SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ કાલગણના [ ૪૮૯ આ સંદર્ભમાં ઉત્તર ગુજરાતના ચાવડા વંશની અનુકૃતિઓમાં આપેલી મિતિઓની ચકાસણી કરવી યોગ્ય ગણાય. અણહિલપાટકના સ્થાપક વનરાજના રાજ્યાભિષેક માટે જુદા જુદા ગ્રંથ તેમજલેખોમાં જુદી જુદી મિતિઓ દર્શાવેલી છે. વિક્રમ સંવતમાં દર્શાવેલી આ બધી મિતિઓની ગણતરી પરથી માલુમ ‘પડે છે કે મોટા ભાગની મિતિઓમાં આપેલ તિથિ સાથે વારને મેળ બેસત નથી. પ્રાયઃ આ બધી મિતિઓ પછીના સમયમાં ઉપજાવી કાઢેલી માલૂમ પડે છે. અનુમૈત્રક કાળ દરમ્યાન વિક્રમ સંવતના પ્રયોગવાળા બહુ ઓછા લેખ ઉપલબ્ધ થાય છે. ચાલુકય રાજા અવનિવર્મા ર જાનું ઊનાવાળું દાનશાસન (વિક્રમ) સં. ૯૫૬ નું છે. સાહિત્યિક લેખમાં હરિષણની કૃતિ જયા ૯૩ (વિ. સં. ૯૮૯) અને સંપતિમgશ્વ-કથાક (વિ.સં. ૯૬૨) ઉપલબ્ધ થાય છે. આ મિતિઓની ગણતરી પરથી માલૂમ પડે છે કે આ કાલ દરમ્યાન વિ. સં. ના વર્ષોની ગણતરી કાન્નિકાદિ પદ્ધતિ મુજબ થતી હતી. માસગણના વિશે પૂરતી માહિતી પ્રાપ્ત થતી નથી. ચાવડા રાજ્યની અનુશ્રુતિઓમાં આ કાલને લગતી કેટલીક મિતિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ ગણતરી પરથી આ મિતિઓ પાછળથી ઉપજાવી કાઢેલી જણાય છે. સોલંકી કાળ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતને ઉપયોગ પ્રચુર પ્રમાણમાં થવા લાગ્યો. મૂલરાજના પૂર્વજો પ્રતીહારના શાસન નીચેના દક્ષિણ રાજસ્થાનમાંના ગુર્જરદેશ' સાથે સંકળાયેલા હતા અને પ્રતીહારના રાજ્યમાં વિક્રમ સંવત પ્રચલિત હતો, આથી ગુજરાતમાં સોલંકી કાલના મોટા ભાગના અભિલેખમાં તેમજ સાહિત્યિક લખાણમાં રાજ્યના સંવત તરીકે વિક્રમ સંવતને વપરાશ થયેલે માલૂમ પડે એ સ્વાભાવિક છે. આ કાલના શિલાલેખો, દાનપત્રો, મૂર્તિલેખે અને પ્રશસ્તિઓમાં વિ. સં. ૧૦૦૫(ઈ.સ. ૯૪૯)થી વિ. સં. ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૨) સુધીની મિતિઓ ઉપલબ્ધ થાય છે. આ મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વારને ઉલ્લેખ સામાન્યતઃ જોવા મળે છે; કેઈક વાર અધિક માસ અને સંવત્સરને પ્રયોગ થયેલે માલૂમ પડે છે; પ્રશસ્તિઓમાં નક્ષત્ર અને યોગને પ્રયોગ પણ જોવા મળે છે. ઉત્તર ભારતમાં સૌત્રાદિ વર્ષ અને પૂર્ણિમાંત માસની પદ્ધતિ પ્રચલિત હતી, જ્યારે ગુજરાતમાં કાર્તિકાદિ વર્ષની પદ્ધતિ છેક મૈત્રક કાલથી વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હતી, ને કલચુરિ સંવતની તથા આગળ જતાં મહારાષ્ટ્રમાંથી આવેલ શક સંવતની અસરથી અમાંત માસની પદ્ધતિ પ્રચલિત થઈ હતી, આથી ઉત્તર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy