SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] પ્રાચીન લીગલિક ઉલ્લેખ [ ૨૫ હરિણ(ઈ. સ. ૪૦૦-૫૦)ના સમયના અજંટાના અભિલેખમાં દેશ તરીકે ઉલેખ થયેલે મળે છે. ૧૮૬ ૬ ઠ્ઠી સદીના ચીની નિર્દેશ પ્રમાણે લાટ દેશને ધર્મગુપ્ત નામે બૌદ્ધ વિદ્વાન ઉત્તર ભારતમાં દીક્ષિત થઈ મધ્ય એશિયામાં પસાર થઈ, ચીનમાં જઈ રહ્યો હતો.૮૭ ઈ. સ. ૪થી સદીના “દીપવંસમાં અને ૬ ઠ્ઠી સદીના “મહાવંસમાં લાળ” દેશ અને “સિંહપુરને ઉલ્લેખ થયો છે; આ લાળ” આપણો “લાટ છે કે અન્ય કેઈએ વિશે મતભેદ હજી પૂરેપૂરો ઉકેલી શકાયો નથી. ૮૭સચિત ઉલ્લેખ બાણના હર્ષચરિત(ઈ. સ. ૬૧૦ લગભગ)ને છે, જ્યાં રાજાધિરાજ પ્રભાકરવર્ધનનાં પરાક્રમોમાં “લાટ પ્રદેશ ઉપરના વિજયનું પણ સૂચન થયેલું છે ૧૮૮ રવિકીર્તિની રચેલી ઐહેલી-પ્રશસ્તિ(ઈ. સ. ૬૩૪)વાળા અભિલેખમાં “લાટ” “ભાવ” “ગુર્જર એમ ત્રણ અલગ અલગ દેશ આપ્યા છે. ૧૮૯ આમાં ગુર્જર એ હકીકતે પશ્ચિમ મારવાડને પિતામાં ભિલ્લમાલ-શ્રીમાલને સમાવી લેતે ગુર્જર-પ્રતીહારોનો પ્રદેશ છે, જ્યારે “લાટ’ એ તળ-ગુજરાતના પ્રદેશને મૂર્ત કરતી સંજ્ઞા સમજાય છે. ચીની મુસાફર યુઅન સ્વાંગ (ઈ. સ. ૬૪૦) અને ઈસિંગ (ઈ. સ. ૬૭૧-૬૯૫) પિતાની પ્રવાસનધમાં લાટ” અને “માલવકનો ઉલ્લેખ કરે છે: પહેલો મુસાફર લેલે” કહી એમાં વલભીને તથા માલવને પણ સમાવેશ કરે છે,૮૦ બીજો સિંધુ' અને “લાટી દેશને પશ્ચિમના દેશ કહે છે.૧૯૧ નેંધપાત્ર છે કે ગુજરાતના રાષ્ટ્રકૂટ વંશના રાજાઓને એમના અભિલેખોમાં સામાન્ય રીતે “લાટેશ્વર કહેવામાં આવ્યા છે. રાષ્ટ્રકુટ રાજ કર્થ સુવર્ણવર્ષના ઈ. સ. ૮૧૨–૧૩ ના દાનશાસનમાં એના પિતા દ્વરાજને લાગેશ્વરમંડલને શાસક કહ્યો છે અને કર્ક પિતાને લાગેશ્વર' કહે છે. પ૯૨ જરા વહેલાંના “આર્યમંજુશ્રીમૂલક૯૫” નામના બૌદ્ધ ગ્રંથ(ઈ. સ. ૮ મી સદીને અંતભાગ)માં લાટ દેશને વિસ્તાર પશ્ચિમ દેશ તથા પશ્ચિમ સમુદ્રથી ઉજજન સુધીને કહ્યો છે. ત્યાં વલભીના શીલાદિત્ય ૧ લાના અને પછી ધ્રુવસેન ૨ જાના પણ સંદર્ભમાં આવું સૂચન છે. ૧૯૩ મૈત્રકેનું સામ્રાજ્ય વિસ્તર્યું ત્યારે સીમાઓ વિસ્તૃત થઈ હતી એની આ અસર કહી રાકાય, બાકી ફરતી આવતી સીમામાં દસમી સદીના પૂર્વાર્ધમાં ખેટકમંડલ અને કમ્મણિજ (કામરેજ) વિભાગોને સમાવેશ “લાટમાં હતો.૧૯૪ રાષ્ટ્રકૂટવંશની ગુજરાતની શાખાનું શાસન વાત્રક નદીથી લઈ નવસારિકા વિભાગની દક્ષિણે આવેલી અંબિકા નદી સુધીના ભૂભાગ ઉપર સામાન્ય રીતે રહ્યું હતું, તેથી એટલે ભાગ એમના કાલમાં લાટ' સંજ્ઞાને પાત્ર હતા,૯૫ અને એની રાજધાની “ખેટક (ખેડા) હતી.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy