SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦] ઈતિહાસની પૂર્વભૂમિકા અંશની માત્રા ઘણી વધારે હોય છે, છતાં અલૌકિકાખ્યાનમાં પ્રજાજીવનની એકાદ મહત્વપૂર્ણ ઘટનાની સ્મૃતિ સંઘરાયેલી છે; એમાં જાતિ–માનસનું દર્શન થાય છે. પુરાતન રિવાજની પ્રતીતિ થાય છે અને તેથી mythનું પણ ઇતિહાસલેખનના સાધન તરીકે મહત્ત્વ છે. Myth પ્રજાજીવનના કેઈ એક પાસા પર પ્રકાશ નાખતું હોવાથી ઇતિહાસને લેખક એની અવગણના કરી શકે નહિ. ઓગણીસમી સદી દરમ્યાન અલૌકિકાખ્યાનને અવિશ્વસનીય ગણવાનું વલણ ઇતિહાસકારમાં પ્રવર્લ, પણ વર્તમાન ઇતિહાસકારો અલૌકિકાખ્યાનની અલૌકિક વિગતોને તજી, એ આખ્યાનના મુખ્ય કથાનકમાં રહેલાં એતિહાસિક ઘટનાનાં બીજ લક્ષમાં લેવાનું વલણ ધરાવે છે. અનુશ્રુતિની ગણના ઇતિહાસની સાધન-સામગ્રીમાં થાય છે. પ્રમાણિત ઐતિહાસિક કાલ પૂર્વેને વાડમય ઈતિહાસ ઘણે અંશે અનુશ્રુતિરૂપે જળવાઈ રહ્યો છે. પ્રાચીન જાતિઓ પિતાના વીરોની પરાક્રમ-ગાથાઓ શરૂઆતમાં પેઢીથી પેઢીએ ઊતરી આવતી મૌલિક અનુશ્રુતિઓ–પે યાદ રાખતી. સમય જતાં એ લેખનારૂઢ થતી. ભારતના ઇતિહાસમાં પ્રમાણિત ઐતિહાસિક કાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયથી ગણવામાં આવે છે. એ પૂર્વેને ઈતિહાસ ઘણે અંશે પુરાણોમાં આપેલ અનુશ્રુતિરૂપે ઉપલબ્ધ છે. વેદકાલીન સાહિત્યમાં પુરાણ-સાહિત્યની હયાતીના ઉલ્લેખ અથર્વવેદથી પ્રાપ્ત થાય છે. વૈદિક ગ્રંથે મુખ્યત્વે ધાર્મિક સાહિત્ય છે. એમાં આવતાં પાત્રો કે પ્રસંગેને સર્વાગ રીતે સમજવા માટે ઇતિહાસ-પુરાણની માહિતી જરૂરી બનતી. એટલે જ મનાતું કે વેદોનું અર્થઘટન તથા અર્થવિસ્તરણ પુરાણની મદદથી કરવું. પૌરાણિક વૃત્તાંતિની પરંપરા ઘણી પ્રાચીન હતી એવું સાબિત કરતા શબ્દસમૂહ છે, ઇતિ == બુમ, અશુભ્રમઃ ઈત્યાદિ. પુરાણ-સામગ્રીની જાળવણી કરનારે સૂતવર્ગ હતો. પુરાણોના પ્રથમ સંકલન–કર્તા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ હતા. એમણે પુરાતન આખ્યાને, ઉપાખ્યા, અને ગાથાઓમાંથી પુરાણ-સંહિતા કરી અને એનું જ્ઞાન રોમહર્ષણને આપ્યું સૂત મહર્ષણે એના છ શિષ્યને પુરાણસંહિતા શીખવી.° કોઈ વિશિષ્ટ પ્રસંગે કે ઉત્સવમાં પુરાણેનું પઠન થતું ? પ્રાચીન અતિહાસિક કાલમાં પણ પુરાણપઠનનું મહત્વ હતું એવું કૌટિલ્યના અર્થશાસ્ત્રથી જણાય છે. સૂત–માગને રાજ્ય તરફથી વેતન મળતું. ૧૨ એ ઉપરાંત રાજાની દિનચર્યામાં પુરાણ-શ્રવણ અર્થે થોડો સમય ફાજલ રાખવામાં આવતો
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy