SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નું પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન રાજામાં વસે છે એવા ખ્યાલ પ્રાચીન સમયથી ભારતવર્ષમાં પ્રચલિત હતા તેને હિસ્સો હોઈ શકે. આ રાજાઓ બ્રાહ્મણ, જેન ને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપે ત્યારે ક્ષત્રિય તરીકેનું આચરણ કરીને પૂરા ભારતીય બનેલા જોવા મળે છે. મિહિરે અને દૂના રવીકારમાં એ ઉત્તર-પશ્ચિમ એશિયામાં ગયેલા હિંદુઓ જ સ્વદેશ પાછા ફર્યા છે એવી માન્યતા પણ ભાગ ભજવે છે અને આબુના અગ્નિકુંડમાં પવિત્ર થઈને તેઓ “ક્ષત્રિય” તરીકે બહાર આવે છે, અર્થાત યજ્ઞવિધિ દ્વારા ઉચ્ચ પ્રકારનું ક્ષત્રિય પામે છે. ૨૮ નાંદેદ-ભરૂચના ગુર્જર ક્ષત્રિય તરીકેનો વ્યવહાર કરીને ક્ષત્રિયત્વ પામ્યા છે. બ્રાહ્મણો તરીકે સ્વીકાર આગંતુક ટોળીઓના કેટલાક બ્રાહ્મણ તરીકે પણ પ્રવેશેલા જણાય છે. શકના ધર્મગુરુઓ ને મિહિરકુલના કુષાણ-કનિષ્ક સાથે આવેલા મગને બ્રાહ્મણો તરીકે સ્વીકાર થયેલો જોવા મળે છે. મહાભારત એમને બ્રાહ્મણલક્ષણમાં ઊણા ગણે છે એમ છતાં બ્રાહ્મણ તરીકે નિદેશે છે. રાજતરંગિણીના લેખક કહણ (ઈસ. ૧૧૪ ૮)નાગ પુરોહિતોને બ્રાહ્મણ તરીકે ને નાગરાજ આરતીકને સર્વોત્તમ બ્રાહ્મણ તરીકે ઉલ્લેખ કરે છે. વળી ચિતપાવન, કરાડા, શેણવી બ્રાહ્મણો અને ગુજરાતના નાગર બ્રાહ્મણે પરદેશીઓમાંથી બનેલા બ્રાહ્મણ જણાય છે. જે બ્રાહ્મણ અન્ય જાતિની કન્યાઓને પરણતા તેમના સંતાનને બ્રાહ્મણ તરીકે સ્વીકાર થતે જોવા મળે છે. સ્થાનિક પ્રજામાંથી જરૂરિયાત ઉપસ્થિત થતાં પરશુરામે અને શ્રીરામે બનાવેલા બ્રાહ્મણના ઉલ્લેખ ઘણી બ્રાહ્મણ જ્ઞાતિઓની ઉત્પત્તિ અંગે પરંપરાપ્રાપ્ત ને પૌરાણિક ખ્યાલમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના અનાવળા બ્રાહ્મણો સ્થાનિક પ્રજામાંથી થયેલા મિશ્ર બ્રાહ્મણ જણાય છે. અબ્રાહ્મણ સ્થાનિક લેકે આગંતુક વસ્તીના ધર્મગુરુ તરીકે કામગીરી મેળવીને જતે દિવસે બ્રાહ્મણમાં ગણના પામે એવા ઉલ્લેખ જોવા મળે છે. ૨૯ વૈશ્ય તરીકે સ્વીકાર વેપારવાણિજ્ય કરનાર ઉચ્ચ કારીગર વર્ગોમાં ભળનાર વૈશ્ય તરીકે સ્વીકાર પામે છે ને ખેતી કરનાર વર્ગ “કણબી બને છે. ગુર્જરે જૈન વૈશ્ય ને કણબીઓ તરીકે મોટા પ્રમાણમાં ભળ્યા છે એમ જણાય છે.૩૦
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy