SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ઇતિહાસ પૂર્વભૂમિ વાગડ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ત્યાંથી એ પાલ અને માળમાં થઈ ચરોતરમાં વહે છે. દરમ્યાન પૂર્વમાંથી ભાદર, અનાસ, પાનમ, મેસરી વગેરે નદીઓ મહીને મળે છે. જનડ(તા. વાડાસિનેર)થી સહેજ વળાંક લઈ મહી નદી દક્ષિણપશ્ચિમ બાજુ વાંકીચૂકી વહે છે. વનેડાથી મહી નદીને પટ વિશાળ થતો જાય છે. ઠાસરાની નજીકમાં ગળતી નદી મહીને મળે છે ત્યાં ગળતીશ્વરનું તીર્થ આવેલું છે. ખંભાતના અખાતમાં ભરતી આવે છે ત્યારે એનાં પાણી વહેરાખાડી સુધી ધકેલાય છે. એની દક્ષિણે વાસદ આવેલું છે. બામણગામગંભીર આગળ નદી પશ્ચિમ તરફ વળાંક લે છે. ધુવારણુ પાસે મહી નદી મહીસાગર’ બને છે ને ખંભાતના અખાતને મળે છે. મહી–સાગર સંગમ પાસે ઉત્તરમાં ખંભાત અને દક્ષિણમાં કાવી બંદર આવેલાં છે. મહી નદીની કુલ લંબાઈ ૪૮૦ થી ૫૬૦ કિ. મી.(૩૦૦ થી ૩૫૦ માઈલ)ની છે. વહેરાખાડીથી ખંભાતના અખાત સુધીને ૮૦ કિ. મી.(૫૦ માઈલ)ને પટ “મહીસાગર' કહેવાય છે, એ ૫ટ આશરે લગભગ એક કિ. મી. (આશરે અર્ધી માઈલ) પહોળો છે. મહી નદીના કાંઠા ઉપર મોટાં, પહોળાં, ઊંડાં અને ભયાનક કોતરે પડેલાં છે. ચોમાસામાં એનાં પાણી ઘડાવેગે ડતાં હોય છે. ગુજરાતની મોટી નદીઓમાં નર્મદા અને તાપી પછી મહી નદી આવે છે, પછી સાબરમતી ને પછી વાત્રક. મહી-નર્મદા વચ્ચેનો પ્રદેશ પણ ફળદ્રુપ છે. આ પ્રદેશમાં કેટલીક નાની નદીઓ વહે છે. પાવાગઢના ડુંગરમાંથી નીકળી વડેદરા પાસેથી વહેતી વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે. એની દક્ષિણે આજવા (વાડિયા મહાલ) પાસે લગભગ ૬.૫ કિ. મી. (૪ માઈલ) લાંબુ અને ૫ કિ. મી.(૩ માઈલ) પહેલું સરોવર આવેલું છે. ઢાઢર નદી ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબી છે, એ જંબુસરની દક્ષિણે થઈ મહીના મુખની દક્ષિણે ૩૨ કિ. મી. (ર૦ માઈલ) પર ખંભાતના અખાતને મળે છે. છોટાઉદેપુર તરફથી એર નદી જબુગામ પાસે થઈ સંખેડા તરફ વહે છે ત્યાં ઊંછ નદી એને મળે છે. સંખેડાથી દક્ષિણે જતાં હિરણ નદી ઓરમાં મળે છે ને ત્યાંથી આગળ જતાં ચાંદેદ-કરનાળી વચ્ચે એર નદી નર્મદાને મળે છે. એને “ઓરસંગ પણ કહે છે. ભરૂચથી ૨૪ કિ. મી. (૧૫ માઈલ) પશ્ચિમે ભૂખી નદી નર્મદાના મુખને મળે છે. નર્મદા એ ગુજરાતની સહુથી મોટી નદી છે. વિંધ્ય પર્વતમાળાના અમરકંટક ડુંગરમાંથી નીકળતી સેવા અને સાતપૂડા પર્વતમાળાના મેકલ પર્વતમાંથી નીકળતી નર્મદા માંડલા નજીક મળે છે. આ નદી લગભગ ૧,ર૦૦ કિ. મી. (૮૦૦ માઈલ)
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy