SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦] ઇતિહાસની પૂર્વભૂમિકા કપૂરા” કહ્યું છે.૭૨૧ આ પુર વડું મથક હોય તેવા કાપૂર આહારને ઉલ્લેખ લહરાત ક્ષત્રપ નક્ષાનના સમયના ઈ. સ. ૧ લી સદી જેટલા જૂના સમયને જાણવામાં આવ્યો છે. કપૂરા” તરીકે આ આજે સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલું છે. કવરિકા અને સુહિલા : રાષ્ટ્રકૂટવંશના ધ્રુવ રજાના ઈ. સ. ૮૮૪ ના દાનશાસનમાં કવરિકાને “આહાર-વિષય તરીકે અને “હિલાને વિષયતરીકે નિર્દેશ થયેલો છે.૨૨ ઉપર “કંતાર ગ્રામના વિષયમાં જણાવ્યું છે તેમ કતારગ્રામ-આહાર-વિષયનું પૂર્વનું નામ “કચરિકાહારવિષય હતું,૭૨૩ પરંતુ વરિકા નગરસંસા અને કાંતારગામ નગરસંસા એક ન હોય; અને ઓલપાડ તાલુકામાં કમરેલી (શક્ય મૂળ : સં. જારીદિવ>પ્રા, જવરબ્રિા >અપ. વઝિયા) મળે છે એની ઓછી શક્યતા નથી. “મુહિલા વિષયનું વડું મથક “મુહિલાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાનું સેલી’, અથવા કદાચ નિઝર તાલુકાનું “સુલવાડે હેય. વિજયપુરઃ લાટના ચાલુક્યવંશના વિજયરાજના ઈ. સ. ૬૪૪ ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં વિજયપુરમાં છાવણી હેવાનું મળે છે. ૨૪ મિરાશી પંચમહાલના “વિજાપુર” કે જૂના વડોદરા રાજ્યના વિજાપુર(ઉત્તરગુજરાતમાં મહેસાણા તાલુકાના)ની સંભાવના કરે છે. એ કરતાં હરિપ્રસાદ શાસ્ત્રીએ કંકણના શિલાહારીના માંડલિક વિજલે વસાવેલું સંજાણનું જ એ નામનું પરું હેવાની સંભાવના કરી છે તે વધુ સારી લાગે છે.૨૪ નવસારિકા-નાગસારિકાઃ જૂનામાં જૂને પહેલે ઉલ્લેખ તેલેમીને નૌસારિપા” કહી શકાય.૨૫ આમિલેખિક ઉલેમાં ચાલુકયરાજા શ્વાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૭૧ ને દાનશાસનમાં “નવસારિકાના નિવાસી બ્રાહ્મણને “નવસારિકામાં દાન આપ્યાનો ઉલ્લેખ અને અવનિજનાશ્રય પુલકેશીના ઈ. સ. ૭૩૧-૩૨ ના દાનશાસનમાં એણે “નવસારિકા મેળવવા આવેલા તાજિક (અરબો)ને હઠાવ્યાને ઉલ્લેખ એ જૂના છે. જરા ઉત્તરકાલના રાષ્ટ્રકૂટવંશના કર્કરાજ સુવર્ણવર્ષના ઈ. સ. ૮૨૧ ના દાનશાસનમાં નાગસારિકા વિભાગના સૂચનમાં “નાગસારિકા' કહેવામાં આવેલ છે; સેલંકી કાલમાં પણ કર્ણદેવના સમયના ઈ. સ. ૧૦૭૪ ના દાનશાસનમાં લાટ દેશાંતઃપાતી નાગસારિકામાં મંડલેશ્વર દુર્લભરાજની સત્તા કહી છે.૭૨૭ આ “નવસારિકા-નાગસારિકા તે પૂર્ણા નદીના દક્ષિણ કાંઠા ઉપર વલસાડ જિલ્લાના નવસારી તાલુકાનું વડું મથક “નવસારી” છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy