SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ અને બનાસની સંસ્કૃતિઓ ઈ. પૂ. ૧૮૦૦ થી ૧૨૦૦ સુધીની છે, ત્યારે સિયાક નેકેપિલ ચા અને તેપે ગિયાન ૧ માટે સમય ઈ.પૂ. ૧૦૦૦-૮૦૦ ને છે. સમયની દૃષ્ટિએ વધુ વહેલી ભારતીય તામ્ર–પાષાણયુગીન સંસ્કૃતિઓએ ઈરાનની લેહયુગીન સંસ્કૃતિઓમાંથી કશું ઉછીનું લીધું હોવાનું શક્ય નથી. મધ્ય ભારતના તામ્રપાષાણયુગીન કુંભારીકામ ઉપર જોવામાં આવેલા, નાચતી આકૃતિઓ અને વીખરાયેલા વાળવાળા માનવોની પંક્તિઓ જેવા ચિત્રિત ભાવ અંશતઃ હડપ્પીય સ્મશાન ટુ ની સંસ્કૃતિમાંના તળપદા કલા–ભાવોમાં અને અંશતઃ બહારની અસરમાં મેળવી શકાય છે, પરંતુ તેઓને ઈરાનથી ભારત સુધીના લોક–સંચારણને લાગુ પાડી શકાતા નથી. આ પછી એ પ્રશ્ન આવે છે કે ભારતની અન–હડપ્પીય તામ્ર–પાષાણયુગીન સંસ્કૃતિઓના નિર્માતા આર્ય હેવાનું કહી શકાય કે કેમ. અલગ રીતે લઈએ તે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ આરૂઢ હડપ્પીય કાલમાં ગુજરાતમાં વસેલા એક આર્ય સમૂહની સંસ્કૃતિને અવશેષ હેવાનું કહી શકાય. એ પ્રમાણે ઉપરવાસની ગંગાની ખીણની ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિ, જેને “ગે-રંગની કુંભારી કામની સંસ્કૃતિ” એવું નામ આપવામાં આવ્યું છે તે, પણ આર્ય સંસ્કૃતિને ફણગે હાય. કમનસીબે, પ્રભાસ રૂ સિવાય, ઈ પૂ. ૧૩૦૦ પછીની ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારી સંસ્કૃતિની સાદાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિમાં થયેલી અવનતિ વિશે આપણી પાસે પૂરતો પુરાવો નથી. ગુજરાતની પિતાની બહાર, કાળા-અને-લાલ ચિત્રિત કુંભાર-કામની પરંપરા ગોદાવરી–પ્રવરાના પાત્રપ્રદેશમાં લગભગ ઈ. પૂ. ૬૫૦ સુધી ટકી હતી. ઉત્તર ગુજરાતમાં એવાં બે સ્થાન છે જે સૂચવે છે કે ચળકતાં લાલ મૃત્પાત્રોમાંથી સાદાં લાલ મૃત્પાત્રોમાં ધીમે ધીમે અવનતિ થતી રહી. લોથલની ઉત્તરે આઠ કિ. મી. ને અંતરે કાના સુતરિયા (તા. ધોળકા) નામનું એક સ્થાન છે, જ્યાં ચળકતાં લાલ મૃત્પાત્રોને અધિક વિકાસ જોવા મળે છે. અહીં ઊંચી ડોકવાળી બરણીમાંથી ગેળ તળાવાળી બરણી થયાનું અને કાંગરીવાળા વાડકામાં બેસણવાળું તળું વિકસ્યાનું મળે છે. બંને પ્રકારમાં લેપને ચળકાટ ચાલ્યો જાય છે અને ઘણી વાર લેપ પોતે જ સહેલાઈથી ઊખડી જાય છે. ચિત્રકામને ભાગ્યેજ આશરે લેવામાં આવતા હતો. આ કાળ દરમ્યાન કાળાં-અને-લાલ મૃત્પાત્ર સૌરાષ્ટ્રમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની વિપુલતા દરમ્યાન મેળવેલી વ્યાપકતાને ટકાવી રાખે છે. કસેદનીની ટૂંકી પતરીઓ વપરાશમાં ચાલુ રહી હતી. રેતિયા પથ્થરના ગોળાકાર દડા અને પકવેલી કાઢીને તથા પથ્થરના મણકા કાનસુતરિયાના ઉત્તર તામ્રપાષાણ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy