SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] સેલંકી કાલ [ પ્રરાણું સોનલ કે ભાટચારણની વાતોમાંની રાણકદેવીને લગતી દંતકથાઓને હજીય પ્રબળ પ્રમાણોની અપેક્ષા રહે છે. શ્રી દુ. કે. શાસ્ત્રીને અભિપ્રાય ઠીક લાગે છે કે જેમ માળવાના રાજાને કેદ કરીને સિદ્ધરાજ પાટણ લઈ ગયો હતો તેમ સોરઠના રાજાને પણ લઈ ગયો હતે એમ માનવામાં વાંધો નથી અને સિદ્ધરાજની અને ધીનતા સ્વીકારવાને પરિણામે ખેંગાર પાછળથી છૂટો થયો હશે. મેઢામાં તરણું લેવરાવી નોંઘણને છોડી મૂકવાની દંતકથા આ રીતે બંધ બેસે છે. અને સોરઠ તરફ પાછા ફરતાં વઢવાણ આગળ કઈ કારણથી ખેંગારનું મોત થતાં એની રાણી ત્યાં આગળ સતી થઈ હશે.”૩૩ અને આ સમય ઈ. સ. ૧૧૨૫ને હેય તો કદાચ ખેંગાર ૨ જાને બારડ વર્ષોને સમય અણહિલપુર પાટણમાં અટકમાં ગાળવાં પડ્યાં હોઈ શકે. એ બાર વર્ષોના ગાળામાં, પ્રબંધચિંતામણિ અને પ્રભાવકચરિત વગેરે ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, સિદ્ધરાજે સજજન મંત્રીને સોરઠના રાજ્યનો દંડાધિપતિ ની સંભવિત બની રહે.૩૪ આ મંત્રીએ ગિરનાર ઉપર શ્રીનેમિનાથના લાકડાના મંદિરને ઠેકાણે પથ્થરનું નવું મંદિર ઈ. સ. ૧૧૨૯(વિ. સં. ૧૧૮૫)માં બંધાવ્યું છે,૩૫. એ જોતાં રાખેંગાર ૨ જાના મૃત્યુ પછી પણ સાર્વભૌમ સત્તા સેલંકીઓની ચાલુ રહી હતી અને દંડાધિપતિ જૂનાગઢમાં રહેતા હતા એમ સ્વીકારવામાં અડચણ નથી. રા' ખેંઘણ ૩ (ઈ. સ. ૧૧૩૬-૧૧૪૦) રા' ખેંગારની પહેલી જેઠવી રાણીથી થયેલ કુમાર નેંઘણુ રા' ખેંગારના અવસાન પછી મોસાળમાં આશ્રય લઈ રહ્યો હતો. સિદ્ધરાજની પ્રબળ સત્તા સામે માથું ઊંચકવાની એની ગુંજાશ નહોતી. રા'ખેંગારના એક મંત્રી સોમરાજે યુક્તિથી સમગ્ર સોરઠમાં અણહિલવાડની સત્તા સામે પ્રજાને ઉશ્કેરી મૂકવામાં સફળતા મેળવી અને સિદ્ધરાજ માળવા સામે યુદ્ધમાં રોકાયો હતો ત્યારે જેઠવા. રાણ નાગજીની મદદથી રા'ને ધણે સેરઠની સત્તા હસ્તગત કરી અને સોમરાજની યેજના પ્રમાણે પછીથી અણહિલપુર પાટણ જઈ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકારી લીધું (ઈ. સ. ૧૧૩૬). રા' કવાત રે જે (ઈ. સ. ૧૫૪૦-૧૧૨) રા’નેઘણ ઈ. સ. ૧૫૪૦ માં ગુજરી જતાં એને પુત્ર કવાત સોરઠને સત્તાધીશ બને. ઈ. સ. ૧૧૪ર માં સિદ્ધરાજનું મૃત્યુ થતાં કુમારપાલ ગાદીએ આવ્યું. આ સમયની અણહિલપુર પાટણની થોડી અવ્યવસ્થાને લાભ લઈ રા”
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy