SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ' ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખા ३७७ જૈન સાહિત્યમાં ‘લાટ' દેશના મેાડેથી જુદા જુદા સંદર્ભમાં ઉલ્લેખ થયા છે.૨૦૭ આ બધામાંથી એક વાત સ્પષ્ટ થઈ શકે છે કે શરૂઆતમાં ‘લાટ’સંજ્ઞા સમગ્ર તળ-ગુજરાતને માટે પ્રયેાજાતી તે આગળ જતાં, સાલકીકાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને માટે અને પાછળથી દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત થઈ એમ કહી શકાય. ‘લાટ’ની વિશેષતા, ઉપર બતાવ્યું તે પ્રમાણે, એના લાકા અને એની સ્ત્રીઓના વિષયમાં તે। હતી, પણ એની ભાષા ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં એક રીતિ તેમજ એક પ્રકારના શબ્દાલ કારને કારણે પણ હતી. લાટ પ્રદેશને એની પ્રાકૃત ‘લાટી’ ભાષા અને અપભ્રંશ પણ હતાં. મારવાડના જાલેારમાં રચવામાં આવેલી ઉદ્યોતનસૂરિની ‘કુવલયમાલા' પ્રાકૃત કથા(ઈ. સ. ૭૭૮-૭૯)માં અઢાર દેશની ખેલીઓની લાક્ષણિકતા સૂચવતાં લાટના લેકને ઉલ્લિખિત કર્યા છે.૨૦૮ ૩દ્રો એના ‘કાવ્યાલ કાર’(ઈ. સ. ૮૦૦ ૮૫૦ લગભગ)માં, પુરાણકારે ‘અગ્નિપુરાણ’માં, ધારાના ભાજદેવે (૧૧ મી સદી) ‘સરરવતીક ઠાભરણુ’માં, વૃદ્ઘ વાગ્ભટે (૧૨ મી સદી) ‘વાગ્ભટાલ કાર’માં અને વિશ્વનાથે ( ૧૪ મી સદી) ‘સાહિત્યદર્પણુ’માં ‘ લાટી ’ નામની એક રીતિ કહી છે.૨૦૯ ‘લાટ' નામના અનુપ્રાસ (શબ્દાલંકાર) વિશે ઉદ્ભટે (ઈ. સ. ૮૦૦-૮૫૦ લગભગ) એના ‘કાવ્યાલંકારસંગ્રહ'માં કહ્યું. તેનુ ભમ્મટ, વિશ્વનાથ વગેરેએ પેાતપેાતાના ગ્રંથામાં અનુસરણ કર્યુ'' છે.૩૧૦ અમાસૂદી નામનેા અરબ મુસાફર (ઈ. સ. ૯૪૩) પેાતાની પ્રવાસનેોંધમાં સૈમૂર (ચેર), સુખારા (સાપારા), ઠાના (થાણા) અને ખીજાં નગરામાં ‘લાટિયા’ નામની ખેાલી વપરાતી હાવાનું લખે છે.૨૧૧ આજે જેને આપણે ‘અરખી સમુદ્ર' કહીએ છીએ તેને અરબ મુસાફરોએ ‘ક્ષાર’ના સમુદ્ર કહ્યો છે.૨૧૨ આનાથી સિંધુ નદીના મુખથી લઇ સેાપારા સુધીના સમુદ્ર અભીષ્ટ છે. એ આખા કાંઠે શું ‘લાર' દેશને હશે? સિંધમાં ‘લારખાના’ નામનું ગામ છે તેને ‘લાર' સાથે સંબંધ હશે? તેાલેમીએ હારિ નોંધ્યુ છે એ આપણે જોયુ. પેરિપ્લસ'ના લેખકે આયિાના પ્રદેશમાંથી ભિન્ન ભિન્ન બનાવટની વસ્તુએની નિકાસ થતી હોવાનું માંધ્યું છે૨૧૩ તે શબ્દ ‘લારિકા’ કરતાં ‘અપરાંતિકા' સાથે વધુ મળતા લાગે છે. ખેશક, ખેથી પ્રદેશ તે તેના તે જ અભીષ્ટ છે. આરિયાકા' અને ‘બારિઞાઝા’( ભરૂચ)ના સાહચર્યથી એ પ્રદેશના સ્થળનિર્દેશને ખ્યાલ આવી શકે એમ છે.૨૧૪ એણે ‘ખરાકા' અખાત વટાવ્યા પછી બારિગાઝા’તે અખાત અને આરિયાકા’ના કાંઠે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy