SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વાઘેલા સોલંકી રાજ્ય [ ૯૩ લાગ બાંધી આપ્યા હતા. આ લાગા આપનારાઓમાં પંચકુલ, પુરોહિત, શેઠ, શાહુકાર, સોની, કંસારા, સમસ્ત મહાજન, સમસ્ત વણજાર અને સમસ્ત નૌવિત્તકને સમાવેશ કર્યો હતો એમ સારંગદેવના સમયના વિ. સં. ૧૩૪૮ ના અનાવાડામાંથી મળેલા લેખ પરથી જણાય છે. ૬૯ સારંગદેવના મહામંડલેશ્વર ચંદ્રાવતીના મહારાજ વીસલદેવે આબુ ઉપરના વિમલવસહિ અને લૂણવસતિ નામનાં જન મંદિરના નિભાવ તથા કલ્યાણક આદિ ઉત્સવો માટે વેપારીઓ તથા અન્ય ધંધાદારીઓ ઉપર અમુક કર નાખ્યા હતા. આ મંદિરની યાત્રાએ આવનારા યાત્રીઓ પાસેથી મૂંડકાવેરે ન લેવાનું ઠરાવ્યું હતું તેમજ યાત્રીઓની કોઈ પણ વસ્તુની ચોરી થાય તો એની જવાબ દારી આબુના ઠાકોરે ઉપર નાખવામાં આવી હતી, એમ વિ. સં. ૧૩પ ના સારંગદેવના સમયના આબુ ઉપરના વિમલવસહિમાંના લેખ પરથી જણાય છે.૭૦ સ્તંભતીર્થ(ખંભાત)માં બાદડા નામે એક શ્રાવિકાએ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું અને એને જીર્ણોદ્ધાર એના વંશજ વિજયસિંહે કરેલો. આ મંદિરના નિભાવ માટે દાન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ ખંભાતના. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલા વિ. સં. ૧૩૫ર ના લેખ ઉપરથી જાણવા મળે છે.૭૧ મહામાત્ય તથા અન્ય અધિકારીઓ | ઉપલબ્ધ લેખમાંથી સારંગદેવના કેટલાક અમાત્ય અને અધિકારીઓનાં નામ મળી આવે છે. એના સમયમાં શરૂઆતમાં અર્જુનદેવના સમયનો માલદેવ મહામાત્યપદે હતો. એ પછી કાન્હ, મધુસૂદન અને વાધૂય મહામાત્યપદે હતા.૭૩ સં. ૧૩૫૩ માં ધોળકાના નાગર ચહૂએ નૈષધકાવ્ય પર દીપિકા નામે રચેલ વૃત્તિના પ્રશરિત-શ્લેમાં રાજા સારંગદેવ તથા માહામાત્ય માધવનો ઉલ્લેખ છે.૭૪ આ. પરથી સારંગદેવના છેવટના સમયમાં મહામાત્ય તરીકે માધવ હશે એમ જણાય છે. સૌરાષ્ટની અવરથા જાળવવા પંચકુલના અગ્રણી તરીકે “પાહ’ની નિમણુક કરી હતી. ચંદ્રાવતીમાં વીસલદેવ સારંગદેવના મહામંડલેશ્વર તરીકે સત્તાસ્થાને હતો.૭૫ ત્યારે વંથળીમાં વિજયાનંદ મહામંડલેશ્વર તરીકેનું સ્થાન ધરાવતો હતો. સારંગદેવના રાજ્યને અંત સારંગદેવના સમયને છેલ્લે લેખ વિ. સં. ૧૫૨(ઈ. સ. ૧૨લ્પ-૯૬) ને ખંભાતના પાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલ છે. ધોળકાના ચઠ્ઠ પંડિતની નિષધ કાવ્યની ટીકા પરથી સારંગદેવ વિ. સં. ૧૩૫૩ માં સત્તા પર હતો એમ જણાય છે.૭૭ વિચારશ્રેણીમાં કર્ણદેવ ૨જાના રાજ્યની શરૂઆત સં. ૧૪૫૩ માં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy