SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રાજ્ય [ ૧૪૩ નથી, પરંતુ ઈ. સ. ૯૮૯માં ઘૂમલી ઉપર રાણક બાષ્ઠલદેવનું શાસન હોવાનું એના જાણવામાં આવેલા એક માત્ર દાનશાસન ઉપરથી સમજાય છે. આ રાણક” કે “રણ” કયા વંશનો હતા એ પકડી શકાતું નથી, પરંતુ ભૂતાંબિલી(ભૂમલી-ધૂમલી)માં રાજધાની રાખી જે પ્રદેશમાં એ રાજ્ય કરતો હતો તેને નયgrટામંત્રાંત પાતિ-કછુ દેશ કહેવામાં આવ્યો છે. સંધવાના સમયમાં તે એ ‘માસુદામંsઠને પ્રદેશ હતો.૪૩ આમાંથી ફલિત એ થાય કે સેંધવોની પછી આ પ્રદેશનો ગમે તે કારણે નામ પલટો થયે. હકીકતે “જેઠવાઓનો પ્રદેશ” તરીકે સ્થાપિત થતાં એ સંસ્કૃતીકરણ પામી ચેષ્ટ્ર પ્રદેશ બને, જે એમ સૂચવે કે રાણક બાષ્કલદેવ “જેઠવા” કુલનો હશે. સેંધાનાં દાનશાસન ગુપ્ત સંવત્સર ધરાવે છે, ત્યારે રાણક બાષ્કલદેવના દાનશાસનમાં સ્ત્રીનુપવિત્રમ સંવત્ ૧૦૪ મળે છે. એમાં જણાવેલું દાન પણ અણહિલપુર-નિવાસી ભારાજગોત્રના દામોદર અધ્વર્યુને આપવામાં આવ્યું છે. દાનશાસનમાં વિક્રમ સંવત્સરનો ઉપયોગ અને પુરહિત તરીકે અણહિલપુર પાટણના બ્રાહ્મણ તરફ સમાદર એનો અણહિલપુર સાથે વિશિષ્ટ રાજકીય સંબંધ સૂચવે છેઃ એ રાણક ઈ. સ. ૯૪૨ માં સારસ્વત મંડલ ઉપર સત્તા કબજે કરી અણહિલપુર પાટણમાં રાજત્વ પામેલા મૂલરાજ સોલંકીનો સામંત બની ચૂક્યો હોય. આ. હેમચંદ્ર મૂલરાજે ગ્રાહરિપુના પરાજય સાથે કચ્છના લાખા ફુલાણીના વધ અને સિંધુરાજના પરાજયની વાત કરી છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ આ. હેમચંદ્રને હવાલો નેંધી ત્યાં “સુકૃતકીર્તિકાલિની' (શ્લેક ૨૪) અને “વસ્તુપાલતેજપાલપ્રબંધ” (લેક ૬)ને પણ “સિંધરાજ' વિશે હવાલે આપ્યો છે અને કહ્યું છે કે એ રાધણુપુર કે પાલણપુર સંસ્થાનના રણકાંઠા ભાગને ઠાકરડો હોય.૪૫ એ કલ્પિત વાત ન હોય તો આ એમની સંભાવના છે. અને ઉપરના ત્રણે બનાવ ઈ. સ. ૮૮૮ (વિ. સં. ૧૦૪૫–બબ્બલદેવના તામ્રદાનશાસનનું વર્ષ) પૂર્વે બનવા વિશે શંકા નથી. આ “સિંધુરાજ” તે કાં તો બાષ્પલદેવને જેની પાસેથી ઘૂમલીની સત્તા મળી હોય તે સિંધવ રાજા અથવા બાષ્પલદેવ પોતે કે એનો પિતા શર હાય, યા દાદા (હિરણ્યમુખ [2] હમ્મક) હોય. બાપ્પલદેવના દાનશાસનમાં એના પિતાનું નામ “શર” અને એના પિતાનું નામ રિઝમુહ આપેલાં જ છે. આ પાલ્લું નામ કઈ સ્થાનિક સત્તાનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ લાગે છે અને સંભવતઃ દુષ્ણુ જેવા નામનો ખ્યાલ આપે છે. સિંધવ જાઈક ૨ જા અને રાણક બાપ્પલદેવ વચ્ચે ૭૦-૭૫ વર્ષને ગાળે છે. રાજવંશને પલટો થયો કે જાઈની પરંપરામાં હમુક, એને શર, અને એને બાક્કલ અનુગામી બન્ય, એ કહેવું
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy