________________
આ ઐતિહાસિક સરકૃતિએ
[૧૯૧ માટેના કાર્બન-૧૪ ના નિર્ણયથી પ્રમાણિત કરી શકાય છે. એ ઈ.પૂ. ૧૦૨૫૬૧૧૦ ના સ્તરમાં ચિત્રિત રાખોડિયાં મૃત્પાત્રો સાથે જોખંડનું પ્રથમ દર્શન સૂચવે છે. બીજી બાજુ, પ્રકાશ ખાતે લેખંડને પ્રવેશ ઈ.પૂ. ૭ મી સદીના અંત ભાગમાં બતાવાય છે. દક્ષિણમાં લેહયુગના આરંભ માટે ઈ. પૂ. ૭મી સદી કરતાં વધુ વહેલે સમય બહુ ભરોસાપાત્ર દેખાતો નથી. સદ્ભાગ્યે, મૈસૂર રાજ્યમાં ધારવાડ જિલ્લાના હલૂર ખાતે લેખંડ ધરાવતા સ્તર માટેના કાર્બન-૧૪ ને નિર્ણય આ વિષયમાં ખૂબ જ સહાયક નીવડ્યો છે. મહાશિલાયુગીન કુંભારીકામ અને લેહને તામ્રપાષાણયુગીન સામગ્રી સાથેને અતિવ્યાપ (overlap) ઈ.પૂ. ૯મી સદીનો છે. ઉત્તર ભારત તથા દખણમાં લોખંડને પ્રવેશ ઈપૂ. ૧૦૦૦ માં થયો હોવાનું કહી શકાય છે. આમ લેહના પ્રથમ દર્શનને ખ્યાલ આપતો પ્રભાસને સમય ૩ ઈ. પૂ. ૧૦૦૦ ને કહેવો જોઈએ. આમ સૌરાષ્ટ્રમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ(લગભગ ઈ. પૂ. ૧૩૦૦)ના અંત અને લેહના ઉપગના આરંભ(ઈ. પૂ. ૧૦૦૦)વચ્ચે ૩૦૦ વર્ષને ખાલી ગાળો પડે છે. આ સંબંધમાં સમય ૨ અને ૩ માં કાળાં-અને-લાલ મૃત્પાત્રોને ચાલુ ઉપયોગ એવું સૂચવતો ગણવો જોઈએ કે ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકોનાં પડતી અને અંત પછી પ્રભાસનો વસવાટ ચાલુ રહ્યો હતો. પ્રભાસના કાલરૂ માં ચાર પેટા-કાલ ઓળખી બતાવાયા છે. આદ્ય અને મધ્ય સ્તરોમાં ઘસીને ચળકતી કરેલી સપાટીવાળાં કાળાં–અને–લાલ મૃત્પાત્ર મોટા પ્રમાણમાં મળી આવ્યાં છે. મુખ્ય પ્રકાર વાડકા અને થાળીઓ છે; વાડકાને ગોળ તળિયું છે અને વહાણના સૂતક પ્રકારની હાંસ છે. કાલ રૂ ને અંતે પિત (fabric) જાડાં રાખેડિયાં મૃત્પાત્રોમાં અવનતિ પામ્યું છે. રાતાં પાત્રોમાં મલાઈ અને બદામી લેપવાળાં તાંસળાં અને બરણીઓ આ તબક્કા દરમ્યાન વપરાતાં હતાં. પુરાવસ્તુકીય પુરાવાને વિચાર કર્યા પછી સૌરાષ્ટ્રમાં લેહના પ્રવેશ માટે સાહિત્યિક પુરાવો તપાસીએ. તાંબાની કાચી ધાતુઓ ગાળવા માટે જોઈએ તેના કરતાં વધુ ઉષ્ણતામાને ઓગાળવામાં આવે તો લેઢાની કાચી ધાતુ વધુ ટકાઉ ધાતુ ઉપજાવી શકે છે અને તેથી તલવાર, બાણનાં ફળો અને ચક્ર જેવાં વધુ વિનાશક હથિયારોને માટે અનુકૂળ થઈ રહે છે એવું હરિવંશમાં૨૮ વર્ણન મળે છે. એમ કહેવાય છે કે વધુ ઊંચી જાતનાં હથિયારોને કારણે કૃષ્ણને જરાસંધ ઉપર વિજય થયો. વેરાવળ (પ્રભાસ) પાસે દેહેત્સર્ગ નજીક (ભાલકામાં) વ્યાધે મૃગની બ્રાંતિથી કૃષ્ણ સામે તાકતી વેળાએ લેહની અણીવાળા બાફળાનો ઉપયોગ કર્યાનું પણ હરિવંશ કહે છે, તેથી એ બનવા જોગ છે કે ઘણા વિદ્વાને જેને સમય ઈ. પૂ. ૧૦૦૦ અને ૯૦૦ ની વચ્ચે અકે છે તે ભારત-યુદ્ધના