SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખા [ ૨૮૯ પારિયાત્ર પર્વતના પ્રદેશમાં રહેનારા લેાક તરીકે ખ્યાલ આપ્યા છે.૩૦ ઉમાશંકર જોશીએ ધ્યાન દોર્યું છે કે પારિયાત્ર’નું ‘પારિપાત્ર’ એવું પાઠાંતર માર્કંડેયપુરાણમાં પાર્જિટરે માન્ય રાખ્યું છે—તેના પર્ + પાત્રથી ‘પથર’શબ્દાં એ નામ સચવાઈ રહ્યું છે. હકીકતે આડાવલીની ગિરિમાળા મધ્યપ્રદેશમાં લંબાઈ ને ‘પારિયાત્ર' તરીકે પ્રાચીન ગ્રંથામાં કહેવાઈ, ત્યાં અત્યારે ચંબલ અને બનાસ નદીઓ વચ્ચે ‘પથર’ નામથી એ ગિરિમાળા જાણીતી છે.૩૩૧ વિંધ્ય : સાત કુલ પર્વ તેમાંના ગુજરાતને માટે મહત્ત્વને ‘વિ‘ધ્ય' છે. વિષ્યની ગિરિમાળા દક્ષિણમાં છેક સહ્યાદ્રિથી શરૂ થાય છે અને ઉત્તર તરફ વધતી ગુજરાતની પૂર્વ સરહદ ઉપર, મેવાડ (રાજસ્થાન) અને માળવા(મધ્યપ્રદેશ)માં ચાલી જાય છે. હકીકતે જોઈ એ તેા સહ્યાદ્રિ, સાતપૂડા, વિધ્ય, આડાવલી (અરવલી), પારિયાત્ર, ઋક્ષ, ઋક્ષવાન એ વિષ્યની સુદી ગિરિમાળાના જુદા જુદા ભાગ છે. મહાભારતમાં ‘વિધ્યના અનેક વાર નિર્દેશ થયેલા છે. આપિ માં સુંદ્ર અને ઉપસુંદ નામના બે ભાઈ એને વિષ્યમાં તપ કરતા કથા છે, જેમના ઉગ્ર તપને લઈ વિધ્યમાંથી જ્વાળાએ નીકળતી કહી છે. ૩૩૨ આરણ્યકપ'માં અગત્યના વચનને માન આપી વિષ્ય વધા નથી એમ કહી પછીના અધ્યાયમાં સૂર્યાં અને ચંદ્રના માર્ગને રૂંધી લે એટલા વધ્યા એમ કહ્યું છે, જેને પછી અગત્યે વધતા અટકાવ્યા. ૩૩૩ રામાયણ-કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ સીતાની શેાધ માટે વાનરાને મેકલે છે ત્યાં દક્ષિણ દિશાના ભૂભાગના પરિચય આપતાં હજાર શિખરાવાળા વિષ્યની વાત કરી ત્યાં નર્મદાના સંબધ આપી, પછી ગેાદાવરી વિશે કહે છે. ૩૩૪ મત્સ્ય, બ્રહ્માંડ, વાયુ, વામન વગેરે પુરાણામાં એ નિર્દિષ્ટ થયેલા છે, જ્યાં એની વિસ્તૃત તળેટીમાં રહેનારાઓને વિષ્યપૃષ્ઠનિવાસી' !હ્યા છે. ૩૩૫ વિધ્યમાંથી પુરાણાએ તાપી, પયે।ષ્ણી, નિવિધ્યા, ક્ષિપ્રા, ઋષભા, વેણા, ચૈતરિણી, વિશ્વમાલા, કુમુદતી, તેયા, મહાગૌરી, દુ`મા, શિલા વગેરે ઠંડા જલવાળી નદીએ નીકળતી કહી છે. ૩૩૬ રાજશેખર કાવ્યમીમાંસામાં વિધ્યાદ્રિમાંથી ન`દા નીકળી હોવાનું નોંધે છે, સાત કુલપવામાંના એક તરીકે એને નાંધે જ છે, ઉપરાંત માહિષ્મતીની પછી દક્ષિણાપથની માહિતી આપતાં એમાંના પર્વ તેમાં પહેલુ નામ વિષ્યનું આપે છે. ૩૩૭ ત્યાં જ એણે ‘આર્યાવ’ની સીમા પૂર્વ અને પશ્ચિમના સમુદ્રો વચ્ચે હિમાલય અને વિષ્યના વચગાળાના ભૂભાગની !હી છે. ‘અમરકંટક' પર્વત નર્મદાના ઉપરના ભાગમાં આવેલા કહેવાય છે. ૩૩૮ મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ પેાતાની ‘મેઘ્રદૂત' પરની વ્યાખ્યામાં કાલિદાસે કહેલા આમ્રકૂટ' તે અમરકંટક' હાવાની સંભાવના કરી છે (૧–૧૭).૩૩૯ આ પહાડ, હકીકતે, વિષ્યની જ એક શાખા છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy