SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું | પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [૩૫ ઐતિહાસિક કાલની જાતિઓ બેબે ગેઝેટિયર દર્શાવે છે તે પ્રમાણે ભારતવર્ષમાં ઈ. પૂ. ૩૨૫ થી ઈ. સ. ૭૧૩ સુધીના સમયાવધિ દરમ્યાન મુખ્ય સાત ટાળીઓએ પ્રવેશ કર્યો છે? બૅટ્રિયન ગ્રીકે ઈપૂ. ૨૫-ઈ. પૂ. ૧૨૫), પહલવો કે પાર્થિયને (ઈ. પૂ. ૧૭૦–ઈ. પૂ. ૧૦૦), શકો (સુ-શકે) (ઈ. પૂ ૧૫૦-ઈ. પૂ. ૧૦૦), યુએચી કે કુષાણે (ઈ. પૂ. ૧૩૦થી), કેદારે કે નાના યુએચઓ (ઈ. સ. ૩૮૦), જુએજુએ કે જુઓ-જુઓ કે અવારો (૫ મી સદીની શરૂમાં), ચેતો કે સફેદ દૂણે કે ખઝર (ઈ. સ. ૪૫૦-ઈ.સ. ૫૦૦), અને તુર્કો (ઈ સ. ૫૫૦-ઈ. સ. ૬૫૦) આગંતુક ટાળીઓ ભારતવર્ષમાં સ્થાનિક વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં સ્વીકાર કેવી રીતે પામે છે એ જાણવું રસપ્રદ થઈ પડશે. સૌ પ્રથમ તો એ યાદ રાખવું જોઈએ કે દરેક આગંતુક ધડું પોતે જ કોઈ એકાદ જાતિ કે વર્ગ કે ટોળી(tribe)નું બનેલું હોતું નથી, પણ એમાં ભિન્ન ભિન્ન વર્ગો, જાતિઓ (નૃવંશે) ને ટોળાઓ (tribes) સામેલ થયેલાં હોય છે. ઈ. પૂ. ૧૫૦-૧૦૦ દરમ્યાન આવેલા ધાડામાં કુષાણની સાથે શકે, સુશકે, અગ્રણી યવને, બૅટ્રિયને (બાલિકે), પાર્થિયને કે પહૂલો અને ક્ષહરાત, મદ્રો અને જત્રિકે કે જાટ લેકે આવ્યા. ઈ. સ. ૪૦૦-૫૫૦ દરમ્યાન પ્રવેશેલા ધાડામાં જુઓ કે જુઓ અવારે,કુષાણો, કેદારે કે નાના યુએચઓ, સફેદ દૂણો કે ખરે અને મિહિરે આવ્યા.૨૨ શરૂમાં મૂળ (મધ્ય એશિયાના) પ્રદેશમાંથી પરિભ્રમણની શરૂઆત કરતી વખતે જ આવું ધાડું ઊંચા ને નીચા વર્ગો તથા ગુલામેનું બનેલું હોય છે. એક તરફથી આગળ જતાં જે જે પ્રદેશમાં આક્રમણ કરીને ધાડું પ્રવેશ કરે છે તે દરેક પ્રદેશમાં આ ધાડામાંથી કેટલાક લકે વસવાટ કરવા માટે રહી પડે છે અને પરિભ્રમણ કરનાર ધાડામાંથી આક્રમક નેતા અને સભ્યોનું વૃંદ આગળ ધપે છે. આમ ધાડું એના પરિભ્રમણના માર્ગમાં ઠેર ઠેર પિતાનામાંથી પાછળ વતી મૂકતું જાય છે. બીજી તરફથી snow-ball પ્રકારની ગતિ પણ જોવા મળે છે.૨૩ આક્રમણ કરીને ધાડું આગળ વધતાં એના માર્ગમાં આવતા પ્રદેશમાંથી સ્થાનિક લેક એને આશ્રય લે છે અને એની સાથે પરિભ્રમણ, આક્રમણ અને આગળ વસવાટ કરવામાં જોડાય છે. આવું જટિલ પચરંગી જાતિઓવાળું ધાડું જ્યાં પીગળે છે ત્યાં સ્થાનિક સમાજના બધા જ વર્ગોમાં પ્રવેશીને ભળી જાય છે. દુષ્કાળ, રાજવંશોની ફેરબદલી ને એવાં પરિબળથી વળી પાછાં સ્થાનિક પ્રજાનાં રથળાંતર ને અન્ય પ્રદેશમાંથી પ્રજાનાં
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy