________________
૧૦ મું]
પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ પર્વતોનાં નામ આપ્યાં નથી; જ્યાં આપ્યાં છે ત્યાં ઉપરનાં ચાર શૈલનામ છે. અર્જુન આદિપર્વમાં રૈવતકમાં કૃષ્ણ સાથે રહ્યો ત્યાં ગિરિને શણગારવાની વાત આવે છે. ૩૧૦ અને સભાપર્વમાં શિશુપાલ દ્વારકા ઉપર ચડાઈ કરી ત્યારે ભોજરાજ રેવત ઉપર ક્રીડા કરવા ગયેલા કહ્યા છે૩૧૧ અને સુભદ્રાહરણ પહેલાં આદિપર્વમાં સુભદ્રાએ પૂજન બાદ રૈવતકને પ્રદક્ષિણા કરી છે, એ નિર્દેશે એવું બતાવે છે કે રૈવતક કઈ મોટે પહાડ નહોતો, એ નાને ડુંગર-ક્રીડાશૈલ હશે. આશ્ચર્ય એ છે કે મહાભારતના મૌસલપર્વના તેમજ વિષ્ણુપુરાણ-ભાગવતપુરાણ વગેરે પુરાણના ઉલ્લેખ પ્રમાણે ૧૨ સમુદ્ર ડુબાડી દીધેલી દ્વારકાની નજીકમાં હોવાનું કહી શકાય તેવી મૂલ દ્વારકા (કેડીનાર પાસેની બિન-વસાહતી જગ્યા) અને આજની સૌરાષ્ટ્રને વાયવ્ય ખૂણે આવેલી દ્વારકા (કે સૌરાષ્ટ્રમાં બીજાં ત્રણેક સ્થાનોની પણ સંભાવના કહી છે તેવી જગ્યાઓની નજીક ધ્યાન ખેંચે તેવા નાના મોટા પહાડ જોવામાં આવતા નથી. પહેલો. જાણવામાં આવેલો, ધ્યાન ખેંચે તેવો ઉલ્લેખ જૂનાગઢ શૈલલેખને કંદગુપ્તના સમયને ઈ. સ. ૪૫૭ ને છે,૩૧૪ જેમાં ઊર્જયત-રેવતકને એકાત્મક બતાવ્યા છે. જૈન ગ્રંથોમાં પણ લગભગ ત્યારથી એ એકાત્મક હોવાના ઉલ્લેખ મળે છે. ૩૧૫ અને ઉપર “
ઊયત-ઉજયંતીના પ્રસંગમાં જોયું તેમ અંદરને એ ઊર્જયતઉજજયંત અને દામોદર કુંડ અને જૂનાગઢ શૈલલેખની ઉપરનો પૂર્વ-પશ્ચિમ પડેલે ભેંસલે તે વિતક એવી સ્પષ્ટતા કંદપુરાણમાં અનુભવાય છે ૧૬ (જુઓ ઉપર પૃ. ૨૮૫). પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલા વિસાવાડા(મૂલધારકા)ની પૂર્વમાં ૨૪ કિ. મી. (૧૫ માઈલ) ઉપર દક્ષિણ-ઉત્તર-ઈશાને પથરાયેલા પડેલા બરડા ડુંગરને પણ રૈવતક ગણવાને પાર્જિટરે અભિપ્રાય આ છે;૩૧૭ અને જગજીવન કાલિદાસ પાઠકને જણાવ્યા પ્રમાણે “બ પર્વતની રેવતધાર ઉપર રાણું ખેમાજીએ ઉદકેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી” એ બરડા ડુંગરની પણ એક નીચી ધારનું નામ “રેવત જાણવામાં આવ્યું છે. ૧૮ આ પાછલી માન્યતાને થોડુંક પણ બલ આપે એવું પ્રમાણ જોઈતું હોય તો એ હરિવંશમાં મળી આવે એમ છે. હરિવંશમાં દ્વારકાને ફરતા ચાર ગિરિ કહ્યા છે તેમાં ઉત્તર દિશાએ “વેણુમાન” છે (ઉપર પૃ. ૨૮૬); આજે બરડાની ઉત્તરે આભપરા અને એનાથી જરા ઊંચા (૬૨૬ મીટરર૦૫૦ ફૂટના) શિખરને વિષ્ણુનું શિખર કહેવામાં આવે પણ છે. આ વેણુમાન છે એમ સ્વીકારવા જતાં દ્વારકાને વારિદુર્ગા – ને સ્થાને “ગિરિદુ કહેવી પડે, પરંતુ મહાભારત-હરિવંશ-વિષ્ણુપુરાણ-ભાગવતપુરાણ એમ કહેતાં અટકાવે છે. અહીં આપણને એમ કહેવાનું પ્રાપ્ત થાય કે