SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂરતર-રચના યુગ” (inter-glacial age) કહે છે. આ યુગના સ્તરમાં માનવદેહના નહિ, પણ માનવકૃત હથિયારોના અવશેષ મળે છે. એના જૂનામાં જૂના નમૂના ગુજરાતમાં બીજા હિમયુગના કે બહુ તો બીજા અન્તહિમ યુગના સ્તરમાં મળે છે.૧૪ આમ ધરતીના લાંબા ઇતિહાસમાં માનવને ઈતિહાસ છેક આજકાલને લાગે છે. આધુનિક કાલના સ્તર સપાટી પર બંધાયેલા છે. પવનને લીધે પથ્થર કેરાઈ જવાથી અને કોરવાઈને ભાંગીતૂટી જવાથી માટી બને છે ને એ વર્ષાઋતુમાં અતિશય વરસાદને લીધે અનેક સ્થળેથી બીજે સ્થળે ઠલવાય છે. આમ નદીનાં જુદાં જુદાં ઊંચાં-નીચાં પાત્રો વડે જાણે અગાશીઓ બંધાય છે, રેલો આવે છે અને ગ્રેવલ(gravel)ના સ્તર બંધાય છે. ગુજરાતના સપાટ પ્રદેશમાં આ સ્તર નદીના કાંપથી બંધાયેલ છે. કાંપમાં મુખ્યત્વે રેતી, માટી અને ચૂનખડી (મરડિયા) હોય છે અને એ સેંકડો મીટર ઊંડો હોય છે. આ કાંપ વડે પાષાણુપડોનું ભૂતળ તદ્દન ઢંકાઈ ગયું છે. આ સ્તર સમુદ્રના કિનારા બાજુ બહુ જાડા હોય છે ને જેમ જેમ પૂર્વ તરફ જઈએ તેમ તેમ એ પાતળો થતો જાય છે. આ કાંપની ઉપર રેતીના જેવી માટીને સ્તર પથરાય છે, જે ઘણો ફળદ્રુપ છે. ગુજરાતની માટીઓમાં કાળી ચીકણી માટી ખાસ બેંધપાત્ર છે. એ બહુ ઝીણું અણુઓની બનેલી, થોડાક ચૂનાવાળી અને ગૂંદેલી માટીના ગુણવાળી હોય છે. એને ભીની કરતાં એ બહુ ચીકણી થાય છે અને તેથી એમાં ભીનાશ લાંબો વખત ટકી રહે છે. એમાં લેહક્ષાર, ચૂને અને મૅનેશિયમ કાર્બોનેટ રહેલાં છે. ચૂનાનો ક્ષાર ચૂનખડી-રૂપે પ્રસરેલું હોય છે. વળી એમાં વનસ્પતિને છૂટોછવાયો સેંદ્રિય પદાર્થ પણ હોય છે. આ માટી બહુ ફળદ્રુપ હોય છે ને એમાં સહેજ પણ ખાતર વગર તેમજ એક પણ વર્ષ ખાલી રાખ્યા વગર વાવેતર થઈ શકે છે. આ સપાટ પ્રદેશ વલસાડ નજીક એકદમ સાંકડો હોય છે, ને ઉત્તર તરફ એ વિશાળ થતો જાય છે. વઢવાણ તથા ગોધરા વચ્ચે ૩૦૦ ઉપરાંત કિલોમીટર આ સપાટ પ્રદેશ આવેલું છે. 1. ભરૂચ-વડોદરાથી ઉત્તર બાજુ જતાં આ માટીને સ્તર વધારે અને વધારે રેતાળ થતો જાય છે અને પાલણપુરની નજીકનો પ્રદેશ લગભગ રેતાળ અને ઉજજડ થઈ જાય છે. '
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy