SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [, પુરાણમાં એ જોવામાં નથી આવતું; એક યોજનના પ્રમાણનું આ ક્ષેત્ર ત્યાં કહ્યું છે. એનાં મંદિર અને પેટાતીર્થોને પણ ત્યાં ખ્યાલ આપવામાં આવે છે. અહીં “હિરણ્યા’–હરણાવ નદીની દક્ષિણે ટેકરી ઉપર ક્ષીરજાદેવીનું તીર્થ કહ્યું છે. અહીં અંબિકાનું તીર્થ પણ છે. ભારતવર્ષમાં બ્રહ્માનાં મંદિર ક્યાંક જ છે: પશ્ચિમ ભારતમાં અજમેર પાસે પુષ્કરમાં, ગુજરાત-સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં અને ખંભાતની ઉત્તરે પાંચેક કિ.મી. (ત્રણેક માઈલ) ઉપર આવેલા પ્રાચીન “નગરાની અત્યારની વસાહતના નાના ગામમાં. ખંભાતમાં પણ ત્રણ રથળે મૂર્તિઓ છે. ૧૭૯અ આમાંનાં પહેલાં બે યાત્રાનાં ધામ તરીકે જાણીતાં છેઃ પુષ્કર સમગ્ર ભારતના હિંદુધર્મીઓ માટે, ખેડબ્રહ્મા મુખ્યત્વે ગુજરાતના હિંદુધર્મીઓ માટે. આમ છતાં અત્યારે પરિસ્થિતિ એવી અનુભવાય છે કે લેકે નાના અંબાજીના થાન તરીક ખેડબ્રહ્મા જાય છે અને મેટા ભાગના લકે બ્રહ્માનાં દર્શને જતા નથી. સરહદનાં અબુ ક્ષેત્ર અને અવંતિક્ષેત્રઃ આ બેઉ ક્ષેત્ર ગુજરાતની તલભૂમિની બહારનાં સરહદની પેલી પારનાં પડોશી ક્ષેત્ર છે. ગુજરાતની ઉત્તર સીમાએ આવેલા અબુંદ ગિરિ–આબુના પહાડની આસપાસનું તે “અબુદક્ષેત્ર' તરીકે જાણીતું છે. સ્કંદપુરાણમાં સાતમાં પ્રભાસખંડમાંના ત્રીજા અબુંદખંડમાં એનું માહાસ્ય આપવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વિસ્તાર દસ જનને કહેવામાં આવ્યા છે.૧૮૦ ખાસ કરીને વસિષ્ઠના આશ્રમસ્થાન તરીકે પુરાણમાં એનું માહામ્ય ગાવામાં આવ્યું છે. હમ્મીરમદમર્દન નાટકમાં આ ક્ષેત્રનું વર્ણન જેવા મળે છે. ૧૮૧ અવનિક્ષેત્ર એ ઉજજન નગરીની આસપાસનું પશ્ચિમ માળવાનું તીર્થ. ક્ષેત્ર છે. સ્કંદપુરાણનો પાંચમે આવંત્યખંડ એનું માહાન્ય આપે છે. જ્યાં ભગવાન મહાકાલનું સ્થાન મુખ્ય છે તેવા આ ક્ષેત્રને વિસ્તાર એક જનને કહેવામાં આવ્યો છે. ૧૮૨ બૌદ્ધ તીર્થોઃ ગુજરાતમા ભૂભાગમાં–ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ બૌદ્ધ ગુફાઓ મળી આવી છે, પરંતુ ત્યાં કઈ વિશિષ્ટ તીર્થ હશે એવી માહિતી અધિગત થતી નથી. શાક્ય વિહાર, જેવા કે મુખ્યત્વે વલભીના મૈત્રકના પ્રેત્સાહનથી વિકસેલા તે ૧. દુદ્દા વિહાર, ૨. બુદ્ધદાસ વિહાર, ૩. બપપાદીય વિહાર, ૪. કકક વિહાર, ૫. ગોહક વિહાર, ૬. વિમલગુપ્ત વિહાર, ૭. આત્યંતરિક વિહાર, ૮. ભટાર્ક વિહાર, ૯. યક્ષર વિહાર, ૧૦. પૂર્ણભટ્ટા વિહાર, ૧૧. અજિત વિહાર,
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy