SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. નગર-તળને। આરંભ થાય છે, જે સહસ્રલિંગ સરની સમાંતર પૂર્વ-પશ્ચિમ પથરાયેલુ પડયું હતું. અત્યારે આ વિસ્તારના એક નાના ભાગમાં ‘અણહિલ્લપાટક’ની સ્મૃતિ જાળવી રાખતું નાનું અનાવડા’ ગામ બચ્યુ છે. આ. હેમચંદ્રની જ્ઞાનશાળા એ નગરના દક્ષિણ ભાગે હતી, જ્યાં આજે કોઈ મકરબાનું સ્થાન છે. નગરના પૂર્વ ભાગ માતાના મંદિરવાળેા ઠીક ઠીક સચવાયેલા છે. રાણીની વાવ ઈશાન ખૂણાની વસાહતાના ખ્યાલ આપે છે. પ્રશ્ન ચિંતામણિએ ભીમદેવ ૧ લા ની રાણી ઉદ્દયમતીએ શ્રીપત્તનમાં સહસ્રલિંગ સાવરથી પણ ચડિયાતી નવી વાવ કરાવ્યાનું નોંધ્યું છે૪૪૮ તે આ વાવ. સિદ્ધરાજે સહસ્રલિંગ સરાવર સરસ્વતીને પ્રવાહવાળી લઈ તૈયાર કરાવડાવેલું એ વિશે શ્રીપાલ કવિએ પ્રશસ્તિ રચેલી તે ત્યાં પથ્થર ઉપર અંકિત કરવામાં આવેલી, આ પ્રશસ્તિનું શોધન આ. હેમચંદ્ર શિષ્ય રામચંદ્રને સોંપેલું..૪૪૯ અણહિલ્લપુરને એની ઉત્તર બાજુએ આ સરાવર મેાટા વિસ્તારમાં અનેક નાનાં મેટાં શિવાલયેા વગેરેથી પ્રબળ શાભા આપનારું હતું. અણહિલ્લપુરની ઉત્તર બાજુની દીવાલના અવશેષ આજે જોવા મળતા નથી, પરંતુ દક્ષિણ બાજુની પૂર્વ-પશ્ચિમગામિની દીવાલના ભગ્નાવશેષ સીધી લીટીએ લાંબે સુધી જોવા મળે છે. આજના પાટણનું ભૂમિતળ મુસ્લિમ સત્તાના સ્થાપનથી આબાદ થયું હતું. અત્યારે આ નગર મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાનુ વડું મથક છે. શ્રીસ્થલ : પિ ંડનિયુÖક્તિ પરની મલયગિરિની ટીકામાં એક ‘શ્રીસ્થલક’ નામના નગરના નિર્દેશ છે, જ્યાં ભાનુ નામના રાજા હતા. એના મેદકપ્રિય કુમાર સુરૂષને વૈરાગ્ય થતાં સમ્યગ્નાન-દર્શન-ચારિત્ર્ય સાંપડયાં હતાં અને એ કેવલજ્ઞાન પામ્યા હતા.૪૫૧ ઉતર ગુજરાતનું સિદ્ધપુર શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું છે. સે।લંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં સરસ્વતી નદી અને રુદ્ર-મહાલય(રુદ્રમાળ)ના સંદર્ભ સાથેના ઉલ્લેખ થયે છે.૪૫૨ શ્રીસ્થલક' સિદ્ધપુર હાવાનું નિઃશંક છે, પરંતુ ધર્મારણ્યમાહાત્મ્યમાં જે ‘શ્રીક્ષેત્ર' છે તે આજના અમદાવાદના નજીકના ‘સરખેજ' માટે પ્રયુક્ત થયું લાગે છે.૪૫૩ પ્રભાવકચરિતમાંના ‘વિજયસિંહસૂરિચરિત'માં જિતશત્રુ રાજા ‘પ્રતિષ્ઠાન’નગરથી નીકળી ‘સિદ્ધપુર'માં થોડા સમય રોકાઈ કાર્િટકા નામના નગરમાં ગયા. એમ કહ્યું છે તે આ જ ‘સિદ્ધપુર' છે એમ કહેવુ મુશ્કેલ છે;૪૫૪ પ્રશ્નચિંતામણિમાં સિદ્ધરાજે રુદ્રમહાકાલપ્રાસાદ કરવાના ઉપક્રમ કર્યાં છે તે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy