________________
છે મું
આઘઐતિહાસિક સંસ્કૃતિએ પ્રમાણમાં વધે હતો. જે કોઈ સ્થાનિક પેદાશનાં નહોતાં તેવા કિંમતી પથ્થરો ચર્ટ, સેલખડી, સોનું અને ત્રાંબા જેવા કાચા માલમાંથી બનાવેલાં ઓજારો, હથિયારો અને ઘરેણાં આજે મોટી સંખ્યામાં મળતાં હોવાથી આને વધુ સમર્થન મળે છે. એ માલ પશ્ચિમ એશિયા, સિંધુખીણ અને દખણમાંથી મેળવવામાં આવતો હતો. નાઈલની ખીણમાંથી આવેલી શોભાની નાની ચીજોમાં મમી” અને “ગોરિલાના પકવેલા માટીના નમૂના છે. તેથલમાંથી હાથ લાગેલી ઈરાનના અખાતમાં ઉદ્દભવેલી સેલખડીની ગોળાકાર મુદ્રા બહેરીનના ટાપુઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપારી સંપર્કની નિશ્ચિત સાબિતી પૂરી પાડે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે સુમેરનાં બંદરોમાં જઈ આવેલા લોથલના વેપારીઓ પોતાની સાથે વીંધવાળા ભિન્ન પ્રકારના સોનાના મણકા અને યુક્રેતિસ-તૈગ્રિસની ખીણમાં વ્યાપક થયેલી આરક્ષિત લેપન-મૃત્પાત્ર(reserved sip-ware)ની હુન્નરશૈલીથી સુશોભિત કરેલાં મૃત્પાત્ર લાવ્યા હતા.
લોથલનું નવું નગર પૂરના ભયથી તદ્દન મુક્ત નહોતું. તબક્કા ૨ માં ઉપરકોટમાંનાં કેટલાંક બાંધકામને ત્રણ વાર મજબૂત કરવામાં આવ્યાં હતાં કે ફરી બાંધવામાં આવ્યાં હતાં. મેરીઓને ઊંચે લેવામાં આવી હતી અને જરૂરિયાત પ્રમાણે માર્ગ પહોળા કે સાંકડા કરવામાં આવ્યા હતા. ર ૩, ૨ ના અને ૨ ટુ સંજ્ઞા પામેલા ઈમારતી પ્રવૃત્તિના આ પેટા-તબકકા પૂરને લીધે થયેલી નાની નુકસાનીઓને ખ્યાલ આપે છે. લગભગ ઈ. પૂ ૨૨૦૦ માં નગર ઉપર ભારે પ્રબળ પૂર ફરી વળ્યું અને એણે મકાનને ભારે નુકસાન પહોંચાડયું..
આમ છતાં નગરના શાસકે ઉપરકેટમાંનાં તેમજ નીચલા નગરમાંનાં નુકસાન પામેલાં પીઠિકાઓ અને મકાને દુરસ્ત કરાવવામાં જરા જેટલો પણ સમય જવા દીધો નહિ. લોથલના નગરના શહેરના રૂપમાં થયેલા પુનર્વિધાન અને વિસ્તરણના આ તબક્કાને તબક્કા રે સંજ્ઞા આપવામાં આવી છે, જેમાં બે પેટા-તબક્કા અલગ પાડી શકાય છે. આ સમયે માર્ગોમાંથી પૂરે સર્જેલા કાટમાળને સાફ કર્યા પછી જૂનેરા પાયાઓ ઉપર મકાન ફરી બાંધવામાં આવ્યાં હતાં. પૂરની સામેની વધુ અગમચેતી તરીકે મકાને ફરી બાંધતાં પહેલાં પીઠિકાઓની ઊંચાઈ વધારવામાં આવી હતી. જેની જાહેર મોરીઓને નવી ઘર-મેરીઓમાંથી પાણુ જવા દેવા માટે ઉપયોગ કરી લેવામાં આવ્યો હતો અને નવાં પાણી-ઢાળિયાં તેમજ તપાસ-કુંડીઓ પણ જ્યાં જરૂર હતી ત્યાં ઉમેરી લેવામાં આવી હતી. પૂર શાસક અને શાસિતોના ઉત્સાહને ઢીલો કરી શક્યું