SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા કચ્છ ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું છે. એની અંદર ઉત્તરે મેટા રણને અને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણને સમાવેશ થાય છે. કચ્છની દક્ષિણે કચ્છનો અખાત તથા સૌરાષ્ટ્રના ઉત્તર અને ઉત્તરપૂર્વ ભાગ આવેલા છે અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. મોટા રણની ઉત્તરે સિંધ (પશ્ચિમ પાકિસ્તાન) છે; મેટા અને નાના રણની પૂર્વે ઉત્તર ગુજરાત પ્રદેશ આવેલ છે. કચ્છને કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮૫.૪ ચો. કિ. મી. (૧૭,૦૬૦ ચો. મા.) હતું, તેમાં મુખ્ય ભૂમિને વિસ્તાર ૨૦,૮૭૫.૪ ચો. કિ. મી. (૮,૦૬૦ ચો. મા.) છે, જ્યારે રણને વિસ્તાર લગભગ ૨૩,૩૧૦કિ. મી. (૯,૦૦૦. મા.) હતો. આ પ્રદેશ કાંઠા પાસેને ભીની અને પોચી જમીનવાળે હેવાથી એનું કચ્છ નામ પડયું છે. કચ્છનાં રણ એ રેતીનાં રણ નહિ, પણ ખારાપાટના વેરાન પ્રદેશ (ફરિળ) છે. આ પ્રદેશ ઘણા છીછરા છે ને માસામાં એમાં બધે પાણી ફરી વળે છે. એક બાજુ નદીઓ અને વહેળાઓનાં પાણી ઠલવાય છે ને બીજી બાજુ ભરતી અને પવનને લઈને સમુદ્રનું જળ લાંબે સુધી અંદર ફેલાય છે. પરિણામે રણને ઘણો ભાગ ત્યારે જળબંબાકાર થઈ જાય છે ને કચ્છને વસ્તીવાળા પ્રદેશ ટાપુ જેવો બની રહે છે. હાલ જ્યાં કચ્છનાં રણ આવેલાં છે ત્યાં પુરાતન કાળમાં સમુદ્રનાં નીર વહેતાં હતાં એવું દર્શાવતી નિશાનીઓ મળે છે. પછી વેદકાલીન સરસ્વતી કચ્છના પૂર્વ ભાગમાં થઈ વહેતી ને સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલા સમુદ્રને મળતી એવું ય માલૂમ પડે છે. પૂર્વમાંથી આવતી લૂણી નદી પશ્ચિમે છેક કેરીનાળ સુધી વહી અરબી સમુદ્રને મળતી ને એવી રીતે બનાસ નદી પણ પશ્ચિમે આગળ વધી કચ્છના અખાતને મળતી એવું ય સંભવિત લાગે છે. સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છની ઉત્તરે સમુદ્રસંગમ કરતી. એમાંની કઈ નદીઓ અધવચ લુપ્ત થઈ ગઈ, તે કઈ નદીઓ વહેણ બદલી સિંધુમાં ભળી ગઈ9 સિંધુનાં મુખ પણ સમય જતાં વધુ ને વધુ પશ્ચિમ તરફ ખસતાં ગયાં. છેવટે એને પૂરણ નામે એક ફટ જ કચ્છમાં બાકી રહ્યો, જે કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતા. સિંધુ નદીના મુખની એ પૂર્વ શાખાનું વહેણ પણ ઈ. સ. ૧૭૬૪ માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મેરામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધું. પરિણામે લખપતની ઉત્તરે આવેલા છછઈ પ્રદેશનાં ડાંગરનાં ખેતરની ફળદ્રુપતા ચાલી ગઈ. સિંધના અમીરનું
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy