SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ t૧૬૯ મુદ્રાની છાપ ધરાવતાં માટીનાં પકવેલાં કળશનાં ઢાંકણો અને આરક્ષિત લેપનમૃત્પાન છે. વેપારને લઈને વધુ સંપત્તિ અને નવા વિચારોની આયાત થઈ. તોલનું નવું માન (માપ) દાખલ થયું. એ વિદેશ સાથેના વેપારને કારણે લોથલના કુંભાએ સાધેલી પ્રાંતીય ચિત્રશૈલી ઉપર અંશતઃ એલમની શૈલીની અસર હતી, પરંતુ વિષયવસ્તુ તાત્ત્વિક રીતે ભારતીય હતું. પ્રથમ વાર જ, કાગડે અને લુચ્ચું શિયાળ’ અને ‘તરસ્યું હરણ અને પંખી' જેવી જાણીતી કાલ્પનિક વાર્તાઓ, જે પાછળથી પંચતંત્ર” માં દાખલ કરવામાં આવેલી છે તે, હડપ્પીય કુંભારી પાત્રોના ચિત્રણને વિષય બની હતી. લોથલના કારીગરોની શેાધકબુદ્ધિ છીપનો કંપાસ, હાથીદાંતની માપપટ્ટી અને કાંસાની કાણાં પાડવાની શારડી જેવાં નવાં વૈજ્ઞાનિક સાધનો અને ચોકસાઈ ભરેલાં ઓજાર ઉત્પન્ન કરી શકતી હતી. હાથીદાંતની માપપટ્ટીમાં દશાંશ પદ્ધતિના સમ વિભાગ આંકવામાં આવ્યા હતા. ભારે પીઠિકાઓ અને ફરતી દીવાલે દ્વારા શહેરનું સંરક્ષણ થયું હતું એ છતાં જાહોજલાલીની પરાકાષ્ઠાએ લોથલને ઈ. પૂ ૨૦૦૦ માં પાણીના પૂરનો ભય આવ્યો. આ પૂરની અસર એવી ખાનાખરાબી કરનારી નીવડી હતી કે શાસકને સુરક્ષિત મહાલય અને ત્રણ મીટર ઊંચી નક્કર ઈટરી પીઠિકા ઉપર બાંધેલી વખાર પણ ધોવાઈ ગયાં, જ્યારે નીચલા નગરનાં કાચી માટીની ઈટોન મકાન માખણની જેમ ઓગળી ગયાં. જેમાં નદીનાં ઘુમરી લેતાં પાણી એકાએક ફરી વળ્યાં હતાં તેવાં ઘણુંખરાં ગલીઓ અને માર્ગો નીચાં થઈ ગયાં અને પૂરના ભંગારથી ભરાઈ ગયાં. આમ અગાઉની ચાર શતાબ્દીઓ દરમ્યાન સધાયેલી હડપ્પીય લેકેની અજબ સિદ્ધિઓને અંત આવ્યો. જાણે કે મકાન અને કારખાનાં તથા ધકકા અને વખારનો નાશ એ નિરાંતે બેઠેલા નાગરિકોને માટે પૂરતી આપદા ન હોય એમ નદીએ એના પ્રવાહના માર્ગને પૂરી દીધું અને ધક્કાને ઊંચે અને સૂકે કરી મૂકી પોતાને માર્ગ એકદમ બદલી નાખે. આને લીધે સમુદ્રપારને સમગ્ર વેપાર થંભી ગયો અને સમૃદ્ધિનો ઝરે જ સુકાઈ ગયે. પૂરને કારણે દ્વીપકલ્પના અંદરના ભાગમાં વધુ ઊંચા અને વધુ સલામત પ્રદેશમાં આશરો શેધવા ઘણું રહેવાસીઓ નગરનો ત્યાગ કરી ગયાં. જેઓ પાછાં ફર્યા તેઓ અગ્રણી વગરનાં હતાં અને એમની પાસે સમગ્ર શહેરમાંથી પૂરત ભંગાર સાફ કરવાનાં અથવા તે ભાગે અને મેરીઓને જીર્ણોદ્ધાર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy