SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હડપ્પીય મૃત્પાત્રોમાંથી વિકસેલાં ચળકતાં લાલ મૃત્પાત્ર એ સિંધુ–સામ્રાજ્ય વપરાતાં અસ્તિત્વમાં આવેલી, ઈ. પૂ. બીજી સહસ્ત્રાબ્દીની, બીજી રીતે એકલી પડી ગયેલી તામ્ર–પાષાણુ સંસ્કૃતિઓની બે મુખ્ય શૃંખલા છે. રંગપુર એક નાનું ગામડું છે, જે રાણપુરની ટેકરીઓમાંથી નીકળતી અને ધંધુકા પારના ખારાપાટમાં અદશ્ય થતી ભાદર નદીના કાંઠા ઉપર આવેલું છે. મૂળમાં એ નદી સમુદ્રમાં જોડાતી. પ્રાચીન ટીંબે ૧૦૮૦૪૮૪૦ મીટર વિસ્તાર રોકે છે, જેમાં કુલ વસાહતી સ્તર ૬૮ મીટર છે. ૧૯૫૪-૫૫માં થયેલાં ઉત્પનોને પરિણામે ત્રણ સાંસ્કૃતિક કાલ તારવવામાં આવ્યા હતા. કાલ ૧ સૌથી જૂને શિકારી-માછીમારી અર્થકારણવાળી ઉત્તરપાષાણયુગીન સંસ્કૃતિને છે. થોડા સમય પછી, અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકે એ એ સ્થળમાં વસવાટ કર્યો હતો, પરંતુ તેઓ ચેકસ કયારે રંગપુરમાં આવ્યા એ આપણે જાણતા નથી. કાલ ૧ અને કાલ ર વચ્ચે સમયનો ખાલી ગાળો છે. ઉચ્ચ પ્રકારની સંમાર્જિત નગર-સંસ્કૃતિને કારણે પાછલા કાલને સરળતાથી ઓળખી શકાય છે અને એ પાછે ૨ ૩, ૨ અને ૨ રૂ માં વિભક્ત થાય છે. કાલ ૨૩ માં મીણ પાયેલાં લાલ મૃત્પાત્ર વાપરતા લેક લગભગ ઈ. પૂ. ૨૦૦૦ માં લોથલમાંથી આવેલા હડપીની સાથે ભળ્યા હતા. કાચી ઈંટની પીઠિકાઓ ઉપર ઊભાં કરેલાં કાચી ઈટોનાં મકાને (પટ્ટ ૨૯, આ. ૧૫ર)ની રચનાથી અને હડપ્પીય ચિત્રિત કુંભારકામ, ચર્ટની પથ્થરીઓ, પથ્થરનાં ઘનાકાર તલાં, સેલખડી તથા કાર્નેલિયનના મણકા, તાંબાની બંગડીઓ, વીંટીઓ અને ચપટ વીંધણાં દાખલ થયાથી હડપ્પીય લેકેનું આગમન સૂચિત થાય છે. ટીંબાના પશ્ચિમ ભાગમાં ખુલ્લાં કરેલાં મકાને અને પીઠિકાના તલમાનથી આજનનું તત્ત્વ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. કેઈ બીજા આરૂઢ હડપ્પીય નગરની જેમ રંગપુર પણ મેલું દૂર કરવાને માટેની જાહેર અને ખાનગી ગટરના રૂપમાં નાગરિક સગવડોને ગર્વ લઈ શકતું હતું. પ્રત્યેક મકાનને ઈટાની ફરસબંધીવાળા નાનખંડ હતો. નાગરિક ભૌતિક સંસ્કૃતિની દષ્ટિએ, જે કે રંગપુર કોઈ મોટું વેપારી કેન્દ્ર નહોતું અને તેથી મુદ્રાઓને એને ઉપયોગ નહોતો છતાં પણ એને આરૂઢ હડપ્પીય વસાહત હેવાનું ગણવામાં આવે છે. લોથલ, કોઠ અને રંગપુરને બાદ કરતાં સૌરાષ્ટ્રની હડપ્પીય વસાહતમાં આરૂઢ હડપ્પીય સંસ્કૃતિની બે બાબતની ઊણપ છે: ૧. આયોજન અને ૨. જાહેર સફાઈ અને તેથી જ એને ઉત્તર કે ક્ષીયમાણ) હડપ્પીય વસાહતોની સંજ્ઞા આપવામાં આવી છે. ખુદ રંગપુરમાં હડપ્પીય સંસ્કૃતિની પડતી કાલ રચા માં સ્પષ્ટ થાય છે. ઈ.પૂ. ૧૯૦૦માં આવેલા મેટા પૂરને કારણે એ આરૂઢ હડપ્પીય નગરને નાશ થયો;
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy