SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦] ઈતિહાસની પૂર્વભૂમિકા [. રામાયણના કિકિંધાકાંડમાં, હરિવંશના ભવિષ્યપર્વના પ્રક્ષિપ્તશમાં અને મત્સ્યપુરાણમાં “વરહ' પર્વતની નજીક નરકની રાજધાની પ્રાતિષને નિર્દેશ થયેલે મળે છે.૨ ૧૭ કિકિંધાકાંડ પશ્ચિમના દેશોને ખ્યાલ આપતાં આને સમાવેશ કરે છે કે જેમાં “સુરાષ્ટ્ર બાલીક “શરાભીર વગેરે દેશ શરૂઆતમાં સૂચવાયા છે. ૨૫૮ એ ખરું છે કે કાલિકાપુરાણ જે પ્ર તિષની વાત કરે છે તે આસામનું છે,૨૧૯ પણ કાલિકાપુરાણ કરતાં પૂર્વના ગ્રંથનું પ્રમાણ્ય વધુ કહી શકાય. એ સંભવિત છે કે આસામમાં પણ પાછળથી પ્રાતિષપુરની નવી વસાહત અસ્તિત્વમાં આવી હોય અને પહેલું ભુલાઈ જતાં મોડેનાં પુરાણમાં આસામનું ઉલ્લિખિત થયું છે. તેથી જ સામાન્ય રીતે વિદ્વાન આસામમાં આજના ગોહીના સ્થાન ઉપર એ હેવાનું કહે છે.૨૨૦ ઉપરના ભિન્ન ભિન્ન નિર્દેશને ખ્યાલમાં લેતાં આપણને ત્રણ પ્રાતિષપુરી મળે છે : એક ઉત્તરનું, બીજું પશ્ચિમનું અને ત્રીજું પૂર્વનું. જુદે જુદે સમયે આવાં એક જ નામ ધરાવતાં ત્રણ નગર અસ્તિત્વમાં હોય તે એમાં આશ્ચર્ય જેવું નથી. આમાં સભાપર્વને નિર્દેશ ભગદત્તને પશ્ચિમ દિશાને રક્ષક કહેતે હેઈ અને કિર્કિંધાકાંડને નિર્દેશ એને બળ આપતો હોઈ અર્જુનના દિગ્વિજયવાળે નિર્દેશ શિથિલ બની રહે છે. ઉચ્ચ વિવેચનના સિદ્ધાંત વિચારતાં સભાપર્વમાં ચાર દિશાઓના વિજયના સાડાસાત અધ્યાય અને એવા જ પ્રકારના, રાજસૂયયને અંતે ઉપાયન અર્પવા આવેલા ભિન્ન ભિન્ન દેશના લોકેને લગતા બે અધ્યાય, ઉપાખ્યાનની જેમ, પાછળથી ઉમેરાયેલા કહી શકાય એમ છે. હરિવંશના પ્રમાણિત ભાગનું દર્શન કરતાં માલૂમ પડી આવે છે કે હારને જે દાન વિઘ કરતા હતા તેઓમાં નરક નામને દાનવ પણ એક હતા. પ્રાતિષપુરને એ રાજા સાગર ઉપર પ્રભુત્વ ધરાવતો હતો અને ભારે ઉપદ્રવ કર્યા કરતા હતા, શ્રીકૃષ્ણ એના પ્રદેશ ઉપર ચડાઈ કરીને એને વધ કર્યો,૨૨૧ અને એ સાગરના મધ્યમાં.૨૨ આમ દ્વારવતીથી બહુ દૂર નહિ તેવું સ્થાન અને એ સ્થાનને સમુદ્ર સાથે નિકટતાને સંબંધ ધ્યાન ખેંચે છે. ડિલરરાય માંકડે સૂચન કર્યું છે કે પ્રાતિષપુર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગેપના ડુંગર પાસે–અત્યારે જ્યાં ગુપ્તકાલનું પ્રાચીન દેવાલય ઉભું છે તે સ્થાનના પટ ઉપર–હતું; વી. બી. આઠવલેએ પણ એ બાજ ધ્યાન ખેંચ્યું છે. ૨૩ ઉદ્યોગપર્વમાં પ્ર તિષદુર્ગ” કહેલ છે૨૨૪ એટલે એ કોઇ પર્વતીય દુર હોવાની સંભાવના છે. આવું સ્થાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શોધવા જઈએ તો કાંતો ઉજજયંતાગિરનાર)ની તળેટીને “ઉગ્રસેનદુર્ગ” (વિવિધતીર્થકલ્પમાને “ઉગ્રેસેહગઢ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy