ્યો અને એણે માધવપુર-માંગરોળસોમનાથ-પાટણ-ઊના અને ઝાંઝમેર (તા. ઉમરાળા, મહાલ, જિ. ભાવનગર) સુધીને પ્રદેશ હસ્તગત કરી ત્યાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને એના વંશજ વાજા” કહેવાયા૫૮ એમ કહેવામાં આવ્યું છે. સોમનાથ પાટણમાંથી મળેલી શ્રીધરની પાટણ-પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૧૬) પ્રમાણે તો ત્યારે સ્પષ્ટ રીતે સોમનાથ પાટણના પ્રદેશ ઉપર અણહિલપાટકના સોલંકી રાજા ભીમદેવ ૨ જાની આણ પ્રવર્તતી હતી.૫૯ સંભવ છે કે શ્રીધર પછી સોમનાથ પાટણના રક્ષક તરીકે આવેલા કોઈ અધિકારી પાસેથી વીંજાજીને આ પ્રદેશને અધિકાર મળે છે. અહીં એ પણ ઉમેરવું જોઈએ કે અણહિલપાટકના રાજા વીસલદેવે સોમનાથની યાત્રા કરી તે વખતે ત્યાં એની સભાના અમાત્ય અને કવિ નાનાકને સોમનાથનું નિત્યપૂજન કરવા ત્યાં રાખવામાં આવ્યો અને પોતે બંધાવેલી બ્રહ્મપુરીમાં એક ઘર પણ એને રહેવા કાઢી આપ્યું. નાનાકની પહેલી પ્રશસ્તિમાં કોઈ વર્ષનોંધાયું નથી. વીસલદેવના ઈ. સ. ૧૨૬૪માં અવસાન થયા પછી દસ વર્ષે ઈ. સ. ૧૨૭૪ માં નાનાની બીજી પ્રશસ્તિ રચવામાં मापी भी संवत १३२८ वर्षे गंडश्रीभाव यजुर्वेद आगा. बृहत्पुरुष राजश्री छाला શ્રીમમાં સંગ્રતિવત્ત પ્રતિ હીત 1 અને સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨) પહેલાં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy