SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે [૩૧ છે,૪૭૪ પરંતુ સોલંકી રાજ કુમારપાલના સમયની ઈ.સ. ૧૧૫રની વડનગરપ્રશસ્તિમાં આનંદપુર ઉપરાંત “નગર” નામ પણ અપાયું છે. ૪૭પ વીસલદેવના માનીતા કવિ નાનાકની પ્રશસ્તિ નં. ૧ માં “નગરને અને નં. ૨ (ઈ.સ. ૧૨૭૧-૭૨)માં એને માટે આનંદપુરને નિર્દેશ છે. ૪૭૬ પરમાર સીયક ૨ જાનાં ઈ. સ. ૯૪૯ નાં દાનપત્રોમાં આનંદપુરીય નાગર પ્રતિગ્રહીતાઓનો ઉલ્લેખ છે. ૪૭૭ નાગરખંડમાં પણ આ નગરને માત્ર “નગર” તરીકે પણ નિર્દેશ થયેલો છે.૪૭૮ વળી ત્યાં આ નગરને “કંદપુર અને સાથે સાથે “ચમત્કારપુર” પણ, કંદ-કાર્તિકેયની કથા સાથે જોડી, કહેવામાં આવ્યું છે. ૪૭૯ કારણ તદન સ્પષ્ટ છે: વડનગરમાંના વિશાળ તળાવના ઉત્તર કોઠે એક અખંડ અને બીજું ભગ્ન દશામાં એમ બે, સ્થાપત્યના નમૂનારૂપ, તેરણ સચવાઈ રહ્યાં છે તેઓમાં મથાળે કેન્દ્રમાં કાર્તિકેયની મૂર્તિઓ છે, એ ઉપરથી પૌરાણિક અનુશ્રુતિમાં “સ્કંદ (કાર્તિકેય)ને સંબંધ જોડવામાં આવ્યો લાગે છે. નાગરખંડ પ્રાચીન નથી, પણ રમણલાલ ના. મહેતાના સચવ્યા પ્રમાણે એ ખંડ ૧૬ મી–૧૭ મી સદીથી જની રચના નથી,૪૮૦ એટલે આવી અનુકૃતિને ઊભી થવામાં સરળતા સહજ છે. જૈન નિર્દેશ પ્રમાણે જમીનમાર્ગે એ વેપારનું મોટું મથક હોવાને કારણે “સ્થલપત્તન કહેવાતું હતું.૪૮ બૃહત્કલ્પસૂત્રના ટીકાકાર ક્ષેમકીર્તિએ એને ઈટાને કે હેવાનું નેધ્યું છે.૪૮૨ આનંદનગરનું એક નામ “અકસ્થલી” પણ હતું, તે એને અન્યત્ર “કાલનગર” પણ કહેવામાં આવતું હતું. ૪૮૩ આ આજનું વડનગર મહેસાણું જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું હાટકેશ્વરતીર્થ છે. ગંભૂતા ઃ આને જાણવામાં આવેલું જૂનામાં જૂને આભિલેખિક ઉલ્લેખ મૂલરાજ ૨ જાના ઈ. સ. ૧૧૭૬ ના દાનશાસનને છે,૪૮૪ જેમાં ગંભૂતાપથક તરીકે દેશ-વિભાગ લેખે સચિત થયા છે. આપવામાં આવેલી જમીન ધરાવતાં ગામ આ વિષયના કહ્યાં છે. એ પછી ઉલેખ શ્રીમજયંતસિંહ યાને અભિનવ સિદ્ધરાજના ઈ. સ. ૧૨૨૪ ના દાનશાસનમાં છે, જેમાં “વહિંપથક અને “ગંભૂતાપથકી સાથેલગા અપાયા છે.૪૮૪માં આનાથી પૂર્વ સાહિત્યિક ઉલ્લેખ હરિભદસરિના નેમિનાથચરિઉની પ્રશસ્તિમાન ઈ. સ. ૧૧૬૦ નો છે, જેમાં વિમલ મંત્રીના પૂર્વજે નિર્ધનતાને કારણે શ્રીમાલનગર છેડી “ગંભૂતામાં આવી વસ્યા કહ્યા છે. હરિભદ્રસૂરિનાં ચંદ્રપ્રભચરિત (ઈ. સ. ૧૧૬૭) અને મલ્લિનાથચરિતની પ્રશસ્તિએમાં પણ એણે આ વાત નેધી છે.૪૮૫ આ ગંભૂતા” એ આજનું “ગાંભુ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy