________________
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[w
ચરાતરની જમીન ધણી રસાળ અને ફળદ્રુપ છે. સિંચાઈની સગવડ વધતાં ત્યાંની ધરતી બારે માસ લીલીછમ રહે છે. ચરાતરની ગારાડુ જમીનમાં તમાકુના ઘણા પાક થાય છે. તમાકુ ઉપરાંત ડાંગર, બાજરી, કઠોળ, કૈાદરા, તલ, કપાસ વગેરેના પાક થાય છે. ફળ અને શાકભાજી પણ સારા પ્રમાણમાં થાય છે. અહીંના પાટીદાર ખેતીના તથા પશુપાલનના ધંધામાં ધણા કુશળ છે. શિયાળા ખુશનુમા છે તે ચોમાસામાં મધ્યમસરના વરસાદ પડે છે. અનુકૂળ આાહવાને લઈ તે અહી વસ્તી ગીચ છે. મહી નદીના મુખ આગળ આવેલુ ધુવારણ ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત-મથક છે. ખભાત અકીક અને હાથવણાટના જરીકામના ઉદ્યોગ માટે આજે પણ જાણીતું છે. ખંભાત પાસે લુણેજમાં ખનિજ તેલ અને કુદરતી ગૅસ મળેલ છે. સેવાલિયામાં કપચી, સિમેન્ટ અને સૂતા બનાવવાને ઉદ્યોગ છે. મહી નદી પર વિશાળ બંધ બંધાતાં ચરોતરના ધણા ભાગમાં સિંચાઈની સગવડ વધી છે. મહીના દક્ષિણુકાંઠા પાસે આવેલા વાકળ પ્રદેશની જમીન પશુ ગારાડુ અને રસાળ છે. અંકલેશ્વરની આજુબાજુ ખનિજ તેલનેા ભ'ડાર મળ્યા છે. વડાદરા અને ભરૂચમાં કાપડની મિલે છે. લાકડા અને લાખની પેદાશવાળા પ્રદેશમાં આવેલા સ'ખેડાનું લાકડા પરનુ` ખરાદીકામ જાણીતું છે. વડાદરામાં રસાયણા, દવા, ખાતર વગેરે અનેક પ્રકારના ઉદ્યોગ પણ ખીલ્યા છે.
૧૯ ]
ઢાઢર અને કીમ નદીની વચ્ચે કાનમને પ્રદેશ આવેલાં છે. ત્યાંની જમીન કાળી અને કસવાળી છે. અહી વરસાદ પૂરતા અને નિયમિત પડે છે. ગુજરાતમાં સહુથી વધુ અને સારી જાતના કપાસ અહીં પાકે છે. અહી ઠેર ઠેર કપાસ લેાઢવાનાં જિન છે. વળી ડાંગર, તુવેર અને તમાકુ પણ થાય છે. નદીના ભાઠાની જમીનમાં શાકભાજી સારાં થાય છે, જ્યારે સમુદ્ર કાંઠા નજીકના ‘બારા' પ્રદેશમાં ધઉં સારા થાય છે.
દક્ષિણુ ગુજરાતની જમીન કાળી અને કાંપવાળી છે તે ખેતીવાડી માટે ધણી અનુકૂળ છે. અહીં વરસાદ પણ ઘણા પડે છે, આથી આ પ્રદેશમાં ડાંગર અને શેરડીના પાક પુષ્કળ થાય છે, ઉપરાંત કપાસ અને જુવાર પણ સારાં પાકે છે. અહી` આંબા, કેળ અને ચીકુની વાડીઓ આવેલી છે. દક્ષિણ ગુજરાત લીલીછમ વાડીઓના પ્રદેશ છે. નહેરેની સગવડ થતાં એની ફળદ્રુપતામાં વધારે થતા રહે છે. એમાં તાપી નદી પરના કાકરાપાડાના બંધ ખાસ નોંધપાત્ર છે. શેરડીના પાકને લઈને અહી ગાળ બનાવવાનાં કાલુ અને ખાંડ બનાવવાનાં કારખાનાં પણ છે. ખેતીવાડીમાં અહીંના અનાવળા બ્રાહ્મણા ઘણા કુશળ છે,