SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આઇ-એતિહાસિક સંસ્કૃતિઓ ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેએ ઉત્તરકાલીન હડપ્પીય લેક પાસેથી અપનાવેલી ચિત્રણની નવી શૈલીને સ્થાને તરંગાકાર અને ત્રાંસી રેખાઓ, ગૂંચળાં અને પાંદડાં, શૈલીમયે પક્ષીઓ અને રોપાના ભાવોના ચિત્રણની સાદી શૈલી અપનાવી હતી. ભૌમિતિક, અર્ધસ્વાભાવિક અને સ્વાભાવિક ભાવોનું આનુક્રમિક પટ્ટીઓમાં આવર્તન થતું દેખાતું નથી. રંગપુર ર ર અને ૩ માં માટીના ચળક્તા લાલ વાડકાઓ ઉપર, ૪ ઘાટનાં શિંગડાંવાળા આખલાની રૂપરેખા ચીતરાયેલી મળી છે. અજકુલનાં પ્રાણુઓમાં પાછળ વળેલાં શિંગડાવાળું દેડતું હરણ એ ખૂબ જ લોકપ્રિય પ્રાણી છે. પ્રભાસ, એરણ અને રંગપુરનાં ચળતાં લાલ મૃત્પાત્રોમાં જોવામાં આવેલાં બીજાં સર્વસામાન્ય રૂપાંકન તે રેખાંકિત પટ્ટીઓ, સીડીઓ, લટક્તાં ગૂંચળાં, સમૂહમાં દોરેલી તરંગાકાર તથા ત્રાંસી રેખાઓ, તેમજ રેખાંતિ હીરાઓની અને ત્રિકોણોની હરોળો છે. પ્રભાસના કાલ ૨ ને ૩૩, અને ૬ એમ ત્રણ તબક્કાઓમાં વિભાજિત કર્યો છે, જે અનુક્રમે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનાં આગમન, સમૃદ્ધિ અને પડતીનો ખ્યાલ આપે છે. એ ઈ. પૂ. ૧૦૦૦ થી ૧૪૦૦ સુધીના સમયનાં હોવાનું કહેવાય છે. આ રંગપુર ૨ રુ અને રૂ ના સમય સાથે સારી રીતે બંધ બેસે છે, પરંતુ વધુ વખત નહિ તો જ્યાં સુધી એ રંગપુરમાં ટકી ત્યાં સુધી તો એ પ્રભાસમાં ટકી રહી અને છેવટે સાદાં લાલ મૃત્પાત્રોમાં અવનતિ પામી. એ દૃષ્ટિએ પ્રભાસ ૨ ૬ ની ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના પડતીના તબકકાને અંત ઈ. પૂ. ૧૩૦૦ સુધી લંબાવી શકાય. સમગ્ર સમય દરમ્યાન તરંગથી ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર રહેલાં છે ને એ સમય રૂ માં સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોના રૂપમાં ટકી રહે છે. પ્રભાસનું મહત્વ એ રીતે છે કે એ અનુ-હડપ્પીય તામ્ર-પાષાણીય સંસ્કૃતિ અને આરંભિક લેહયુગ સંસ્કૃતિની વચ્ચે પડતા ખાલી ગાળાને સાંકડે કરે છે, કેમકે લેખંડ પહેલવહેલું ચળકતાં લાલ મૃત્પાત્રોમાંથી નીકળી આવેલાં સાદાં લાલ મૃત્પાત્રોની સાથે સાથ દેખા દે છે. ૧૨, અનુ-હડપ્પીય તામ્ર-પાષાણયુગીન સંસ્કૃતિઓના નિર્માતાઓ ગુજરાતમાં લોખંડ દાખલ થયાના પ્રશ્નને હાથ ધર્યા પહેલાં, જે ચળકતાં લાલ મૃત્પાત્રો વાપરનારા લકે હડપી કરતાં જુદા હોય તે, એવાં ત્પાત્રોને નિર્માતા કેણુ હતા અને મધ્ય ભારત તેમજ દખણમાંના એમના પડેશીઓ સાથે એમની સામાન્ય સાંસ્કૃતિક શૃંખલાઓ કઈ હતી એ નક્કી
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy