SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [31. અને મણકા બનાવવા માટેના કિંમતી પથ્થરા જેવી આયાત કરેલી સામગ્રીની અછતને લીધે સામગ્રીના સર્જામમાં અમુક પરિવર્તન અનિવાર્ય હતાં. કારીગરાને સ્થાનિક પ્રાપ્ય સામગ્રીના ઉપયાગ કરવા પડયો, એને લીધે ‘ચ'ની લાંખી સમાંતર–બાજુ પતરીઓને સ્થાને ‘જેસ્પર’ ની ટૂંકી પતરીએ, અકીકનાં ધનાકાર તાલાંઓને સ્થાને રેતિયાળ-પથ્થરનાં ગાળાકાર તેાલાં અને ‘ફ્રાએન્સ’ના મણકાઓને સ્થાને માટીના પકવેલા મણકા દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ. બદલામાં નવી સામગ્રી મૂકવાનું થતાં ક્રિયાપદ્ધતિ અને આકારમાં કેટલાંક પરિવર્તન અનિવાયૅ હતાં. ઉદાહરણ તરીકે, કિનારીને ઉપસાવવાની (crestedriege guiding) ક્રિયાપદ્ધતિ અપનાવવામાં આવેલી હોવા છતાં ‘જેસ્પર'ના નાના કકરામાંથી માત્ર નાની પતરીએ જ બની શકે એમ હતું. રેતિયા પથ્થર અને ‘શિસ્ટ'(schist)ના ઉપયાગને લઈ, તેાલાંતે ઉપરથી કાપેલા ગાળાકાર આપવા પડયો. વધુ સાંઘી વસ્તુઓ વાપરવાનુ સામાન્ય થઈ પડ્યું. વિદેશા સાથેના વેપાર બંધ થઈ જવાને પરિણામે પ્રસિદ્ધ સિંધુ મુદ્રા લગભગ પૂરેપૂરી લુપ્ત થઈ. જે થાડી મુદ્રાએ ખ્યી તેમેના ઉપર ફેરફાર પામેલી લિપિ આવી, પણ કોઈ પશુ-ચિહ્ન ન રહ્યું. પથ્થર જેવી લેખનસામગ્રીને ઉપયાગ બંધ થવાને કારણે અને એને સ્થાને કુંભારી પદાર્થાને તથા નાશવંત પદાર્થાના ઉપયાગ થવાને કારણે થયેલા જણાતા નાંધપાત્ર ફેરફાર એ છે કે લિપિમાં વપરાતાં વળાંકદાર ચિહ્નોની સ'ખ્યામાં ભારે ઘટાડે આવ્યા. ખૂબ જ મર્યાદિત સખ્યાનાં ચિહ્ન, જે ખાસ કરીને સ્વરૂપમાં રેખાત્મક હતાં તેવાં જ, વપરાયાં. વાડકા, કૂંજા, સદ્ધિ નળાકાર કળશા અને ડ-આકારનાં વાસણ જેવા, ચાડા હડપ્પીય માટીકામના પ્રકાર વપરાશમાંથી નીકળી ગયા, જ્યારે કેટલાંક ખીજા વાસણાએ નવા આકાર ધારણ કર્યાં. મજબૂત લાલ મૃત્પાત્રમાં આગળ પડતી હાંસવાળી અને બહાર કાઢેલા કધવાળી થાળીને બદલે વાળેલી હાંસવાળી અને સ્કંધ બહાર ન નીકળ્યા હોય તેવી છીછરી થાળી થઈ, જ્યારે એસણીવાળી ધાડી–પરની-થાળી માં જાડી અને ખેડેલી એવી ઘેાડીનેા ઘાટ વિકસ્યા. લાલ અને બદામી મૃત્પાત્રોમાં પાતળી રચનાવાળા, ટૂંકા કાંડલાનેા અને મુખ઼ુદ ધાના કળશ, અંડાકાર દેઢ અને ગેાળ એસણીવાળા, ઊંચા કાંઠલાના કળશમાં ફેરવાયેા. ચપટ બહાર નીકળતી ચપટી કિનારી અને સીધી યા બહિર્ગાળ (convex) રૂપરેખાવાળી માટી કાઠીમાં ગેાળ કિનારી વિકસી. સ્થાનિક પ્રકારોમાં વાડકામાં વધુમાં વધુ ફેરફાર થયા. આરંભમાં બહિર્ગાંળ બાજુવાળા વાડકાની બાજુએ -સીધી થઈ. વચલા તબક્કામાં એને છુટ્ટો બહાર કાઢેલા સ્કંધ થયા અને છેલ્લા
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy