SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની પૂર્વભૂમિકા ts. ઉપર આવેલા સપ્તર્ષિના આરા પાસેથી મળેલા એક ખંડિત શિલાલેખમાં કર્ણાવતી’ને ઉલ્લેખ થયેલે જાણવામાં આવ્યો છે.૫૪ર પશ્ચિમ કાંઠા ઉપર આવેલા કેચરબ અને પાલડી વચ્ચે રસ્તે કરવા ખોદવામાં આવેલા ટીંબાઓમાંથી અનેક પ્રાચીન શિલ્પમૂર્તિઓ નીકળેલી અને કેચરબ” માં કે છરબા દેવીનું નામ જળવાયું છે એ પરથી જૂના “આસાવલીની દક્ષિણ-પશ્ચિમે નદીને પૂર્વે કાંઠે સપ્તર્ષિના આરાની આસપાસ કર્ણાવતી’ વસાવી હશે ને નદીને પશ્ચિમ કાંઠે આવેલ કોચરબ-પાલડીના વિસ્તારને પણ એમાં સમાવેશ થતો હશે એવું ફલિત થાય છે. વિવિધતીર્થકલ્પમાં જોવા મળે છે કે અલાઉદ્દીન સુલતાનને નાને ભાઈ ઉલુખાન દિલ્હીથી માધવ મંત્રીની પ્રેરણાથી ગુર્જરધરા ઉપર ચડી આવ્યો અને હમ્મીર યુવરાજ “વગડદેશ (ડુંગરપુર વાંસવાડાને પ્રદેશ) અને “મુહડાસય” (મોડાસા) વગેરે નગરે ભાંગી “આસાવલ્લીમાં આવી પહોંચ્યું; એ સમયે કર્ણ વાઘેલે નાઠે; હમ્મીર યુવરાજ સોમનાથને લિંગભંગ કરી, વામનસ્થલી' જઈ “સેર માં આણ પ્રસરાવી, “આસાવલ્લીમાં આવી રહ્યો.૫૪૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં દેવાચાર્ય નામના જૈન આચાર્ય “કર્ણાવતીના સંઘની વિનંતિથી “કર્ણાવતી’ ગયા, ત્યાં ચાતુર્માસ કર્યું ત્યાં નેમિનાથના દેરાસરમાં વ્યાખ્યાન કર્યું, ત્યાંથી છેક માલવદેશમાં જઈ “ગૂર્જરત્રા (ગુજરાત)માં આવ્યા ને કમે આસાપલ્લીમાં આવી પહોંચ્યા; એ રીતે ‘આસાપલ્લી' સૂચિત થઈ છે.૫૪૪ બીજે સ્થળે કહ્યું છે કે મરુસ્થલીના જાબાલિપુર નજીકના “વાઘરા’ ગામને શ્રીમાળી વણિક ઉદયન કર્ણની ખ્યાતિ સાંભળી “આશાપલ્લીમાં પોતાના બાહડ અને “ચાહડ' નામના બેઉ પુત્રો સાથે આવી રહ્યો; વળી એક કઈ રામતી છિપિકાએ ગુરુની સંનિધિમાં આગમમાં કહેલાં બત્રીસ વ્રત “આશાપલ્લીમાં આચર્યાં હતાં એ રીતે આશાપલ્લીને નિર્દેશ થયો છે. ૫૪૫ પ્રભાવક ચરિતમાં કર્ણાવતી'માંથી જૈનયાત્રા નીકળ્યાનું અને એના આગેવાન દેવસૂરિ હોવાનું સંક્ષેપમાં કહ્યું છે,પ૪ જેને વિસ્તાર, ઉપર સૂચિત થયે તેમ, પુરાતનપ્રબંધસંગ્રહમાં છે. પ્રબંધચિંતામણિમાં ઉદયન વેપાર માટે કર્ણાવતી’ આવ્યા પછી મંત્રીપદે પહોંચ્યાનું કહી એણે કર્ણાવતી'માં ઉદયનવિહાર રચ્યાનું નોંધ્યું છે.૫૪૭ દિગંબર સંપ્રદાયને કુમુદચંદ્ર વાદ કરવાને કર્ણાટકમાંથી કર્ણાવતી’ આવ્યો હતો; દેવસૂરિ ત્યારે ત્યાં ચાતુર્માસ હતા; એમના કથનથી વાદ, પછી, “શ્રીપત્તન. (અણહિલપુર)માં સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં થયો હતો.૫૪૮ આ. હેમચંદ્ર દેવચંદ્રાચાર્યની સાથે ધંધુકાથી નીકળી શિષ્ય થવા પ્રથમ કર્ણાવતી’ આવ્યા હતા
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy