SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે ગુજરત્તા રૂપ અભિલેખોમાં મળી આવે છે એટલે ગુર્જરત્રા-ગુજ્જરત્તા રૂપના મૂલમાં કોઈ વિદેશી શબ્દ હતો કે નહિ એ વિચારણીય બની રહે છે. ધ્યાનમાં રાખવા જેવું છે કે અરબી ભાષામાં બહુવચનને સ્ત્રીલિંગે વાત પ્રત્યય છે; મુઝ પ્રજા, એનું બહુવચન મુન્નાર–ગુર્જરોનો સમૂહ. અને મરાત, મેવાત, જાતિ, માત, જેવા શબ્દ પ્રચલિત પણ છે.૨૬ ૯ અરબોને સંપર્ક તે ઇસ્લામની પણ કયાંય પૂર્વેથી ભારતવર્ષ સાથે હતો, એટલે અરબોએ આ શબ્દ આયે હેય તે એમાં આશ્ચર્ય નહિ હોય. અને એનું જ પ્રથમ પ્રાકૃતીકરણ અને પછી સંસ્કૃતીકરણ ૯ મી સદીમાં થયું ને પછી વ્યાપક બન્યું. આ પ્રકારની વ્યુત્પત્તિ હજી, પ્રબળ પુરાવાઓને અભાવે, સર્વથા નિણ યકેટિની કહી શકાય એમ નથી. આ સંજ્ઞા ૧૦ મી–૧૧ મી સદી સુધી પશ્ચિમ ભારવાડ' માટે, પછીથી . ભીમદેવ ૧ લાના સમયમાં શરૂમાં ઉત્તર ગુજરાતને માટે પ્રચારમાં આવી અને પછી મુસ્લિમ સત્તા વિસતાં છેક દક્ષિણ ગુજરાત સુધી પહોંચી.૨૭૦ “ગુજરાત” સંજ્ઞા ગુજરાતના પ્રદેશમાં ૧૩ મી સદીથી સ્થાપિત થઈ એ વિશે મતભેદ નથી. પર્વતનાં નામ તે પ્રદેશનાં નામે કરતાંય વહેલાં પ્રયોજાયાં છે. અબ્દઃ ગુજરાતની તલભૂમિના પર્વતને ઈતિહાસ ઉખેળવા પ્રયત્ન કરીએ ત્યારે ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ પ્રાચીનતમ કોઈ પર્વત હેય તે એ અબુદ (આબુ) પર્વત કહેવાય છે. આજના ગુજરાતની પૂર્વ સરહદ ઉપર દક્ષિણથી ઉત્તર સુધીમાં પથરાયેલા વિંધ્યની ઉત્તરસંધિએ આડાવલી(અરવલ્લીની ગિરિમાળા શરૂ થાય છે. આ પર્વત ગુજરાતની અત્યારે નૈસર્ગિક ઉત્તર સીમા આંકી આપે છે. આ “અબ્દને મહાભારતના આરણ્યકપર્વમાં એક તીર્થસ્થાન તરીકે ઉલ્લેખ થયેલો છે.૨૭૧ ત્યાં ચર્મવતી નદી પછી હિમવાનના પુત્ર અબુદગિરિ તરફ જવાનું સૂચવવામાં આવ્યું છે. આ પર્વતમાં પૂર્વ કાલમાં છિદ્ર (સંભવતઃ જવાળામુખીનું કરેલું મોટું) હેવાનું કહી ત્યાં વસિષ્ઠને આશ્રમ હોવાનું કહ્યું છે. આમ “અબુંદ ગિરિ તીર્થ તરીકે સુચિત થયેલ છે, જે પરંપરા અદ્યાપિ પર્યત ચાલુ છે. પર્વત તરીકેના એના નિર્દેશ વાયુ, બ્રહ્મ, વામન, માર્કડેય વગેરે પુરાણમાં મળે છે ત્યાં એને ઉજજયંત, પુષ્પગિરિ અને રૈવત સાથે ગણાવ્યો છે.૨૭૨ અર્બદ દેશવિશેષ અને એ અપરાંતીને ભાગ હોય એવું પણ પુરાણમાંથી મળે છે.૨૦૩ માર્કડેયપુરાણમાં એને અર્ક લિંગ, મલક અને વૃક સાથે મધ્યદેશમાં ગણાવે છે, પરંતુ એ કેઈ અન્ય દેશ નથી. સ્કંદપુરાણમાં સમગ્ર અણંદ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy