SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સું]. પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [ ૩૨૧ હસ્તિમતી (હાથમતી): સાબરકાંઠામાં સાબરમતીને મળતી હાથમતીને પદ્મપુરાણમાં હસ્તિતી’ કહી છે ('સાભ્રમતી-મહાભ્ય’માં).૮૩ સાબરકાંઠાની ઈશાન કોણની ગિરિમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધે વાર લઈ હિંમતનગર પાસે થઈ પશ્ચિમવાહિની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. પદ્મપુરાણમાં એને “શુષ્કરૂપા” (સુકી) નદી કહી છે ૮૪ વાતની : મધ્યગુજરાતમાં આવેલી વાત્રક નદીને પદ્મપુરાણમાં “વાર્તદની” વાત્રકન' કહેવામાં આવેલી છે ૮૫ એ પૂર્વેનાં પુરાણોમાં “વૃત્રના ૮૬ અને “વ્રતની ૮૭ એમ લખાયેલી મળે છે. “વૃત્રની હત્યા કરવાથી ઇદને લાગેલી બ્રહ્મહત્યાનું નિવારણ વર્ગની સાભ્રમતીસંગમતીર્થ (આજનું વૌઠા)માં નાહતાં થયું હતું” એવી પદ્મપુરાણમાં અનુશ્રુતિ નોંધી છે૮૮ એ “વૃત્ર'ના નામસામને કારણે સમજાય એમ છે. આ નદી પુરાણ પ્રમાણે પાયિાત્ર પર્વતમાંથી નીકળેલી નદીએમાંની એક છે, અર્થાત એ મહીની જેમ માળવામાંથી નીકળી, પશ્ચિમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણમાં આ જ નદીનું વેત્રવતી' પણ નામ કહ્યું છે,૮ પરંતુ મહાભારતમાં વેત્રવતી” નોંધાયેલી છે૯૦ તે આનાથી ભિન્ન નદી છે, અને ઉમાશંકર જોશી પાર્જિટરને મત નોંધી કહે છે તેમ એ ભોપાળ પાસેથી નીકળી યમુનાને મળતી બેટવા” નદી છે.૯૧ મેઘદૂતમાં નોંધાયેલી વેત્રવતી'૯૨ પણ એ જ છે. રાજશેખરે પશ્ચિમ દેશને નદીઓમાં સારવતી-શ્વભ્રવતી પછી “વાર્તદની” કહી દેવું તે તે ર૫ષ્ટ રીતે આ વાત્રક જ છે; એના પછી તરત જ મહી આપવામાં આવી છે એને લઈ ક્રમ તદ્દન ૨૫ષ્ટ થઈ જાય છે. સેટિકા (શેઢી) : પદ્મપુરાણમાં ગુજરાતની એક વિશેષ નદી પણ નોંધાઈ છે તે “સેટિકા ૯૪ મહી અને વાત્રકના વચગાળાના ભૂભાગમાં આ નાની નદી પશ્ચિમાભિમુખ વહેતી વાત્રકને મળે છે, અને એ બેઉ ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે કાટખૂણે કહી શકાય એમ સાબરમતીમાં ભળે છે પ્રબંધચિંતામણિમાં નાગાર્જુનત્પત્તિ -સ્તંભનકતીર્વાવતારપ્રબંધમાં નાગ જુન પાર્શ્વનાથના બિંબને કાંતીનગરના એક ધનપતિના મહાલયમાંથી પોતાના સિદ્ધ રસને સિદ્ધ કરવા માટે હરી લઈ “સેડી નદીના તટે સ્થાપી ત્યાં સાતવાહનની એક પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ કરાવતો હોવાનું ધ્યું છે ૯૫ પ્રભાવકચરિતમાં “સેટિકા' નદીને કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યું કહ્યું છે;૮૬ ત્યાં “સેટી” પણ કહેલ છે; વિવિધતીર્થકલ્પમાં પણ સેઢીના તટ ઉપર “થંભણુપુર (થામણ) કહ્યું છે, જે બેઉ સંદર્ભમાં પાર્શ્વનાથની મૂતિ થામણા પધરાવ્યાનું બેંધ્યું છે. પુરાતબંધસંગ્રહમાં
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy