SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સુ] પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન (૪૬૧ હેવાના સંભવ નથી.૧૪૭ આ વંશના રાજાએ પશ્રિમ ભારવાડના ખેરગઢમાં રાજ્ય કરતા હતા. તે ત્યાંથી રાઠોડાએ એમને નસાડયા હતા.૧૪૮ સેજકજી આવ્યા તે પહેલાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગેાહિલા હતા. એમાંના એક મૂલુક ગાલિ સંવત ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)માં માંગરેાળા શાસક અધિકારી હતા, જેના પિતાનું નામ સહજિગ હતું. આ સગિના નામ ઉપરથી ચારવાડથી તળાજાના માર્ગમાં એક વાવ અને સહજિગેશ્વર મહાદેવનું મંદિર કરવામાં આવેલાં.૧૪૯ કાઠી બર્બર કાઠીના ઉલ્લેખ મળે છે. ચક્રવર્તી જયસિંહદેવે સિદ્ધપુર પાસે વસતા ઋષિના આશ્રમેા પર ઉપદ્રવ કરનાર અજેય રાક્ષસ ખરકને હરાવ્યા. અહીં બર્બરક કામના ઉલ્લેખ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આગળ જતાં બાબરિયાવાડ તરીકે જણીતા થયેલા પ્રદેશના ખાખરા એ ખરક લેાકેા જ ગણાય છે. ખાખરા એ કાઠીની એક પેટા શાખા છે. કાઠી રાજપૂતા કરતાં ઘણા દૂરના મધ્ય એશિયાના પ્રદેશમાંથી આવ્યા છે એમ “ કાઠિયાવાડ સ સંગ્રહ ”માં જણાવ્યુ છે.૧૫૦ કાઠીએ વાળાએ સથે ગાઢ સંબંધ ધરાવતા; વાળાઓની એક શાખા કાઠીએમાં ભળી ગઈ છે. બ્રાહ્મણા સેાલકી વંશના ૫ । નાખનાર મૂલરાજે કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, કનેાજ, પ્રયાગ, કાશી, ગૌડ વગેરે પ્રદેશેામાંથી કર્મકાંડી બ્રાહ્માને તેડાવી સિદ્ધપુર, સિહાર, ખભાત વગેરે સ્થળેાએ વસાવ્યા · એવી અનુશ્રુતિ સ્થલમાહાત્મ્યામાં આપેલી છે.૧૫૧ એ ઉપરથી ઉત્તરના બ્રાહ્મણાને ગુજરાતમાં પ્રોત્સાહન મળ્યું હાય એમ લાગે છે. સેાલંકી કાલનાં દાનશાસનેામાં બ્રાહ્મણ જ્ઞાતિના ઉલ્લેખા મળે છે. મૂલરાજના પુરાહિત નાગર બ્રાહ્મણ હતા. નાગરા પરમાર રાજા સીયક ૨ જાનાં વિ. સં. ૧૦૦૫ નાં દાનશાસનેામાં, ઔદીચ્યા ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૦૮૬ ના લેખમાં, મેઢા એ રાજાના વિ. સં. ૧૧૨૦ના દાનશાસનમાં અને રાયકવાલના ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૫૬ ના દાનપત્રમાં ઉલ્લેખ મળે છે.૧૫૨ આમ સૌ પ્રથમ બ્રાહ્મણાની પેટા-જ્ઞાતિએના ઉલ્લેખ જોવા મળે છે ૨
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy