SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું ] શાયતો, ભૃગુઓ અને હૈહયે (ર૧૩ ભૃગુઓને પુષ્કળ ધન આપ્યું હતું. કૃતવીર્યના વંશજેને ધનની જરૂરત પડતાં એમણે ભગુઓ પાસે ધન માગ્યું. કેટલાક ભાર્ગ એ એ ન આપ્યું તેથી હૈહયએ એમને સંહાર શરૂ કર્યો, પરિણામે ભગુ–પત્નીઓ હિમાલય પર્વત પર ગઈ તેઓમાંની એકે ઔર્વને જન્મ આપે.૮૨ પરશુરામ જામદન્ય પૂર્વે થયેલા આ સંઘર્ષને હૈહય–ભાર્ગવ સંઘર્ષને પ્રથમ તબક્કો કહી શકાય. પરંપરાગત વૈમનસ્ય ઔર્વના પ્રપૌત્ર પરશુરામના સમયમાં વધુ ઉગ્ર બન્યું. ઔર્વના પુત્ર ઋચીક હતા, જેઓ કાન્યકુન્જ(કનેજ)ને નરેશ ગાધિની પુત્રી સત્યવતીને પરણ્યા. સત્યવતી અને ચીકના પુત્ર જમદગ્નિ, જેમને ઉલ્લેખ મંત્રદ્રષ્ટા તરીકે વૈદિક સાહિત્યમાં ૯૩ મળે છે. જમદગ્નિ ઈક્વાકુ-વંશજ રેણુની પુત્રી રેણુકાને પરણ્યા; તેઓના પુત્ર રામ જામદગ્નન્ય. પરશુ એમનું માનીતું શસ્ત્ર હતું તેથી એ પરશુરામ પણ કહેવાયા.૯૪ આમ ભાર્ગવ કુળ બે પેઢીથી મધ્ય દેશના ક્ષત્રિય રાજકુળો સાથે લગ્નસંબંધ ધરાવતું, પરંતુ કેટલાક આનુકૃતિક નિર્દેશનેe૫ આધારે ભૃગુવર્ય ચીક, જમદગ્નિ અને રામને સંબંધ ગુજરાત કે એની નજીકનાં સ્થળો સાથે સાંકળી શકાય. દા. ત. શાલ્વદેશ(હાલના આબુ નજીકને પ્રદેશ)ના રાજા ઘતિમાને ચીકને રાજ્ય આપ્યું હોવાને ઉલ્લેખ અને સ્નાન અર્થે નીકળેલી જમદગ્નિીની પત્ની રેણુક પર મોહિત થયેલા ભાર્તિકાવત(રાજસ્થાનમાં આવેલું મર્ત)ના રાજા ચિત્રરથને નિર્દેશ.૯૭ ભાર્ગવની સ્મૃતિ ગુજરાતનાં સ્થળો સાથે સંકળાયેલી છે. દા. ત. ભરુકચ્છ ભૃગુકચ્છ કે “ભૃગુક્ષેત્ર તરીકે જાણીતું થયું અને નર્મદા અને સમુદ્રને સંગમ “નામદન્ય” તરીકે ઓળખાતો.૯૮ હૈહય સમ્રાટ અર્જુન કાર્તવીર્યના વિશાળ રાજ્યમાં ગુજરાતને સમાવેશ થત હતા. અર્જુન કાર્તવીર્યની રાજધાની માહિષ્મતી૯૯ (વર્તમાન મધ્ય પ્રદેશનું ચુલી માહેશ્વર કે નર્મદાને ટાપુ માંધાતા) હતી. સમુદ્ર પરનું આધિપત્ય ૧૦૦ કાર્તવીર્યની સત્તા અને મહત્તામાં વધારે કરતું, તેથી સ્પષ્ટ છે કે એનું સામ્રાજ્ય ગુજરાતના સમુદ્રકિનારાને આવરી લેતું હશે. અને કાર્તવીર્યના વિધ્વંસક પરશુરામ જામદન્ય હતા. એ સમ્રાટના વિનાશનું કારણ આનુશ્રુતિક વૃત્તાંતમાં નીચે પ્રમાણે છે: દેવ અગ્નિની વિનંતીને અધીન થઈ કાર્તવીર્થે ગામ, નગર અને વનમાં આગ લગાડી, જેમાં વસિષ્ઠ આપવને આશ્રમ ભસ્મીભૂત થયે. વસિષ્ટ આપને શાપ આપે કે રામ જામદગ્ય કાર્તવીર્યના હજાર હાથ સમરાંગણમાં કાપશે.૧૦૧ મહાભારતમાં ૧૦૨ આ પ્રસંગને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy