SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું ] પ્રાચીન ભૌલિક ઉલ્લેખ [ રહ૧ ચોસઠ જનના વરાહ પર્વતને નિર્દેશ કરી ત્યાં પ્રાતિષ નામનું સુવર્ણ મય પુર છે કે જેમાં નરક નામને દુષ્ટ દાનવ રહે છે, એ પર્વતની ચિત્રવિચિત્ર તળેટીઓમાં અને વિશાળ ગુફાઓમાં વૈદેહી સહિત રાવણની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.૩૫૧ પશ્ચિમના દેશોની વાત ચાલતી હોઈ પૂર્વ દેશ—આસામના મનાતા “પ્રાજ્યોતિષપુરથી આ કઈ ભિન્ન પ્રાતિષપુર” છે. “બરડો અને વરાહના વર્ણસામ્યને કારણે આ વરાહ પર્વત બરડો હશે ? હરિપ્રસાદ શાસ્ત્રીએ દાનશાસનમાં આવતો વદ () શબ્દ બરડા ડુંગર માટે વપરાયાની સંભાવના કરી છે. ૫ર આ શબ્દ સંસ્કૃતીકરણ પામેલો કહી શકાય એમ છે, મૂળ બરડા શબ્દ ઉપરથી. “પ્રાગજ્યોતિષ” શબ્દ પણ કોઈ દેશ્ય પ્રાચીન શબ્દનું સંસ્કૃતીકરણ થયાની શંકા રહે છે. એમાં ઓસ્ટ્રિક ભાષાના મૂલ શબ્દના રૂપની સંભાવના પણ બતાવવામાં આવી છે. પણ એ જે યથાર્થ હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવા નગરની અશક્યતા ન હોય. પ્રબળ પ્રમાણોના અભાવે નિશ્ચયાત્મક રીતે અત્યારે કહી શકાય નહિ. શત્રુંજય: સૌરાષ્ટ્રના પાલીતાણુ નજીક ૬૦૦ મીટર(૧૯૭૦ફૂટ)ની ઊંચાઈના નાના શત્રુંજય પર્વતનાપુરાણદિ સાહિત્યમાં ઉલ્લેખ થયેલે જાણવામાં આવ્યો નથી; આમ છતાં એ જૈન આગમ સાહિત્યમાં નોંધાયો છે. અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ગૌતમકુમાર શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યાનું અંતકૃદ્દશામાં જોવા મળે છે,૩૫૪ જ્યાં બીજા કેટલાક સાધુઓ પણ નિર્વાણ પામ્યા હતા. પાંચ પાંડ કૃષ્ણના નિધનથી સંવેગ પામીને સુસ્થિત સ્થવિરની પાસે દીક્ષા લઈને શત્રુંજયના શિખર ઉપર પાદપપગમન (વૃક્ષની જેમ સ્થિર રહીને) અનશન કરીને કાલધર્મ પામ્યાની અનુકૃતિ પણ જૈન ગ્રંથમાં જાણવામાં આવી છે;૩૫૪ આદિનાથ ઋષભદેવજીના પુંડરીક નામના ગણધરે તપ કરી આ ગિરિ ઉપર સિદ્ધિ મેળવી મનાય છે એટલે આ ગિરિનું એક નામ “પુંડરીક પણ છે.૩૫૪આ સાહિત્યિક ઉલ્લેખ મૈત્રકકાલીન જિનસેનસૂરિના હરિવંશપુરાણ(ઈ. સ. ૭૮૩-૮૪)ને “સિદ્ધફૂટ તરીકે માલૂમ પડી આવે છે. ૫૫ જેનેનું એ એક મહત્ત્વનું તીર્થધામ છે અને પ્રભાવચરિત, પ્રબંધચિંતામણિ, વિવિધતીર્થ કલ્પ વગેરે ગ્રંથમાં એને અનેક સ્થળે એ ઉલ્લેખ થયેલે છે.૩૫૬ વિવિધતીર્થકલ્પમાં તો એના માહાભ્યના અનુષંગમાં ૨૧ નામ પણ સેંધવામાં આવ્યાં છે.૩૫૭ કલ્પસૂત્રની ટીકાઓમાં પણ એના અનેક ઉલ્લેખ થયેલા છે.૩૫૮
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy