SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ આ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. ઐતિહાસિક કાલમાં કોઈ એક નામ પ્રયોજાયું હોય એવું જાણવા મળતું નથી. મૈત્રક કાળ દરમ્યાન કચ્છ, સુરાષ્ટ્ર, આનંદપુર, વડાલી (ઈડર પાસે), ખેટક (ખેડા), સૂર્યાપુર (ગોધરા પાસે), શિવભાગપુર (શિવરાજપુર), સંગમખેટક (સંખેડા), ભરુકચ્છ (ભરૂચ), નાંદીપુર (નાંદોદ), અક્રૂરેશ્વર (અંકલેશ્વર ), કતારગ્રામ (કતારગામ-સુરત પાસે), નવસારિકા (નવસારી) વગેરે પ્રદેશ ને વહીવટી વિભાગો પ્રચલિત હતા.૩૧ પશ્ચિમ માળવા માટે માલવક” નામ પ્રજાતું ૨૭ એ સમયે અગાઉનું “આનર્ત” નામ પ્રચલિત રહેવું લાગતું નથી. એ સમયના અભિલેખમાં આ સમસ્ત પ્રદેશ માટે કોઈ નામ પ્રયોજાયું નથી, પરંતુ યુઅન ક્વાંગ માલવકને “દક્ષિણ લાટ” અને વલભી દેશને “ઉત્તર લાટ” તરીકે ઓળખાવે છે.૩૮ અને “આર્યમંજુશ્રીમૂલક૯૫(આઠમી સદી)માં પણ આ સમગ્ર પ્રદેશ માટે “લાટ-જનપદ” નામ પ્રોજેલું જણાય છે. ૩૯ એ પરથી ત્યારે આ સમત પ્રદેશ “લાટ” નામથી ઓળખાતો હતો સંભવે છે. એ પછી થોડાં વર્ષોમાં દક્ષિણના ચાલુકાની એક શાખા નવસારી પ્રદેશમાં રથપાઈ ત્યારે એ શાખાની સત્તા નીચેના પ્રદેશ માટે શું નામ પ્રયોજતું એ જાણવા મળતું નથી, પરંતુ એ પછી ત્યાં દક્ષિણના રાષ્ટ્રોની સત્તા પ્રવતી, ને એ સત્તા દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત પર પ્રસરી ત્યારે એ બધે પ્રદેશ “લાટ મંલ” તરીકે ઓળખાતે એ સ્પષ્ટ છે. ૪૦ દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં ઉત્તરના સોલંકીઓ(ચૌલુક્યો)ની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ દક્ષિણ રાજસ્થાનના બિલમાલ પ્રદેશ માટે પ્રયોજાયેલું “ગુર્જર” નામ ગુજરાતના નવા રાજ્યપ્રદેશને લાગુ પડયું ને “લાટ” નામ દક્ષિણ (તથા મધ્ય) ગુજરાત માટે પ્રચલિત રહ્યું. આગળ જતાં “લાટ” નામને પ્રયોગ દક્ષિણ ગુજરાત પૂરતો મર્યાદિત થયા. સોલંકી રાજ્યની સત્તા જેમ જેમ દક્ષિણમાં પ્રસરતી ગઈ તેમ તેમ “ગુર્જર” નામને પ્રયોગ વિસ્તરતો ગયો ને છેવટે એ નામ સમસ્ત તળ-ગુજરાત માટે પ્રચલિત થયું. આગળ જતાં ગુર્જરદેશ” કે “ગુર્જરભૂમિ”ને બદલે “ગુજરાત” રૂ૫ પ્રચલિત થયું, જેને પહેલે જ્ઞાતિ પ્રયોગ વાઘેલા કાલ દરમ્યાન તેરમી સદીને મળે આ પૂર્વે - સૂચવાય જ છે.૪૨
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy