________________
૧ લું]. ભેગેલિક લક્ષણે
[ ૨૯ સિંચાઈ માટે ભાગ્યેજ કામ લાગે છે. ઊંડાં બેરિંગે દ્વારા સારું પાણી મળી શકે છે. પશ્ચિમ ભાગમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. કોઈ કઈ સ્થળે કાળી જમીન પણ જોવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં કાળી અને ગોરા એ બે જાતની જમીન આવેલી છે. કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણુ બહુ નથી; એમાં માટી લગભગ ૨૦ ટકા અને રેતી લગભગ ૪૦ ટકા છે. આમાંની કેટલીક જમીન ઊંડી છે ને ચોમાસામાં પાણી ચૂસીને સંઘરી રાખવાની શક્તિ ધરાવે છે. આ સંધરેલાં પાણીનો ઉપયોગ કઠોળ અને ઘઉંના શિયાળુ પાકને ખાસ અનુકૂળ નીવડે છે. કાળી જમીનની તળે ડી ઊંડાઈએ ચૂનાના કંકરના થર આવેલા હોઈ એ ક્ષાર નુકસાનકારક નીવડે છે. ગોરાડુ જમીન ફળદ્રુપ છે ને ખાતર અને સિંચાઈની જોગવાઈ થતાં સારું ઉત્પાદન આપે છે.
ચરોતરની જમીન એકંદરે ઘણી ફળદ્રુપ છે. આ જમીન ઝીણી રેતી અને માટીના મિશ્રણની કુમાશવાળી જમીન છે. વધારે સારી જાતની જમીનમાં માટીનું પ્રમાણ દસ ટકાથી વધુ અને રેતીનું પ્રમાણ ૭૦ ટકાથી ઓછું હોય છે. સાબરમતી અને મહી નદીના કાંઠાની જમીન ઝાંખા પીળા રંગની અને દાણાદાર છે; એ નમૂનેદાર ગોરાડુ જમીન છે. અંદરના વિસ્તારમાં જમીનનો રંગ ઝાંખો ભૂખરો થાય છે ને બેસર જમીન સાથે એ ભળી જાય છે. બેસર જમીન રંગે ભૂખરી છે; કાળી અને ભાઠાની જમીન કરતાં એનો રંગ ઝાંખો છે. નીચાણવાળા વિસ્તારમાં કાળી જમીન મળી આવે છે; એ નદીઓનાં પૂરનાં પાણીથી જમા થયેલ સારાં પોષક દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યો માંડ છ થી આઠ ફૂટ ઊંડે પહોંચે છે ને તેથી એ જમીન ખરી કાળી જમીનનાં લક્ષણ ધરાવતી નથી. નદીના કાંઠાની ભાઠાની જમીન ફળદ્રુપ છે ને એમાં ખાતર વિના પણ સારા પ્રમાણમાં પાક લઈ શકાય છે.
- પંચમહાલ જિલ્લાની જમીન ગુજરાતના અન્ય વિભાગોની જમીનથી ઘણી જુદી પડે છે. આ જમીન ધસડાઈ આવેલા કાંપની નહિ, પણ નીચે રહેલા ગ્રેનાઈટ અને નીસના ખડકમાંથી છૂટા પડેલા કણેની બનેલી છે. એ ઝાંખા રંગની, છીછરી અને ઓછી ફળદ્રુપ છે. નીચાણના ભાગમાં આવેલી જમીન રંગે કાળી, માટીવાળી અને ફળદ્રુપ છે; એમાં પાણી સંઘરી રાખવાની શક્તિ ઘણું હોવાથી એમાંથી દર વર્ષે ખરીફ (માસુ) તથા રવી (શિયાળુ) પાક લેવાય છે. ઊંચાણવાળાં સ્થળોની જમીન પથરાળ, કાંકરાવાળી, છીછરી, ઝાંખી અને ઓછી ફળદ્રુપ છે.