SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ w) ઈતિહાસની પૂર્વભૂમિકા tઝ, ગુજરાતમાં ચૂને અને સિમેન્ટ બનાવવા માટે જોઈતી સામગ્રી પૂરતા પ્રમાણમાં મળી આવે છે. એમાં ચૂનાનો પથ્થર ઘણું કામ લાગે છે. એ ખાસ કરીને પિરિબંદર, માંગરોળ-સોરઠ, બનાસકાંઠા અને વાડાસિનેર વિસ્તારમાં મળે છે. તળ-ગુજરાતમાં નદીના કાંપમાં અને જમીનનાં આવરણો નીચે મળતો કંકર પણ ચૂને અને સિમેન્ટ બનાવવા માટે કામ લાગે છે. મહેસાણા જિલ્લામાં, ઈડર પાસે અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં ચિનાઈ માટી મળી આવે છે. ગુજરાતમાં બેસાઈટ ઉપરાંત ટીએટાઈટ, ડેમાઈટ, સિલિકા અને ફેડસ્પાર જેવા અદ્રાવ્ય પદાર્થ પણ કેટલેક ઠેકાણે મળે છે. વડોદરા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કાચ બનાવવા માટેની રેતી પૂરી પાડતે રેતીને પથ્થર કેટલીક જગ્યાએ મળે છે. વડોદરા જિલ્લામાં, રાજપીપળા પાસે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રંગ બનાવવા માટેની વિવિધ માટી મળે છે. અર્ધ-કિંમતી પથ્થરમાં અકીક સહુથી વધુ પ્રમાણમાં મળે છે. અકીકની ખાણો ખાસ કરીને રાજપીપળા પાસે આવેલી છે. કેટલેક ઠેકાણે અકીક ઉપરાંત ફિલન્ટ, જેસ્પર અને કાર્નેલિયન પણ મળે છે. એમ્બેસ્ટોસ સાબરકાંઠામાં ઈડર પાસે જ મળે છે. જિસમ (હરઠ) રાજપીપળા પાસે, ઓખામંડળમાં, ઘોઘા પાસે, નવાનગર પાસે અને કચ્છના તટપ્રદેશમાં મળે છે. ઈડર, દાંતા, છોટાઉદેપુર અને જાંબુડા પાસે ઊતરતી કેટિનું અબરખ મળે છે. ભરૂચ, જંબુસર, જૂનાગઢ અને કચ્છમાં મળતી ઊસના જેવી માટી ખનિજ તેલક્ષેત્રના શારકામમાં તેમજ ખનિજ તેલ અને વનસ્પતિ તેલ શુદ્ધ કરવામાં વપરાય છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તથા ખારાઘોડા (જિ. અમદાવાદ)માં મીઠું પકવવામાં આવે છે. કચ્છના રણનું મીઠું કડવું હેઈ ભાગ્યેજ વપરાય છે. ભૂસ્તરીય અન્વેષણો તથા ઔદ્યોગિક વિકાસ-યોજનાઓ દ્વારા ગુજરાતમાં વધુ ને વધુ ખનિજસંપત્તિ મળવા સંભવ છે. ૭, માનવ-જીવન પર અસર ૩૮ ગુજરાતમાં કેટલીક આદિમ જાતિઓના માનવ વસતા. તેઓમાંના ઘણા પહાડ અને જંગલમાં વસતા, અરણ્ય-સંસ્કૃતિ ધરાવતા અને લડાયક વૃત્તિના હતા. સમુદ્રકાંઠા પાસે વસતા તથા નર્મદા અને તાપી જેવી મોટી નદીઓના કાંઠા પાસે વસતા માછીમારે મછવા ચલાવવા અને વહાણવટાને ય ધધ.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy