SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] સેલંકી કાલ [પ્ર. સદીના નહિ, પણ ૧૫ મી સદીના ઘટનાના સમય પછી લગભગ દોઢસો વર્ષ બાદના, સાહિત્યમાં મળે છે એ ખરું છે, પરંતુ માધવ જેવો જૂને મંત્રી આવું વિઘાતક પગલું ભરે તો એની પાછળ એવું કેઈ ગંભીર અને અક્ષમ્ય કારણ હોવું જોઈએ. સમકાલીન અભિલેખમાં રાજાની પ્રશસ્તિમાં એના સદાચારને ઉલેખ આવે એટલા ઉપરથી એના દુરાચારને લગતી આ ચિર-પ્રચલિત અનુશ્રુતિને અશ્રદ્ધેય માનવી અસ્થાને છે. ૧૧ | ઉપલબ્ધ વિધાનો પરથી વિચારતાં એમ જણાય છે કે રાજા કર્ણદેવે માધવના કુટુંબ ઉપર અત્યાચાર કર્યો હશે. રાજા પ્રજાને પાલક થઈ આવું કૃત્ય કરે, પિતે રક્ષક થઈ ભક્ષક બને, ત્યારે એને ભોગ બનનારમાં વૈરવૃત્તિ જાગે એ સ્વાભાવિક છે અને એ સમયે બીજો રસ્તો નહિ હોય તેથી અત્યાચારી રાજાની સાન ઠેકાણે લાવવા કે વેર વાળવા માધવને મુસલમાનોનું શરણ શોધવું પડયું હશે. પરિમે માધવ ઈતિહાસમાં દેશદ્રોહી મના.૧૨ મુસ્લિમ ચડાઈ-એક કે બે ? કર્ણના રાજ્યને અંત મુસલમાનોના એક આક્રમણથી આવ્યો કે બે આક્રમણથી એ પણ વિવાદગ્રસ્ત છે. વસ્તુતઃ આ આક્રમણ માટે જુદાં જુદાં વર્ષ મળે છે. પ્રવચનપરીક્ષામાં તથા વિચારશ્રેણીમાં મુસલમાનનું આક્રમણ સં. ૧૩૬ માં થયું જણાવ્યું છે, ૧૩ જ્યારે વિવિધતીર્થંક૯પમાં મુસલમાનોના ગુજરાત પરના આક્રમણ માટેનું વર્ષ વિ. સં. ૧૩૫૬ જણાવેલ છે. ૧૪ મુસલમાન લેખકે આ આક્રમણ માટે હિ. સ. ૬૯૬, ૬૯૭ અને ૬૯૮ એમ જુદાં જુદાં વર્ષ આપે છે. ૧૫ એમાં હિ. સ૬૯૮ અને વિ. સં. ૧૩૫૬ (કાર્તિકાદિ ૧૩૫૫) વચ્ચે મેળ મળે છે. તો આ આક્રમણ વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૨૯૯)માં થયેલું કે સં. ૧૩૬૦ (ઈ. સ. ૧૩૦૩-૦૪)માં ? કેટલાક મુસ્લિમ તવારીખકારો અલાઉદ્દીનની ફજે ગુજરાત પર એક વાર અને બીજા કેટલાક બે વાર ચડાઈ કરી હોવાનું જણાવે છે. - અલાઉદ્દીન ખલજીના સમકાલીન અમીર ખુસરોએ પિતાના ખજાઈનલ કુતૂહ”(ઈ. સ. ૧૩૧૧-૧૨)માં ફકત હિ. સ. ૬૯૮(ઈ. સ. ૧૨૯૯)માં ગુજરાત પર આક્રમણ થયાનું જણાવ્યું છે, પણ આ ગ્રંથમાં ખુસરોએ ઘણા મહત્ત્વના બનાવ નોંધ્યા નથી. ૧૭ આ જ લેખક પિતાના “અશીકા” અથવા “દવલાની વ ખિઝુરખાન' નામના કાવ્ય(ઈ. સ. ૧૩૧૬)માં અલાઉદ્દીને બે વખત ગુજરાત પર ચડાઈ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy