SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] ઇતિહાસની પૂર્વભૂમિકા . “કર૭, ઉત્તરે “મરુ', ઉત્તર-પૂર્વે “નિષાદ', અને પૂર્વે “શ્વભ્ર' આવેલા કહી શકાય. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના સામાન્ય રીતે પરિશિષ્ટરૂપે સ્વીકારવામાં આવેલા “ગણપાઠીને આપણે કદાચ પાણિનિની રચના સર્વાશે ન ગણીએ અને એમાં ઉમેરણ થયાં છે એ પણ ઘડીભર સ્વીકારીએ, તે પણ ઈ. પૂ. ૨ જી સદીથી આ પૂર્વેની તે એ રચના નથી. “ગણપાઠ” દેશવાચક નામમાં “કચ્છ” “શ્વભ્ર' “ખેટક” “સુરાષ્ટ્ર” “અનૂપ” અને “આનર્ત ને ઉલ્લેખ કરે છે. “ગણપાઠ”ના નિર્દેશ(૪-૨-૧૨૭)થી આનર્ત' મચિત છતાં એ ક્યાં હતો એ ત્યાંથી જાણી શકાતું નથી; એ નક્કી કરવાને માટે મહાભારતના નિર્દેશ જ કામ લાગે એમ છે. રાજસૂય-નિમિત્તે અર્જુન ઉત્તરમાં દિગ્વિજય કરવા નીકળે કહ્યો છે ત્યાં એણે પહેલાં કુણિંદ દેશના રાજાઓને વશ કર્યા. ત્યાં આનર્ત, કાલકૂટ અને કુણિંદ દેશ ઉપર વિજય મેળવી સમગ્ર દ્વીપ ઉપર વિજય મેળવ્યો, ત્યાં સપ્તદીપના રાજાઓ સાથે યુદ્ધ કરી, એમના ઉપર જીત મેળવી એ ભગદત્તના પ્ર તિષપુર તરફ દેડી ગયો. ત્યાંના નિર્દેશ પ્રમાણે આ ઉત્તર તરફના પ્રદેશ છે અને તેથી દિગ્વિજયના વર્ણનવાળો આનર્તને આ નિર્દેશ ગુજરાતને લાગુ પડે નહિ. સહદેવે કરેલા દક્ષિણ દિશાના વિજયના વર્ણનમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ આવે છે, આનર્તને નહિ.૭ અ આરણ્યક– પર્વમાં ઉલ્લેખ થયા પ્રમાણે યુધિષ્ઠિરે ધૃતમાં બધું ગુમાવ્યું ત્યારે કૃષ્ણ આનર્તમાં નહેતા અને શાલ્વની સામે એના નગર તરફ એને વધ કરવા ગયા હતા એવું કૃષ્ણનું યુધિષ્ઠિર પ્રત્યે કથન થયું છે,૮ અર્થાત કૃષ્ણને નિવાસ આનર્ત દેશમાં હતે. શાવે આનર્ત ઉપર કૃષ્ણની ગેરહાજરીમાં ચડાઈ કરેલી. એણે, હકીકતે, દ્વારકા ઉપર ચડાઈ કરી હતી.૧૦ એણે દ્વારકાવાસીઓને “આનર્ત દેશવાસીઓ” એવું સંબોધન કર્યું હ૧૧ મહાભારતને દ્વારકા “આનર્ત "ના પ્રદેશમાં અભીષ્ટ હોય એવું સ્પષ્ટ થાય છે. ભીષ્મપર્વમાં સંજય ધૃતરાષ્ટ્રને જંબૂખંડવિનિર્માણની વાત કહે છે ત્યાં જનપદનાં નામ ગણાવે છે તેમાં “સુરાષ્ટ્રને નિર્દેશ કર્યા પછી કેટલાક દેશ બાદ “આનર્ત અને ઉલ્લેખ કરે છે.૧૨ આમ જાણે કે “આનર્ત” અને “સુર” અલગ અલગ દેશ હેય ! પરંતુ આરણ્યક પર્વમાં ધીમ્ય પાંડવોને ભારતવર્ષના તીર્થ ગણવે છે ત્યારે “સુરાષ્ટ્રનાં તીર્થ ચમસેન્સજન, પ્રભાસ, પિંડારક, ઉજયંત ગિરિ સાથેસાથ દ્વારવતીને પણ ગણાવે છે,૧૩ અને એ પર્વમાં અન્યત્ર દ્વારકાને જ “આનર્તનગર' કહેવામાં આવેલ છે.૧૪ આમ “આનર્ત” અને “સુરાષ્ટ્ર” એક જ પ્રદેશનાં બે નામ હેય, યા તે “સુરા ને “આનર્ત માં સમાવેશ થતો હોય કે આનર્ત
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy