SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાગ-ઇતિહાસ અને આઇ-ઈતિહાસ ઉખનનની પ્રવૃત્તિ ઘણી ખર્ચાળ હોવાથી સ્થળની પસંદગી હેતુપુરક્ષર અને જનાપૂર્વક કરવામાં આવે છે. પહેલાં ઉખનન કરવા લાયક સપાટી નક્કી કરી એ જગ્યા સાફ કરવામાં આવે છે ને એમાં અનુકૂળ લંબાઈ અને પહોળાઈની ખાઈ કે ખાઈઓ ખોદવાનું આયોજન કરવામાં આવે છે. ઉખનન ધીમે ધીમે અને સાવધતાપૂર્વક કરવામાં આવે છે. ઉખનન દરમ્યાન એમાંથી નીકળતા દરેક નાનામોટા અવશેષને વણી લેવામાં આવે છે. એમાંથી નીકળતી માટીને બરાબર તપાસી દૂર નખાવવામાં આવે છે. જે જે અવશેષ જે જે જગ્યાએ મળ્યા હોય તે તે જગ્યાનું ચોક્કસ સ્થાન એના સ્તરના સંદર્ભ સાથે તે તે અવશેષ અંગે તરત જ નોંધવામાં આવે છે. ઉખનનના સ્થળની નજીકમાં એક સપાટ ચોકમાં આડાં ઊભાં ખાનાં પાડીને એમાં જુદી જુદી ખાઈનાં જુદા જુદા સ્તરનાં ઠીકરાં ગોઠવવામાં આવે છે. ઉખનન દરમ્યાન ઉત્તરોત્તર મળતા જુદા જુદા સ્તરનું નિરીક્ષણ તથા પૃથક્કરણ કરવામાં આવે છે, કેમકે એ સાપેક્ષ કાલાનુક્રમ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. - બને ત્યાં, જ્યાં સુધી માનવ-વસવાટના કંઈ ને કંઈ અવશેષ મળ્યા કરે તેટલી ઊંડાઈ સુધી ઉખનન કરવામાં આવે છે ને ત્યાં થયેલા ભાનવ-વસવાટના જુદા જુદા તબક્કાઓમાં છેક સહુથી જૂના તબક્કા સુધીનું અન્વેષણ કરવામાં આવે છે. આ પ્રકારના ઉખનનને “ઊંડું ઉખનન” કહે છે. એનો મુખ્ય હેતુ જુદા જુદા સ્તરમાં મળતા અવશેષો દ્વારા તે તે સમયની સંસ્કૃતિ વિશે માહિતી મેળવવાનો તેમજ ત્યાં જુદા જુદા સમયે વસેલી સંસ્કૃતિઓનો સમય–અન્વય. નક્કી કરવાનું હોય છે. એમાંના કેઈ અમુક સ્તરમાં મળી આવેલ ઈમારત કે વસવાટને આસપાસના વિસ્તાર જાણવા માટે કે જુદી જુદી ખાઈઓના સમકાલીન સ્તરે વચ્ચેનાં અનુસંધાન જાણવા માટે કેટલીક વાર મૂળ ખાઈની મર્યાદાને બાજુ પર લંબાવીને ઉખનનને સમતલ રીતે વિસ્તારવામાં આવે છે. એને “સમતલ ઉખનન” કે “સપાટ ઉખનન' કહે છે. પ્રાગઐતિહાસિક વસાહતના ઉખનનમાં મોટે ભાગે પથ્થરનાં હથિયારે, હાડકાં કે હાડપિંજર, અને કેટલીક વાર માટીનાં વાસણો કે અન્ય ચીજોના અવશેષ હાથ લાગે છે. આઘ–ઐતિહાસિક વસાહતના સ્થળોએ ઈમારતી અવશેષો મળતા હેઈએનાં મકાને, રસ્તાઓ, મોરી, કિલ્લા વગેરેનાં તલમાન તપાસી તે તે નગર કે ગ્રામના આયોજનનું અન્વેષણ કરવામાં આવે છે. દટાઈ ગયેલાં ખંડેરેમાં ઈમારતોની દીવાલના છત સુધીના ભાગ તથા એનાં છાવણ ટકી રહેતાં ન હોઈ એના ઊર્ધ્વ-દર્શનને ઘણે ઓછો ખ્યાલ આવે છે. કાચી ઈંટે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy