SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨] ઇતિહાસની પૂર્વભૂમિકા આમ ભૂસ્તરીય અને હવામાનની દષ્ટિએ થોડેઘણે ભેદ હોવા છતાં આ સમગ્ર ભૂભાગમાં આદિમાનવ વિચરતો હતે. એવા સમયે હવામાન હાલ કરતાં નિશ્ચિત રીતે જુદું હતું. વરસાદ વધારે પડતો, ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં. દક્ષિણ ગુજરાતમાં કાંતે હાલ જેટલો પડતો હશે કે એનાથી કંઈ વધારે. એ કાલનાં જંગલ જંગલે પણ હાલ કરતાં વધારે ગાઢ હતાં, જેમાં બાવળ, પીપળા, પીપર, વડ, ખજૂરી (જંગલી) વગેરે ઝાડો ઊગતાં હોવાં જોઈએ; જોકે આ અનુમાન પર આવવા માટે આ વનસ્પતિઓના અસ્મીભૂત અવશેષ (fossils) કે એનાં ફૂલેના રજકણ (fallen grains) હજુ શોધાયા નથી. આ જંગલમાં જાત જાતનાં કાળિયાર, બડાસિંગ વગેરે મૃગે, જંગલી ગાય, ભેંસ, ડુક્કર, સીધા લાંબા દાંતવાળો હાથી અને હિંસક પ્રાણીઓ વિચરતાં હતાં, છતાં ગુજરાતમાં એક પણ સ્થળેથી આ પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળ્યા નથી, પણ ઉપર નિર્દિષ્ટ કરેલાં ઘણાંખરાં પ્રાણીઓના અવશેષ નર્મદાની ખીણમાં હેશંગાબાદ--નરસિંગપુર વિભાગમાં અને મહારાષ્ટ્રમાં ગોદાવરી, પ્રવરા, ધડ, ભીમા વગેરે નદીઓમાં મળ્યા છે, એટલે આપણે સહજ રીતે અનુમાન કરી જ શકીએ કે આ પ્રાણીઓ ગુજરાતમાં પણ વસતાં હોવાં જોઈએ. આ માન્યતાને પુષ્ટિ આપતું બીજું પણ એક કારણ છે. સૌરાષ્ટ્રની દક્ષિણ-પૂર્વે ખંભાતના અખાતમાં પીરમ બેટમાં “આધુનિકતમ છવમય યુગ” નાં કેટલાંય પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળ્યા છે એ યુગમાં આ પ્રાણીઓના અસ્તિત્વને આનાથી સમર્થન મળે છે. ૧૦ એ કાલની નદીઓ જ્યારે આદિપાષાણયુગને માનવ ગુજરાતમાં વસતો હતો ત્યારે બધી નદીઓ હાલ કરતાં બહુ વિશાળ પટમાં વહેતી; એમની ભેખડે પણ નહિ જેવી જ ઊંચી હતી, કારણ કે આ આદ્ય નદીઓ આની પૂર્વે બંધાયેલા સમુદ્રમાંથી ઉપર નીકળી આવેલા ખડકે ઉપર વહેતી હતી. આ ખડકે, તેથી જ, બહુ ધોવાયા નહતા અને હાલ જેવામાં આવે છે તેવી ઊંચી ભેખડે અસ્તિત્વમાં આવી હતી. લગભગ આધુનિક કાળમાં જ નદીઓએ પોતાનાં જૂનાં આરંભનાં પાત્રો ઉઘાડા પાડ્યાં ત્યારે આ ભેખડો દેખાવા લાગી (પદ ૭, આકૃતિ ૧૦૯). આમ બધી નદીઓ, હકીકતે, “નવી નદીઓ કહેવાય.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy