SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ '૭ મું ] આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓ [ ૧૭૭ ને એમને કેટલીક વાર આર્યો તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ એ સૂચવવું ઘટે કે તેઓ નગરીમાં આવી પહોંચ્યા એ પૂર્વે ઘણા સમય ઉપર, આકાત ગણાયેલા હડપ્પીયોએ હડપ્પાને ત્યાગ કરી દીધા હતા. બીજું, મોહેજો–દડોમાંથી આક્રમણને કોઈ શ્રેય પુરાવો મળ્યો નથી. પ્રજાની કહેવામાં આવતી કતલ પણ નગરીના છેલ્લા તબક્કામાં થઈ હોવાનું કહી શકાય એમ નથી. ઉપરની સામગ્રીના પ્રકાશમાં એ માનવું મુશ્કેલ છે કે સિંધુ ખીણમાં સિંધુ સભ્યતાને અંત આર્યોના આક્રમણને કારણે આવ્યો. ગુજરાતને લાગેવળગે છે ત્યાંસુધી, એ સાબિત કરવા માટે શ્રદ્ધેય પુરાવો છે કે, પૂરને કારણે લગભગ ઈ. પૂ. ૧૦૦૦ માં લેથલ, રંગપુર, કેઠ અને ભાગા તળાવની પડતી થઈ, પરંતુ તે તે સ્થાનમાં જલદી પુનઃ વસવાટ થયો હતો. એ આ તબક્કો છે કે જ્યારે ગુજરાતમાંના બચી ગયેલા હડપીની સાથે સિંધુ ખીણમાંથી આવેલા નિર્વાસિતો જોડાઈ ગયા. સમય જતાં અંદરના ભાગમાં કેટલીયે નવી વસાહતો ઊભી થઈ ૧૦. કરછ–દેસલપરમાં હડપી રંગપુરમાં જોવામાં આવે છે તે પ્રમાણે, આરૂઢ હડપ્પીય નગર અને ગામોનાં એક વખતનાં સમૃદ્ધ પ્રજાજનોથી જુદા જ પ્રકારના, જે હવે ઉત્તર હડપ્પી તરીકે ઓળખાય છે તે, રહેવાસીઓની સાધનસામગ્રીનું પરીક્ષણ કરતાં પહેલાં હડપ્પીયોએ કચ્છમાં શું કર્યું એ જોઈએ. ' આ સ્થાન ધરૂડ નદીની ઉપનદી, જેને તળપદમાં બામ-છેલા નામે ઓળખે છે તે કળાના ઉત્તર કઠે છે અને એ ૧૩૦૪૧૦૦ મીટરના વિસ્તારનું છે. ઉખનનકારે૧૭ સરવાળે ત્રણ મીટર ઊંડાઈને ભૂ-ભાગમાં બે સાંસ્કૃતિક કાલ તારવી આપ્યા છે. કાલ ૧ ને તબક્કા . અને આ માં વિભાજિત કરવામાં આવ્યો છે. આમાંને આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો છે અને ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ બતાવો તબક્કો આ અદલે અદલ લોથલના તબક્કા માં અને આ ને લાગુ પડી રહે છે. દેસલપર ૧ ૩ માં ચળકાટવાળાં લાલ મૃત્પાત્ર મળ્યાં નહતાં, પરંતુ બેસણુવાળા સીધી દીવાલના વાડકા જેવા કેટલાક વિકસિત હડપ્પીય મૃત્પાત્ર–પ્રકાર જોવામાં આવે છે. દેસલપર ૧ ૩ નાં બે રસપ્રદ લક્ષણ આ છે: હડપ્પીય લાલ અને બદામી મૃત્પાત્રોની સાથે સાથે કેટ-દીજી મૃત્માની હયાતી અને જે નીકવાળા છેદની હાથાવાળી કઢાઈ કહેવાય છે તેવા નવા પ્રકારના વાકાની હાજરી. ઈરાદાપૂર્વક વર્તુલાકાર કરેલા મથાળાવાળી આ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy