SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગલિક લક્ષણે ભાષા અને સંસ્કૃતિની દષ્ટિએ સદીઓથી ગુજરાતના આ ત્રણેય પ્રદેશ પશ્ચિમ ભારતના એક સંકલિત પ્રદેશરૂપે સંજાયા છે. ૩, કુદરતી વિભાગે આ પ્રાકૃતિક ભૂગોળની દષ્ટિએ આ સમસ્ત પ્રદેશના ત્રણ મુખ્ય વિભાગ પડે છેઃ ૧. ડુંગરાળ પ્રદેશ, ૨. અંદરને સપાટ પ્રદેશ અને ૩. સમુદ્રતટને પ્રદેશ.૧૪ (નકશો ૧) ૧, ડુંગરાળ પ્રદેશ આડાવલી (અરવલ્લી), જે ભારતને સહુથી પ્રાચીન પર્વત છે, તેને મેટે ભાગ રાજસ્થાનમાં આવેલા છે. આબુ એ એનું ૧,૭૦૭ મીટર (૫,૬૦૦ ટ) ઊંચાઈ ધરાવતું સહુથી ઊંચું શિખર છે. હાલ વહીવટી દષ્ટિએ એ રાજસ્થાનમાં આવેલું ગણાય છે, પરંતુ ભૌગોલિક દૃષ્ટિએ એ રાજસ્થાન-ગુજરાતની હદ પર આવેલું છે. પ્રાચીન કાળની જેમ અર્વાચીન કાળમાં પણ એ ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આડાવલીની હાર આબુ આગળ ગુજરાતમાં પ્રવેશ આમતેમ ફંટાતી પાવાગઢ આગળ વિધ્યમાં ભળી જાય છે. આબુની દક્ષિણે આરાસુરની પર્વતમાળા આવેલી છે તેમાં અંબાજી માતાનું સ્થાનક જાણીતું છે. અંબાજી પાસે કોટેશ્વર આગળથી સરસ્વતી નદી ઊગમ પામે છે. નજીકમાં ગબરને ડુંગર આવેલો છે. આરાસુર પર્વતમાં આરસની ખાણે છે. ગુજરાતમાં અનેક સુંદર મંદિરમાં આ આરસને ઉપયોગ થતો આવ્યો છે. આ પ્રદેશ હાલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગણાય છે. એની પશ્ચિમે તથા ઉત્તર પશ્ચિમે ડુંગરા આવેલા છે, જેમાં જાસોર સહુથી ઊંચે (૧,૦૬૭ મીટર=૩,૫૦૦ ફૂટ) છે. ત્યાં વાંસની ઝાડી ઘણી છે. બાલારામ ડુંગર કુદરતી સૌદર્યથી રમણીય લાગે છે. એમાંથી નીકળતી બાલારામ નદી બનાસને મળે છે. - ડુંગરમાંથી સફેદ પથ્થર નીકળે છે તેમાંથી ચૂને અને ઘંટીઓ બનાવાય છે. " આ ડુંગરાળ ભાગમાં વરસાદ ઘણે પડે છે, પણ જમીન પથુરિયા છે, આથી ત્યાં મકાઈ, બાજરી, કઠોળ વગેરે પાક થાય છે. ડુંગરાળ પ્રદેશમાં સાગ, સીસમ, ખેર, સાદડ, ધામણ, બાવળ, મહુડા, વાંસ વગેરેનાં મોટાં જંગલ આવેલાં છે. એ ઇમારતી કામમાં તથા બળતણમાં વપરાય છે. હરડાં, બેડાં અને આમળાં, કાળી તથા ધોળી મૂસળી, લાખ, ગુંદર, મધ અને મીણું પણ જંગલની પેદાશ છે. અહીં કેસૂડાં, ટીબર, ઝીંઝી અને ખાખરાનાં પાન પણ થાય છે. : -
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy