SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ] પ્રાચીન ભોગે લિક ઉલ્લેખ t૩ર૯ પછીને નિર્દેશ૧૪૫ અને શલપર્વને નિર્દેશ બળ પૂરે છે. સ્કંદપુરાણમાં તે બેઉ નહિ, લુપ્ત થયેલી સહિત ત્રણે નદીઓને ગોટાળો કરી નાખે હેઈ તીર્થોનો પણ ગોટાળો થઈ ગયું છે. ૧૪૬ પિંડારક: મહાભારત આરણ્યકપર્વમાં “પિંડારક' તીર્થ સૌરાષ્ટ્રમાં કહેવામાં આવ્યું છે એ “પ્રભાસની વાત કરતાં આપણે જોયું; ક્રમ ચમસન્મજન” પ્રભાસ” “પિંડારક “ યંત ગિરિ' અને ઉદારવતી (દ્વારકા) એવો છે. ૧૪૭ એ જ પર્વમાં આ પહેલાં પ્રભાસ” “સરરવતી સાગર સંગમ ‘વરદાનક્ષેત્ર દ્વારવતી' પિંડારક” અને “સિંધુસમાગમ” એવો ક્રમ આપવામાં આવ્યો છે. ૧૪૮આરણ્યકપર્વ પંડારક’ની એક વિશિષ્ટતા નેધે છે કે ત્રિશલનું ચિહ્ન હોય તેવાં પક્વોના લક્ષણવાળી મુદ્રાઓ ત્યાં મળે છે. ૧૪૯ આવી મુદ્રામાં નથી મળતી પ્રભાસ પાસેના કઈ સ્થળે કે નથી જાણવામાં આવી “પિંડારકી પાસે, હા, એક પ્રકાર શંખોદ્ધાર બેટમાં મળે છે. એક પ્રકારની, ઉપર કાંઈક કાચબા ઘાટના લંબગોળ વર્તુલની સપાટી ઉપર પાંચ પાંખડીની છાંટ હોય તેવી, નીચેની બાજુએ ચપટ, અદ્ભાવશેષ (fossils)-માપમાં લગભગ ૬૪ ૬ સે.મી. ની, માંગરોળ-સોરઠથી પૂર્વની બાજુએ સાતેક કિ. મી. ઉપર આવેલા કામનાથ મહાદેવના તીર્થ પાસે નદીમાં કહેવાતા “પદ્મકુંડ'માં તેમજ નદીના તળમાં મળી આવે છે. મહાભારત-આરણ્યકપર્વનું કથન આને ઉદ્દેશી છે કે નહિ એ સ્પષ્ટ થઈ શકતું નથી. આજનું પિંડારક તીર્થ તો સૌરાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે કચ્છના અખાતના દક્ષિણ કાંઠા ઉપર, આજની દ્વારકાથી પૂર્વે અઠ્ઠાવીસેક કિ. મી. (અઢારેક માઈલ) ઉપર, કરછના અખાતને છેડે લગભગ આવેલા શંખોદ્વાર બેટની બરોબર સામે આવે તેમ એની દક્ષિણમાં આવેલું છે. વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં તથા હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં એ સમુદ્રતટે નિર્દેશાયું છે.૧૫૦ હરિવંશના એક બીજા નિર્દેશ પ્રમાણે તે એ યાદવકુમારીનું અવારનવાર ખેલવા આવવાનું-જલક્રીડાનું સ્થાન હતું. ૫' પિંડારક તીર્થનું માહાભ્ય અનુશાસનપર્વે પણ સૂચવ્યું છે. ૧૫મહાભારતના ઉપર બતાવેલા બે નિર્દેશમાં, એકમાં પ્રભાસ અને ઉજજયંતગિરિ વચ્ચે બતાવાયું છે, તે બીજામાં ધાસ્વતી અને સિંધુ સમુસંગમ વચ્ચે બતાવાયું છે. આમને પહેલે ક્રમ સંવત ગણી પિંડારકરને પ્રભાસથી ઈશાનમાં બાવીસેક કિ. મી. (ચૌદક ભાઈલ) ઉપર ઉત્તરમાંથી આવતી સરસ્વતીને કૃત્રિમ રીતે વાળી, ચેડામાં પૂર્વાભિમુખ બનાવી લેવામાં આવી છે તે પ્રાચી' તીર્થ તરીકે ગણવાને એક અભિપ્રાય છે. બીજો ક્રમ આજની પરિસ્થિતિને ખ્યાલ આપે છે : તારકા, પિંડારક, અને (કચ્છના મોટા રણના મથાળે સિંધુની એક
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy