SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ - [ પ્ર. ૧૩૪ ] સોલંકી કાલ આજને “ઉપરકોટ' કહેવાય છે તે કિલો) હતો. વિબરફોર્સ નોંધે છે કે આ કિલ્લો ગ્રાહરિપુએ બંધાવ્યું હતું. ૧૭ સંભવ છે કે પ્રાચીન કાલના કિલ્લાની એણે મરામત કરાવી હશે, કારણ કે જન પ્રબમાં તો એ કિલ્લાનું જૂનું નામ ૩સેનાઢ (પ્રા. ૩ ૦) જેવા મળે છે, જ્યાં એનાં બીજાં નામ હરગઢ અને કુળદુન પણ મળે છે, જે એવી સંભાવના બતાવે છે કે ઈ. સ. ૧૮૪૪ માં સત્તા ઉપર આવેલા રા' ખેંગાર ૧ લાએ મરામત કરાવી હોય. કુટુકા(સં. કૂળદુ) એવું સૂચવે છે કે એ કિલે ઘણો જ હતો. વાળnઢ પૌરાણિક પ્રકારનું નામ છે, પરંતુ ગિરનાર(પ્રાચીન ૩યંત ગિરિ)ની તળેટીમાં આવેલા અને ક્ષત્રપ કાલમાં સંભવતઃ સુવર્ણરેખાના ઉત્તર-દક્ષિણ કાંઠાઓ ઉપર વિકસેલા ગિરિનગરમાં છેક ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ સ્કંદગુપ્તના સમય સુધીના તે તે સમ્રાટના પ્રતિનિધિ એ ઉપ-રાજધાની રાખેલી તેના રક્ષણ માટે એ કિલ્લાને આબાદ રાખે હશે, જેની પાકી મરામત થવાને કારણે પછીનાં આક્રમણની સામે વર્ષો સુધી રક્ષણ મળ્યા કર્યું હશે. જન પ્રબંધોમાં કુળદુ નામ નેંધાયું હતું તેના વિકલ્પમાં ખેંગારને કારણે વેપારઢ પણ નોંધાયું. રા” ચાહરિપુ (સંભવતઃ ૯૪પ-૯૮૨) મૂલરાજ અને ગ્રાહરિપુ વચ્ચેનો સંગ્રામ મૂલરાજે સારસ્વત મંડલ અને સત્યપુરમંડલ ઉપર સંપૂર્ણ કબજો જમાવ્યા પછી કહી શકાય. ગ્રાહરિપુ સાથેના વિગ્રહમાં એની મદદે આવેલ કચ્છકેરાનો લાખો ફુલાણ મૂલરાજને હાથે માર્યો ગયાનું આ. હેમચંદ્ર નોંધે છે, પરંતુ પ્રબંધચિંતામણિ તો સ્વતંત્ર રીતે મૂલરાજે કચ્છકેરા ઉપર ચડાઈ કરી એને માર્યાનું લખે છે, જે વધારે શ્રદ્ધેય. લાગે છે. લાખો ઈ. સ. ૯૭૭ પૂર્વે મરણ પામ્યાની એક શક્યતા છે, એટલે ગ્રાહરિપુ સાથેનો વિગ્રહ પણ એ પૂર્વે અથવા ગ્રાહરિપુ ઈ. સ. ૯૯૨ આસપાસ મરણ પામ્યો હોય તો એની પૂર્વે ડાં વર્ષ ઉપર થયો હોવાનું માની શકાય. રા’ કવાત ૧ લે ( ઈ. સ. ૯૮૨-૧૦૦૩) ગ્રાહરિપુ પછી સંભવતઃ એને પુત્ર રા’ કવાત ૧ લે ઈસ. ૯૮૨ માં સત્તા ઉપર આવ્યો. એક અનુશ્રુતિ પ્રમાણે શિયાળબેટના સત્તાધીશ અનંતસેન ચાવડાએ સૌરાષ્ટ્રના નાનામોટા કેટલાક રાજવીઓને કેદ પકડ્યા હતા તેમાં રા' કવાતને પણ પ્રભાસપાટણ પાસે સમુદ્રમાં મળવા બોલાવી કેદ કર્યો. રા' વાતને એના મામા ઉગા વાળા (તળાજાના શાસક) સાથે અણબનાવ હતો, પરંતુ ભાણેજને અનંતસેને દગાથી પકડેલ હેઈ ઉગાએ શિયાળબેટ ઉપર ચડાઈ કરી યુદ્ધમાં અનંતસેનને ખતમ કર્યો અને ભાણેજને છોડાવ્ય. બેશક, છેડાવતી વખતે એણે ભાણેજને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy