SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ - પારશિષ્ટ કર્ણદેવ અને એના કુટુંબને લગતી સમસ્યાઓ વાઘેલા ચૌલુકય રાજવી કર્ણદેવના સમયમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ગુજરાત પર ચડાઈ કરી ને અંતે ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની જગ્યાએ દિલ્હી સલ્તનતની હકૂમત પ્રવત એ નિઃસંશય છે. પરંતુ આ ચડાઈનું કારણ, ચડાઈની સંખ્યા અને રાણુ કમલાદેવી તથા કુંવરી દેવલદેવીના વૃત્તાંતની યથાર્થતા વિવાદાસ્પદ હેઈ, એ સમયાઓને એના વૃત્તાંતના સંદર્ભમાં તપાસીએ. માધવ મુસ્લિમ ચડાઈનું નિમિત્ત ખરે? હેય તે શાથી? અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ફેજ મોકલી એ અંગે મુસ્લિમ તવારીખોમાં કંઈ કારણ આપેલું નથી, પરંતુ ઘણુ હિંદુ લેખકો એને માટે કર્ણદેવના અમાત્ય માધવને જવાબદાર ગણાવે છે. ચૌદમા શતક્ના પૂર્વાર્ધમાં રચાયેલ વિચારશ્રેણીમાં લખ્યું છે કે “યવના માધવનાગરવેઝેળાનીત / (યવનને માધવ નાગર વિષે આપ્યા.) વિ. સં. ૧૩૮૯ (ઈ. સ. ૧૩૩૨-૩૩) ના અરસામાં રચાયેલ વિવિધતીર્થકલ્પમાં લખ્યું છે કે વિક્રમ વર્ષ તેરસે છપનમાં અલાઉદ્દીન સુલતાનના ઉલુખાન નામે નાના ભાઈએ દિલ્હીથી મંત્રી માધવની પ્રેરણાથી ગુર્જરભૂમિ તરફ પ્રસ્થાન કર્યું.” સંવત ૧૩૫૬ થી ૧૫૦૦ સુધીમાં રચાયેલ મોઢ બ્રાહ્મણોના જ્ઞાતિપુરાણ ધર્મારણ્યમાં જણાવ્યું છે કે “પ્રતાપી મહારાજ કર્ણ ગાદી ઉપર હતો ત્યારે માધવ નામે એના દુષ્ટ અમાત્ય ક્ષત્રિય રાજ્યને નાશ કર્યો અને મ્લેચ્છ રાજ્યની સ્થાપના કરી. ૩ સંવત ૧૫૧૨ માં રચાયેલ કાન્હડદે પ્રબંધમાં “ઘેલા કર્ણદેવે બ્રાહ્મણ માધવને દૂભવ્ય, એના નાના ભાઈ કેશવને હણે ને એની ગૃહિણીને પિતાને ઘેર રાખી, તેથી રિસાયેલા માધવે “મુસલમાનોને અહીં લાવીશ ત્યારે જ અન્ન ખાઈશ” એવી પ્રતિજ્ઞા કરી.” એમ જણાવ્યું છે.* સંવત ૧૫૩૩માં લખાયેલ ગુર્જરરાજવંશાવલી (ગુટક)માં “નાગર બ્રાહ્મણ માધવ મુસલમાનોને લાવ્યો” એમ લખ્યું છે.' સત્તરમા સૈકામાં રચાયેલ મુહeત નેણસીની ખ્યાતમાં લખ્યું છે કે “. १३४० में माधव ब्राहण प्रधान हुवा, उसकी वाघेल से बिगड गई । वह जांकर अला
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy