SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] ઈતિહાસની પૂર્વભૂમિકા આવ્યા હતા, તે ઈ. સ. ૧૪૨૩ માં અહમદશાહને માનપાત્ર ગુણરાજ સંધ કાઢી મહુવા, પ્રભાસ, માંગરોળ, જૂનાગઢ વગેરે થઈ સ્વનગર “કર્ણાવતી'માં આવી પહોંગ્યો હતો.પપર અહીં એ નોંધવું જોઈએ કે દેવચકે દિગંબર સંપ્રદાયના દક્ષિણમાંથી આવેલા કુમુદચંદ્રને વિવાદમાં પરાજ્ય કર્યાના પ્રસંગના સંદર્ભમાં “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ” નાટક (૧૨ મી સદી) આશાપલ્લી' નામ પ્રયોજે છે, જ્યારે પ્રભાવકચરિત (ઈ.સ. ૧૨૭૮) અને પ્રબંધચિંતામણિ (ઈ.સ. ૧૩૦૫) કર્ણાવતી’ નામ પ્રયોજે છે. ૫૨ એ પરથી પછીની સદીથી આ બે નગરીઓ એકબીજા સાથે એકાકાર થઈ ગઈ હોવાનું અને તેથી હવે બે નામ પર્યાયવાચક બની ગયાનું સચિત થાય છે. અહમદશાહે ઈસ. ૧૪૧૧માં સાબરમતીને પૂર્વ કાંઠે અમદાવાદ વસાવ્યું તે આસાવલની ઉત્તરે વસાવેલું, જેમાં આગળ જતાં આસાવલને રાયખડ-આસ્તડિયા-જમાલપુરને ભાગ સામેલ થઈ ગયો. પાટલનગર-વાડવનગર: આવું એક નગરનામ પદ્મપુરાણના “સાભ્રમતીમાહાઓમાં સાબરમતી નદીને કાંઠે હોવાનું કહ્યું છે. ૫રમાં અમદાવાદને સામે કાંઠે દૂધેશ્વરના સામે આરે આવેલા જૂના વાડજ ગામની સંભાવના કરી શકાય. ગયગાડ: સ્કંદપુરાણમાં “ગયત્રાડ નામના એક ગામને નિર્દેશ થયેલ છે, જ્યાં “ગયત્રાડ નામની દેવીનું સ્થાનક કહ્યું છે.૫૫૩ સ્કંદપુરાણના કૌમારિકાખંડને આ નિર્દેશ હાઈ એ જૂના ખેટકવિષયનું સ્થાન હોઈ શકે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં “ગતરાડ' ગામ છે તે આ હેવાની પૂરી શક્યતા છે. “ગાતરાડ' કેટલાંક વણિક કુટુંબોમાં તેમજ અન્ય કામોમાં પણ ઇષ્ટદેવી તરીકે પૂજાય છે. ગતરાડનાં લલિતામાતા’ રાયકવાળ બ્રહ્મણનાં કુળદેવી છે, જે, હકીકતે, અન્યત્ર “ગાતરાડ' તરીકે પૂજાય છે. કાશહદઃ આ સંજ્ઞાને નગર તરીકે જાણવામાં આવેલે પહેલે ઉલ્લેખ મિત્રવંશના ખરગ્રહ ૧ લાના ઈ.સ. ૬૧૬ના અને વિષય તરીકે ધરસેન ૩ જાના ઈ.સ. ૬૨૪ના કાસીંદરા-દાનશાસનને છે; એક ધ્રુવસેન ૩ જાના (ઈ.સ. ૬૫૦-૫૧ના લાગતા) દાનશાસનનો છે, જેમાં એને વહીવટી વિભાગ તરીકે નિર્દેશ થયો છે.૫૫૪ રાષ્ટ્રકૂટવંશના મુવ ર જાના (ઈ.સ૮૩૫ના) દાનશાસનમાં કાશહદ દેશ’ના એક ગામનું દાન અપાયું બતાવ્યું છે; કૃષ્ણ ૨ જાના દાનશાસન (ઈ.સ. ૧૦-૧૧)માં ખેટક “હર્ષ પુર” અને “કાશ હદ એ ત્રણ પ્રદેશને સાથેલો નિર્દેશ છે.પપપ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy