SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સુ‘1 કાલગણુના | rev સંવતની મિતિ સિ.... સ. ૭૨ થી ૧૫૧ સુધીની મળે છે.૯૭ આ મિતિમાં ‘સિંહ સંવત ’ એવું સ્પષ્ટ નામ જોવા મળે છે. એમાં માસ, પક્ષ, તિથિ અને વારને ઉલ્લેખ માલૂમ પડે છે. આ સંવતની સાથે વિક્રમ કે વલભી સ ંવતનું વર્ષ પણ આપેલુ હાય છે. સિંહ સંવતની ઉત્પત્તિ વિશે જુદા જુદા વિદ્વાનેએ અલગ અલગ મત રજૂ કર્યાં છે. જેમ્સ ટોડ જેવાએ સૌરાષ્ટ્રમાંના દીવના ગાહિલાએ આ સંવત સ્થાપ્યા એમ જણાવ્યું.૯૮ વલ્લભજી આચાયૅ માંગરેાળના ગોહિલ રાજા સહજિગને આ સ ંવતના રથાપક માન્યા.૯૯ ગૌ. હી. આઝા૧૦૦ જેવાએ સૌરાષ્ટ્રના ભડલેશ્વર શ્રી સિહુને આ સંવતના પ્રવર્તીક માન્યા, પરંતુ પારબંદરના કાઈ પણ લેખમાં શ્રી સિંહના મહામ`ડલેશ્વર તરીકેના ઉલ્લેખ જોવા મળતા નથી. પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ સિંહ સંવતને ગૈાલુકય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે સાંકળ્યા અને જણાવ્યુ` કે સિદ્ધરાજે સેરઠ અને ખેંગારની જીતની યાદગીરીરૂપે આ સ ંવત શરૂ કર્યાં.૧૦૧ એક રીતે આ મત વધુ સ્વીકાર્ય છે, છતાં એક મુદ્દો ઉપસ્થિત થાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ સ ંવત શરૂ કર્યાં હાય તેા પછી સેારઠ પૂરતા જ એને પ્રયાગ મર્યાદિત કેમ રહ્યો. સંભવતઃ આ સંવત સિદ્ધરાજે સેારના વિજયની સ્મૃતિરૂપે શરૂ કર્યો હશે. આ સ ંવત સાર દેશના કાઈ રથાનિક રાજાએ શરૂ કર્યા હાય એ સંભવિત નથી, કારણ કે જો એ રથાનિક રાજાએ શરૂ કર્યાં હોત તેા સૌરાષ્ટ્રના માંડલેશ્વરાએ આ સંવતના ઉપયાગ ચાલુ રાખ્યા હાત. હેમચંદ્રના સંસ્કૃત દ્વાશ્રય કાવ્યમાં૧૦૨ આવતા ઉલ્લેખ મુજખ કુમારપાલને પૃથ્વીને ઋણમુકત કરી નવા સંવત શરૂ કરવાની પ્રેરણા મળી હતી. જયસિંહસરિના મારવામૂવ રિતમાં૧૦૩ પણ મૂલરાજ પહેલાના પૂર્વજ સિંહવિક્રમના સંદર્ભમાં આ હકીકત જણાવવામાં આવી છે. ઉપરના ઉલ્લેખા પરથી જણાય છે કે રાજાએ રાજયને ઋણમુક્ત બનાવી સંવત શરૂ કરવાને રહેતા.૦૪ દ્વાશ્રય કાવ્યમાંના ઉલ્લેખ મુજબ સિદ્ધરાજ જયસિંહે સિદ્ધસ દ્વારા મેળવેલ રવ'સિદ્ધિનાં સાધના દ્વારા પેાતાના રાજ્યને કરમુકત કરેલુ' અને એ રીતે એ સિદ્ધરાજ બન્યા હતા.૧૦૫ આ વિધાનને કુમારપાલને લગતા વિધાન સાથે સાંડળીએ તે। એમાંથી એવું ફલિત થાય છે કે સિદ્ધરાજે રાજ્યને ઋણમુક્ત કરી નવા સંવત પ્રવર્તાયેા હશે. ગમે તેમ, આ સંવત માત્ર સારઠમાં પ્રચલિત રહ્યો એ હકીકત છે, તે સિદ્ધરાજ નવા જીતેલા સેારઠ દેશને જ ઋણમુકત કરી શકયા હશે ?
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy