SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] ઇતિહાસની પૂર્વભૂમિકા પૂરને પરિણામે સૈકાઓથી એકઠા થયેલા કાટમાળના જાડા થર ઉપર બંધાયેલાં હતાં. નગરને ફરતી દીવાલ ફરી બાંધવાની તેમજ આંતરિક પીઠિકાઓની ઊંચાઈ વધારવાની બાબતમાં તબક્કા ૪ માં બતાવેલી ઉપેક્ષાનું આ પણ એક કારણ હોઈ શકે. મધ્યવર્તી પ્રબળ શાસનતંત્રને અભાવ અને મોટાં જાહેર કામ હાથમાં લેવાની સાધનસામગ્રીની ઊણપ એ બીજા કારણ હોઈ શકે. ગમે તેમ છે, એ હકીકત છે કે જ્યારે ઈ. પૂ. ૧૯૦૦ માં નદી એકાએક એના કાંઠાઓ ઉપર થઈને વહી ગઈ ત્યારે નગર ફરી એમાં પૂરેપૂરું ડૂબી ગયું. ખરું જોતાં એ કઈ સામાન્ય પૂર નહેતું, પરંતુ પ્રલયપૂર હતું કે જેણે ભૂમિવિસ્તારમાં ફેલાયેલાં અનેક નગરના અને ગામડાઓના અસ્તિત્વને સાફ કરી નાખ્યું. અજમાયશી ઉખનનના અનુસંધાનમાં પાકી સ્થળતપાસ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમગ્ર કાંઠાની પટ્ટીમાં જમા થયેલા કાંપના જાડા પડની નીચે દટાઈને પડેલી ભિન્ન ભિન્ન કદની ઘણી વધારે હડપ્પીય વસાહતે પ્રકાશમાં આવે. ઓછામાં ઓછી બે વસાહત, અર્થાત લેથલની નજીકનાં રંગપુર અને જેઠ, એકી સાથે પૂરોથી નાશ પામેલાં જાણવામાં આવે છે. અન્યત્ર કમની ખાડીમાં ભાગાતળાવના હડપ્પીય બંદરની એ જ વલે થયેલી, જ્યારે શેત્રુંજી નદીની ખીણમાં હાથબને સમુદ્ર અને નદીએ સંયુક્ત રીતે કેળિયો કરી નાખેલું. કરછમાં દેસલપરને પથ્થરના આડબંધનું રક્ષણ હોવા છતાં એને નાશ ઈ. ૫. ૧૦૦૦ ના પૂરને જ આરોપ જોઈએ. આ ઉદાહરણે એ સાબિત કરવાને પૂરતાં છે કે મોટા પાયા ઉપર આવેલાં પૂરેએ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની હડપ્પીય વસાહતોને નાશ કરી નાખે. કદાચ સિંધુની ખીણનાં સ્થળોની પણ એ જ દશા થઈ આવી આપત્તિ માટે કારણે ચીંધતાં પૂર્વે લોથલમાં કાલ આ માં સિંધુ સભ્યતાની પ્રગતિ ઉપર થયેલી પ્રલયનાં પૂરની પાછલી અસરે ઉપર વિચાર કરવા ક્ષણવાર થંભી જઈએ. ૨, કાલ રા: ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ (ઈ પૂ. ૧૬૦૦-૧૬૦૦) ચોથા પૂરને પરિણામે લેથલમાંનાં કારખાનાં અને વખારોના અવશેષ સહિતનાં બધાં જ જાહેર અને ખાનગી મકાન ધરાશાયી થયાં. શહેરને ફરતી દીવાલ, બંદરની પીઠિકાઓ અને ધક્કાના બંધની દીવાલને નાશ થઈ ગયો અને પૂરની રેતીના થરથી એ સજજડ થઈ ગયાં. ધક્કાનું પાત્ર રેતીથી પુરાઈ ગયું અને નદીથી એટલું બધું અળગું પડી ગયું કે એક વાર ફરીથી વહાણને નાગરવાને માટે એને ઉપયોગમાં લેવાની બધી આશાઓ જતી કરવી પડી. પ્રલયપૂર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy