SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભૌલિક ઉલે t૩૪૭ એની પૂર્વ આવ્યો કહેલા ઉગ્રસેનગઢ-અંગારગઢ-જુદુગ્ગ(સં. ગૂગયુ)ના સ્થાનના નિર્ણયથી થઈ શકે. જૂનાગઢના પૂર્વ ભાગે આવેલા “ઉપરકેટમાં જૈન દેવાલયને કઈ સગડ મળ્યો નથી; સંભવ છે કે બધું નષ્ટ થયું હોય. દેરાસર બે છે તે ઉપરકોટ નજીક જગમાલ ચોકમાં છે. એની પૂર્વ દિશાએ આવેલા “ઉપરકોટ'ને “ઉગ્રસેનગઢ’ કહીએ તો “તેજલપુર” આજના જૂનાગઢના તલ ઉપર વસાવ્યું હોવાનું સંભવે એ અસંભવિત લાગતું નથી. ઉપરકોટનાં જાણીતાં નામ બંગારગઢ અને કુળદુ (સં. નૂર્ણ, પાછળથી નીર્ણયુ) બરબર બંધ બેસી જાય છે. એ જૂને ગઢ પછીથી તેજલપુરને માટે પ્રયુકત થતાં કિલ્લો’ ‘ઉપરકોટ” કહેવાય અને નગર જ જૂનો ગઢ' કહેવાયું. અહીં નોંધવા જેવું તો એ છે કે ઋદમાં જે કર્મચન્તીને કિલ્લા તરીકે નિર્દેશ શક્ય છે તે કદાચ આ હોય.૨૭૭માં એવી કોઈ પ્રાચીનતાની પરંપરાએ એને “ઉગ્રસેનગઢ', ભેજરાજ ઉગ્રસેને કરેલા તરીકે, કહેવામાં આવ્યો હોય. વામનનગર–વામનસ્થલીઃ આજના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે બારેક કિ. મી. (આઠ માઈલ) ઉપર ઉબેણ નદીને પૂર્વ કાંઠે આવેલું વંશળી–સોરઠ જૂના સમયમાં સ્કંદપુરાણમાં “વામનનગર તરીકે નોંધાયેલું છે; એને વસ્ત્રાપથક્ષેત્રમાં એની પશ્ચિમ સીમાએ કહેવામાં આવ્યું છે.૨૭૭ ત્યાં સેંધાયેલી અનુશ્રુતિ પ્રમાણે વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવી વસ્યા હતા. એનાં “વામનનગર” અને “વામનપુર એમ બેઉ પ્રકારનાં નામ ત્યાં જોવા મળે છે, પરંતુ નગરનામના મૂળની સ્વાભાવિકતા જોઈતી હોય તો વનસ્થલિકા વધુ બંધ બેસે. “સ્થલી વહીવટી વિભાગ તરીકે હેવાનો ખ્યાલ “વનરથલીમાં હોવાની હરિપ્રસાદ શાસ્ત્રીની સંભાવના આને બળ પૂરે છે. ૨૭૮ આ ગામમાં પ્રાચીન અવશેષો કેટલાક જળવાઈ રહ્યા છે; ત્યાં વામન ભગવાનનું મંદિર પણ જળવાયેલું છે. જૂનાગઢના ચૂડાસમાએનું એ ઘણું સમય સુધી પાટનગર રહ્યું હતું. અભિલેખમાં કુમારપાલના સમયના ઈ. સ. ૧૧૪૬ ના માંગરોળ-સોરઠની સોઢળી વાવમાં સચવાયેલા, સૌરાષ્ટ્રના નાયક મૂલુક ગૃહિલના અભિલેખમાં “વામનસ્થલી' તરીકે એ સૂચવાયેલું છે.૨૭૯ ભીમદેવ ૨ જાના સુરાષ્ટ્રમંડલના “વામનસ્થલીમાં ઈ. સ. ૧૨૧૦ માં સોમરાજદેવ શાસક હેવાનું મળે છે,૨૮૦ તે ઈ. સ. ૧૨૯૦માં ત્યાં સારંગદેવ વાઘેલાની સત્તા નિરૂપાઈ છે, જ્યાં “વામનપુર” નામ પણ અપાયું છે;૨૮૧ એ “વામનસ્થલી” ઉપર વાઘેલા રાજા વિરધવલે પિતાના રાજ્યારોહણ પછી તરત જ ચડાઈ કરી હશે એવું એ અભિલેખના સંપાદક દત્તાત્રેય બા. ડિસકળ કરે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy